• Gujarati News
  • International
  • These Two American Scientists Won The Nobel In Medicine, Both Scientists Were Honored For This Discovery.

મેડિસિનમાં નોબેલ પુરસ્કાર:મેડિસિનમાં આ બે અમેરિકન વૈજ્ઞાનિકોને મળ્યો નોબેલ, આ શોધ માટે બંને વૈજ્ઞાનિકોને મળ્યું સન્માન

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
નોબેલ સમિતિના મહાસચિવ થોમસ પર્લમેને સોમવારે નોબેલ પુરસ્કારની જાહેરાત કરી હતી. - Divya Bhaskar
નોબેલ સમિતિના મહાસચિવ થોમસ પર્લમેને સોમવારે નોબેલ પુરસ્કારની જાહેરાત કરી હતી.
  • અમેરિકન વૈજ્ઞાનિકો ડેવિડ જુલિયસ અને આર્ડેમ પટાપૌટીયનને મળ્યું સન્માન
  • ડેવિડ જુલિયસ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે

ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં આપવામાં આવનાર નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે અમેરિકન વૈજ્ઞાનિક ડેવિડ જુલિયસ અને આર્ડેમ પટાપૌટીયનને આ નોબલ સંયુક્ત રીતે આપવામાં આવી રહ્યું છે. નોબેલ સમિતિના મહાસચિવ થોમસ પર્લમેને સોમવારે નોબેલ પુરસ્કારની જાહેરાત કરી હતી. આ બંને વૈજ્ઞાનિકોને શરીરમાં તાપમાન, દબાણ અને દુખાવાના રીસેપ્ટરોની શોધ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

ગયા વર્ષે મેડિસિનનો નોબલ પુરસ્કાર સંયુક્ત રીતે ત્રણ વૈજ્ઞાનિકો હાર્વે જે આલ્ટર, માઈકલ હ્યુટન અને ચાર્લ્સ એમ રાઈજને મળ્યો હતો. જેમણે લીવરને નુકશાન પહોંચાડનાર હિપેટાઇટિસ સી વાયરસની શોધ કરી હતી. આ શોધથી આ જીવલેણ બીમારીનો ઈલાજ શોધવામાં મદદ મળી હતી.

બંને નોબેલ પુરસ્કાર વિજેતાઓ અમેરિકન છે. ડેવિડ જુલિયસ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. જ્યારે, આર્ડેમ પટાપૌટીયન પણ મૂળ અમેરિકન નાગરિક છે અને લા જોલામાં સ્ક્રીપ્સ ઇન્સ્ટીટ્યુટના વૈજ્ઞાનિક છે.

નોબેલ એસેમ્બલીના સભ્ય અને ફિઝિયોલોજીના પ્રોફેસર જુલિયન ઝીરથે કહ્યું, ' અલ્ફ્રેડ નોબેલને જ્યારે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કારની આ યાદીમાં તેને સામેલ કરવામાં આવ્યા ત્યારે તે પોતાની ઈચ્છા વિશે ખૂબ જ સ્પષ્ટ હતા. તેમણે ખાસ કહ્યું કે તેઓ એવી શોધ કરી રહ્યા છે જેનાથી માનવજાતને લાભ થાય.'

નોબેલ પુરસ્કારના વિજેતાને ગોલ્ડ મેડલ અને 10 મિલિયન સ્વીડિશ ક્રોનરની ઇનામી રકમ (1.14 મિલિયન ડોલર) મળે છે. આ ઇનામની રકમ અલ્ફ્રેડ નોબેલની વસિયતમાંથી જ આવે છે. જેમનું 1895માં મૃત્યુ થયું હતું. મેડિસિન ઉપરાંત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રમાં પણ નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. આગામી સપ્તાહમાં આની જાહેરાત કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...