• Gujarati News
  • International
  • There Were Demonstrations, Not New Year's Celebrations; Children Are Chanting 'Gota Go Back' For A Brighter Future

શ્રીલંકાથી ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:નવા વર્ષની ઉજવણી નહીં, પ્રદર્શનો થયા; બાળકો પણ 'ગોતા ગો બેક' ના નારા લગાવી રહ્યા છે

કોલંબોએક મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ
  • લોકો દેશમાં મોટા રાજકીય પરિવર્તનની માંગ કરી રહ્યા છે

પોતાના ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ એક દિવસ પહેલા એટલે કે 14 એપ્રિલે નવા વર્ષની ઉજવણી કરી હતી. દર વર્ષે સિંહાલી નવા વર્ષ નિમિત્તે શ્રીલંકાનાં રસ્તાઓ પર ઉજવણી અને ઉલ્લાસના દ્રશ્યો જોવા મળતા હતા. પણ આ વખતે સ્થિતિ બદલાયેલી છે.

દિવસ-રાત લોકો રસ્તાઓ પર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે અને મહિન્દા રાજપક્ષેને સત્તા પરથી હટાવવાની માંગણી કરી રહ્યા છે. રસ્તાઓ પર તંબુ લગાવેલા છે. હાથમાં ઝંડા અને પોસ્ટર લઈને સતત વિરોધ ચાલી રહ્યો છે.

ભાસ્કરની રિપોર્ટર પૂનમ કૌશલ શ્રીલંકાની ગ્રાઉન્ડ સ્થિતિ જાણવા શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચી હતી. શ્રીલંકાના સૌથી મોટા પ્રદર્શનની વાર્તા તેમના શબ્દોમાં વાંચો...

"રાતના બે વાગ્યા છે. ગોતા ગો હોમ, બાસિલ કપુટા કા કા કા... આ નારાઓ સરકાર સામે ગુંજી રહ્યા છે. એક સાથે રણકતા ટ્રેનોના હોર્નનો અવાજ મારી હોટેલ સુધી પહોંચી રહ્યો છે. હું શ્રીલંકાની રાજધાની કોલંબોના ગોલફેસ વિસ્તારમાં છું. અહીંથી લગભગ એક કિલોમીટર દૂર ગોલ ફેસ ગ્રીન બીચ વિસ્તારમાં મોટો વિરોધ ચાલી રહ્યો છે. શ્રીલંકામાં બે અઠવાડિયા પહેલા મોંઘવારી અને સરકારની આર્થિક નીતિઓ સામે વિરોધ પ્રદર્શન શરું થયા હતા."

નવા વર્ષની સાંજ પડી અને વિરોધનો દરિયો ઉછળ્યો
"ગુરુવારની રાત્રિનો વિરોધ કદાચ અત્યાર સુધીનો સૌથી મોટો વિરોધ છે. ભીડનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી લોકો જ લોકો દેખાય છે. આ સંખ્યાઓ સમયની સાથે વધતી જ રહે છે. બપોરે કોલંબોના રસ્તા સુમસામ હતા. પરંપરાગત નવા વર્ષની પૂર્વ સંધ્યાને કારણે દુકાનો બંધ હતી. સાંજે બીચ પર થોડા જ લોકો હતા. પરંતુ જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ તેમ લોકોનો દરિયો ઉછળતો ગયો. ચારે દિશામાંથી તમામ ઉંમરના લોકો, રાષ્ટ્રધ્વજ પકડીને અને ગોતા ગો હોમના નારા લગાવતા વિરોધ સ્થળ તરફ ચાલ્યા આવે છે."

વિરોધમાં લોકોની પીડા દેખાઈ રહી છે, સરકાર બદલવાનું જ લક્ષ્ય છે

કોલંબોમાં ચાલી રહેલા પ્રદર્શનમાં હજારો બાળકોએ પણ ભાગ લીધો હતો, જેઓ ગોતબાયાના રાજીનામાની માંગણી કરતા હાથમાં પોસ્ટરો સાથે જોવા મળ્યા હતા.
કોલંબોમાં ચાલી રહેલા પ્રદર્શનમાં હજારો બાળકોએ પણ ભાગ લીધો હતો, જેઓ ગોતબાયાના રાજીનામાની માંગણી કરતા હાથમાં પોસ્ટરો સાથે જોવા મળ્યા હતા.

"નાના-નોનો બાળકોના હાથમાં #SaveOurFuture લખેલા પોસ્ટર છે. યુવાનો છે જેમના ચહેરા પર નિરાશા છે અને તેમના હાથમાં રાષ્ટ્રધ્વજ છે. વૃદ્ધ લોકો છે. ત્યાં મહિલાઓ અને બાળકીઓ પણ છે. શ્રીલંકામાં ભાગ્યે જ કોઈ એવો વર્ગ હશે જે આ વિરોધમાં સામેલ ન હોય.

આ વિરોધનો કોઈ નેતા નથી. તેની પાછળ કોઈ રાજકીય પક્ષ પણ નથી. કોઈ તૈયારી જણાતી નથી. બસ વર્તમાન વ્યવસ્થાથી માત્ર નિરાશ લોકો જ છે, જેઓ પોતાનું દર્દ વ્યક્ત કરવા માંગે છે. અને સરકાર બદલવા માંગે છે. આ એવા લોકો છે જેમના ઘરમાં રાશન નથી. જેમના સ્નેહીજનો જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવાની લાઈનોમાં મૃત્યુ પામ્યા છે."

વિરોધીઓ સરકારને સંદેશ આપવા માંગે છે કે તેઓ ભલે અલગ-અલગ ધર્મ અને જાતિના હોય, પરંતુ સરકારની નીતિઓની વિરુદ્ધ છે.
વિરોધીઓ સરકારને સંદેશ આપવા માંગે છે કે તેઓ ભલે અલગ-અલગ ધર્મ અને જાતિના હોય, પરંતુ સરકારની નીતિઓની વિરુદ્ધ છે.

"લગભગ 2 કરોડ 20 લાખની વસ્તી ધરાવતું શ્રીલંકા હાલમાં ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેવું ચૂકવવા માટે સરકાર પાસે પૈસા નથી. પેટ્રોલ, દવાઓ અને કાચો માલ ખરીદવા માટે ડોલર નથી. મોંઘવારી અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે છે. દેશનું દેવું વિદેશી મુદ્રા ભંડાર કરતાં વધુ છે. ખાદ્યપદાર્થોથી લઈને સામાન્ય જરૂરિયાતની દરેક ચીજવસ્તુઓની કિંમત બમણાથી વધુ થઈ ગઈ છે.

લોકોની સમસ્યા માત્ર મોંઘવારી જ નથી, પરંતુ આવશ્યક ચીજવસ્તુઓ ન મળવાની પણ છે. ડૉલરના અભાવે શ્રીલંકા અત્યારે આયાત પણ કરી શકતું નથી. શ્રીલંકાનો રૂપિયો સતત ઘટી રહ્યો છે. લોકોની બચત ખતમ થઈ રહી છે. લોકો રાષ્ટ્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યા છે અને રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે પદ ન છોડવા પર મક્કમ છે."

બિઝનેસમેને કહ્યું- રાજપક્ષે પ્લેગની જેમ બરબાદ કરી ગયા
"ગુરુવારે શ્રીલંકામાં પરંપરાગત નવું વર્ષ હતું. સિંહાલી અને તમિલ લોકો આ દિવસની ઉજવણી કરે છે. શહેરોમાં કામ કરતા લોકો એક અઠવાડિયા માટે ગામડાઓમાં જાય છે. પરંતુ આ વખતે નવા વર્ષની ઉજવણીનું સ્થળ પ્રોટેસ્ટ હતું.

35 વર્ષીય સંજય એક બિઝનેસમેન છે અને તેમનું કામ ઠપ્પ થઈ ગયું છે. તેઓ ઝાડુ પર રાષ્ટ્રપતિનું માસ્ક લટકાવીને વિરોધ પ્રદર્શનમાં ઉભા છે. સંજય કહે છે કે તમામ રાજપક્ષે દેશ માટે પ્લેગ સમાન છે. તેઓએ શ્રીલંકાને બરબાદ કરી દીધું છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ અમારો દેશ છોડી દે. અમે અમારું રાષ્ટ્ર પાછું ઈચ્છીએ છીએ. રાજપક્ષે કૃપા કરીને જાઓ. અમને અમારો દેશ પાછો આપો."

શ્રીલંકાના ભવિષ્ય માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે

વિરોધીઓ આરોપ લગાવી રહ્યા છે કે રાજપક્ષે પરિવાર શ્રીલંકાની બરબાદીનું કારણ છે અને જ્યાં સુધી તેમને સત્તામાંથી બહાર નહીં કરવામાં આવે ત્યાં સુધી લોકો રસ્તા પર ઊભા રહેશે.
વિરોધીઓ આરોપ લગાવી રહ્યા છે કે રાજપક્ષે પરિવાર શ્રીલંકાની બરબાદીનું કારણ છે અને જ્યાં સુધી તેમને સત્તામાંથી બહાર નહીં કરવામાં આવે ત્યાં સુધી લોકો રસ્તા પર ઊભા રહેશે.

"મોટી ભીડ હોવા છતાં વિરોધ શાંતિપૂર્ણ છે. લોકો હાથ જોડીને માત્ર એક જ વાતનું પુનરાવર્તન કરે છે... ગોતા ગો હોમ, અમને આપણો દેશ પાછો આપો." વિરોધીઓના નારા માત્ર સૂત્રોચ્ચાર નહીં, તેમની પીડાની અભિવ્યક્તિ હોય તેવું લાગે છે. દરેકની જીભ પર આ જ શબ્દો છે... ગોતા ગો હોમ. એવું લાગે છે કે લોકો દેશમાં મોટા રાજકીય પરિવર્તનની માંગ કરી રહ્યા છે અને હવે પોતાનું ભવિષ્ય જાતે નક્કી કરવા માંગે છે.

એક સાથે હોર્ન વગાડતા કાર અને લોકોનો લાંબો કાફલો છે. તે એક સૂર જેવું લાગે છે અને "બાસિલ કપુતા કા કા કા" ના સૂત્રમાં મળી જાય છે. શ્રીલંકામાં હાલમાં પેટ્રોલ મેળવવું મુશ્કેલ છે. મારા મનમાં સવાલ ઉઠે છે કે તો પછી આ લોકો આ વિરોધમાં પેટ્રોલ કેમ બાળી રહ્યા છે. કારમાં સવાર એક યુવક કહે છે કે આ શ્રીલંકાના ભવિષ્યનો સવાલ છે. અમે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છીએ."

પૂર્વ નાણામંત્રીને કહી રહ્યા છે દેશને બરબાદ કરનાર કાગડો
બાસિલ રાજપક્ષે શ્રીલંકાના ભૂતપૂર્વ નાણાપ્રધાન છે, જેમને 4 એપ્રિલે રાષ્ટ્રપતિ દ્વારા પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ અલી સાબરીને નાણા પ્રધાન પજ સંભાળ્યાના ચોવીસ કલાકમાં જ રાજીનામું આપ્યું હતું અને વર્તમાન પરિસ્થિતિ માટે દેશની માફી માંગી હતી.

બાસિલે કહ્યું હતું કે પહેલા સિદુબામાં કચરાના ઢગલામાંથી કા-કા-કાપુતા (કાગડા) ઉડતા હતા અને વિમાનોને નુકસાન પહોંચાડતા હતા. જેના કારણે હંબનટોટા એરપોર્ટ બંધ થઈ ગયું. બાસિલ કાપુતા કા કા કા... આ વાક્ય હવે વિરોધનો નારો બની ગયો છે. તેનો અર્થ સમજાવતાં એક યુવક કહે છે કે તે બાસિલ જ તે કાગડો છે, જેણે દેશને બરબાદ કર્યો છે."

વિરોધ સ્થળ પર તંબુ મૂક્યા, ઠેર-ઠેર ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

રસ્તાઓ પર જ તંબુઓ લગાવવામાં આવ્યા છે. મફત ખોરાક અને દૂધનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ અહીં જ રહેશે.
રસ્તાઓ પર જ તંબુઓ લગાવવામાં આવ્યા છે. મફત ખોરાક અને દૂધનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ અહીં જ રહેશે.

“આ રમઝાનનો મહિનો છે અને ઇફ્તાર પછી શરૂ થયેલા આ વિરોધમાં મોટી સંખ્યામાં સ્થાનિક મુસ્લિમો પણ સામેલ છે. ઘણા લોકો વિરોધ સ્થળે જ સેહરીની વ્યવસ્થા કરવામાં લાગ્યા છે. વિરોધીઓએ તંબુઓ પણ લગાવી દીધા છે. દૂધ અને ખોરાક પણ દરેક જગ્યાએ વહેંચવામાં આવી રહ્યો છે. ઘણા લોકોએ દેખાવકારો માટે ખાવા-પીવાની ચીજો પણ સાથે લઈને આવ્યા હતા.

રિઝવાન નામના એક પ્રદર્શનકારીનું કહેવું છે કે અમે ખૂબ જ પરેશાન છીએ. શ્રીલંકામાં ખોરાક કે પેટ્રોલ પણ નથી. અમે બધા અહીં એટલા માટે આવ્યા છીએ કારણ કે અમે રાષ્ટ્રપતિને હટાવવા માંગીએ છીએ. હું પાંચ દિવસ માટે રોજ આવું છું. હવે કંઈક થવું જોઈએ, રાષ્ટ્રપતિ બદલાવા જોઈએ. ભારત તરફથી શ્રીલંકાની મદદ પર કહેવાય છે કે આ લોકો ખૂબ જ ખતરનાક છે. ભારતે શ્રીલંકાના લોકોની મદદ કરવી જોઈએ, તેમની નહીં."

પ્રદર્શનમાં હજારો બાળકો પણ ભાગ લે છે, મોતો-પિતા ભવિષ્યને લઈને ચિંતિત છે

પ્રદર્શનમાં સામેલ વાલીઓ તેમના બાળકો વિશે ચિંતિત છે. તેઓ કહે છે કે તેઓ બાળકોના ભવિષ્ય માટે સરકાર સામે રસ્તા પર ઉતર્યા છીએ.
પ્રદર્શનમાં સામેલ વાલીઓ તેમના બાળકો વિશે ચિંતિત છે. તેઓ કહે છે કે તેઓ બાળકોના ભવિષ્ય માટે સરકાર સામે રસ્તા પર ઉતર્યા છીએ.

“મોહમ્મદ રિઝવી કહે છે કે અમે શ્રીલંકા બનાવવા માટે આવ્યા છીએ. અમે અહીં હિન્દુ, સિંહાલી કે મુસ્લિમ નથી. અમે શ્રીલંકાના લોકો છીએ, હવે તેમને હટાવ્યા વિના, અમે પાછળ હટીશું નહીં. 8 વર્ષની કવિષ્ણા વર્તમાન પરિસ્થિતિને સમજવા માટે ખૂબ નાની છે, પરંતુ તે જાણે છે કે તેના પરિવાર માટે આ મુશ્કેલ સમય છે.

કવિષ્ણાની 17 વર્ષની બહેન હર્ષિતા કહે છે કે અમે અહીં રાષ્ટ્રપતિ ગોતબાયાને ઘરે મોકલવા આવ્યા છીએ. તેની માતા શાગીલા કહે છે કે નવા વર્ષની ઉજવણી કરતાં પણ વધુ મહત્વનું એ છે કે આપણે આપણા બાળકોના ભવિષ્યની ચિંતા કરીએ. મને શ્રીલંકામાં મારા બાળકોના ભવિષ્યની ચિંતા છે અને તેથી જ હું આ ભીડમાં જોડાઈ છું.

24 વર્ષીય શ્રેયાસ એક વિદ્યાર્થી છે અને પોતાનો બિઝનેસ પણ કરે છે. તેઓ કહે છે કે નવું વર્ષ છે, પરંતુ ઉજવણી માટે પૈસા કે સામાન નથી. આ બધા લોકો જે અહીં આવ્યા છે, તેઓ તે બતાવવાં માંગે છે કે તેઓ સરકાર સામે એકજુથ છે. વિશાલનું કહેવું છે કે જ્યાં સુધી રાજપક્ષેને સત્તા પરથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે વિરોધ ચાલુ રાખીશું. જે લોકોના પૈસા તેમણે લુંટ્યા છે, અમે લોકોના તે પૈસા પાછા લઈને જ રહીંશું.

"આ વિરોધમાં બીજી એક વાત જોવા મળી. પોલીસ કે સુરક્ષા દળોની હાજરી નહિવત હતી. માત્ર થોડા ટ્રાફિક પોલીસ જ દેખાતા હતા. જાણે સરકાર હવે એમ વિચારી રહી છે કે લોકોને પોતાનો ગુસ્સો કાઢવાની છૂટ આપવામાં આવે તો તેમનો ગુસ્સો શાંત થઈ શકે છે.

શ્રીલંકા ઐતિહાસિક વળાંક પર ઊભું હોય તેવું લાગે છે. તે અહીંથી ક્યાં જશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ જનતાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વર્તમાન સંજોગોનો સ્વીકાર કરશે નહીં તેમજ વર્તમાન સરકારને પણ સ્વીકારશે નહીં. હાલમાં પ્રદર્શનકારીઓ શાંતિપૂર્ણ છે, પરંતુ લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. જાણે કોઈ લાવા ભેગો થઈ રહ્યો હોય. સતત વધી રહેલી પ્રદર્શનકારીઓની ભીડ જોઈને મનમાં પ્રશ્ન થાય છે કે આ લાવા વિસ્ફોટ થશે તો શું થશે?

ગોતબાયા પદ ન છોડવા પર મક્કમ, શ્રીલંકામાં 2024માં ચૂંટણી
શ્રીલંકામાં લોકશાહી છે, પરંતું અહીંના બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ પાસે સરમુખત્યાર જેવી સત્તાઓ છે. કાયદેસર રાષ્ટ્રપતિને ત્યાં સુધી પદ પરથી હટાવી ન શકાય જ્યાં સુધી તેઓ પોતે જાતે રાજીનામું ન આપે. લોકો રાજીનામું માંગી રહ્યા છે, પરંતુ નવેમ્બર 2019માં ભારે બહુમતથી સત્તામાં આવેલા ગોતબાયા પોતાનું પદ ન છોડવા પર મક્કમ છે. શ્રીલંકામાં આગામી ચૂંટણી 2024માં યોજાવાની છે.

રાજપક્ષે પરિવાર છેલ્લા 18 વર્ષથી શ્રીલંકામાં સત્તા પર છે. હાલનાં સંકટ પહેલા રાજપક્ષે શ્રીલંકામાં ઘણા લોકપ્રીય રહ્યા છે. પરંતુ હવે લોકોના લાગે છે કે આ જ પરિવારના ભ્રષ્ટાચારે દેશને બરબાદ કર્યો છે. હમ્બનટોટા પોર્ટ, મટાલા રાજપક્ષે એરપોર્ટ અને મટાલા રાજપક્ષે એરપોર્ટ અને કોલંબોનાં વિશાલ લોટસ ટાવર પ્રોજેક્ટોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યાના આરોપ રાજપક્ષે પરિવાર પર લાગી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...