તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • These Are Not Terrorists, They Are Afghans Who Have Taken Up Arms To Fight The Taliban And Protect Their Relatives.

હકીકત:આ આતંકીઓ નહીં અફઘાની લોકો છે જેમણે તાલિબાન સામે લડવા અને સ્વજનોની સુરક્ષા માટે હથિયાર ઉપાડી લીધાં છે

ન્યુયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકી સૈન્ય પાછું ફરતાં અફઘાનિસ્તાન આત્મનિર્ભર થઈ રહ્યું છે

અફઘાનિસ્તાન. એક એવો દેશ જ્યાં સ્કૂલોમાં બોમ્બ વિસ્ફોટ કરી બાળકોની હત્યા કરાઈ. સ્પોર્ટ્સ ક્લબમાં અનેક એથ્લીટ આત્મઘાતી હુમલામાં એકસાથે માર્યા ગયા. આટલું જ નહીં...નવજાત બાળકોને ખોળામાં લઈ જતી મહિલાઓને ગોળીઓથી વીંધી નખાઈ. આ ઘટનાઓ આતંકવાદનું ઉદાહરણ છે. અફઘાનમાં દર વર્ષે તાલિબાનના હુમલામાં હજારો લોકો જીવ ગુમાવે છે પણ હવે અમેરિકી સૈન્યની ઘરવાપસીના સિલસિલા વચ્ચે અફઘાનિસ્તાન આત્મનિર્ભર થવા લાગ્યું છે.

અહીં અનેકવાર આતંકીઓના નિશાને રહેતા લઘુમતીઓ, નબળા અને પીડિતોએ આતંકવાદ વિરુદ્ધ હથિયાર ઉપાડ્યાં છે. લોકો પોતાની સુરક્ષા માટે તૈયાર થઈ રહ્યા છે. સરકારના ભરોસે ન બેસી ઠેર ઠેર હથિયારધારી ખાનગી સૈન્ય તૈયાર કરાઈ રહ્યું છે. આટલું જ નહીં અનેક લોકોના સમૂહ મોટાં હથિયારો સાથે અફઘાની સૈનિકોને પોતાનું સમર્થન આપી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે તે સૈન્યના નક્શેકદમ પર ચાલશે.

3.9 કરોડની વસતી ધરાવતા અફઘાનિસ્તાનમાં લઘુમતી હજારા સમુદાય સૌથી વધુ આતંકીઓના નિશાને રહ્યું. હવે આ સમુદાય પણ અફઘાન સૈન્યથી વધુ પોતાની તાકાત પર ભરોસો કરવા લાગ્યો છે. હજારા સમુદાયના નેતા ઝુલ્ફિકાર ઓમિદે કહ્યું કે અનેક સ્થળોએ હજારા સમુદાય તાલિબાન અને આઈએસનો શિકાર થયા. સરકારે કંઈ ન કર્યું. હવે બસ ઘણું થયું. તેમણે કહ્યું કે અમારે ત્યાં 800 લોકોનું હથિયારધારી જૂથ લોકોની સુરક્ષા માટે તૈયાર થઈ ગયું છે. તે તેને આત્મસુરક્ષા ગ્રૂપ કહે છે.

20 વર્ષમાં 47 હજાર મૃત્યુ, 26 હજાર બાળકોનાં મોત
લોકો કહે છે કે અમેરિકી સૈન્યની ઘરવાપસી બાદ અાતંકીઓએ અનેક જિલ્લામાં ઠેકાણાં બનાવી લીધાં છે. આડેધડ હુમલા થવા લાગ્યા છે. તેમાં સામાન્ય લોકોએ જીવ ગુમાવ્યા. એક રિપોર્ટ મુજબ આ આતંકી હુમલામાં ગત 20 વર્ષમાં 47 હજાર લોકો માર્યા ગયા છે. 2005થી 2019 સુધી 26 હજાર બાળકોએ જીવ ગુમાવ્યા છે.

​​​​​​​જો બાઈડેન અને અશરફ ગની વચ્ચે આજે બેઠક
અમેરિકાના નેતૃત્વ હેઠળના નાટો દેશોના સૈન્યની વાપસી બાદ અફઘાનિસ્તાન આતંકીઓનું ગઢ બની શકે છે. આ આશંકાને દૂર કરવા 25 જૂને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન અને અફઘાની રાષ્ટ્રપતિ અશરફ ગની બેઠક યોજી રણનીતિ ઘડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...