- Gujarati News
- International
- There Was Silence On The Streets, Ruined Buildings; In The Dark Of Night, The Heart Comes To The Mouth Due To The Flames.
તસવીરોમાં જુઓ યુક્રેનની બરબાદી:ચારેય બાજુ નિરાશા-લાચારી, લોકો ચોધાર આસુએ રડી રહ્યા છે; કહ્યું- હવે શું થશે કઈ ખબર નથી
યુક્રેન પર રશિયાના હુમલાનો આજે આઠમો દિવસ છે. અત્યારે કિવ શહેરની આખી તસવીર બદલાઈ ગઈ છે. રસ્તાઓ સૂમસાન થઈ ગયા છે, લાશોને ઉઠાવવા માટે પણ કોઈ નથી. ઈમારતોની હાલત ખંડેર જેવી થઈ ગઈ છે. આખું કિવ લગભગ ખાલી થઈ ગયું છે. રાતના અંધારામાં આગની જ્વાળાઓ ડરાવી દે એવી છે. શેલ્ટર હોમમાં રહેતા લોકો દર સેકન્ડે પ્રાર્થના કરે છે કે સ્થિતિ સામાન્ય થઈ જાય. તસવીરોમાં જુઓ આઠમા દિવસે યુક્રેનમાં કેવી સ્થિતિ છે...
રશિયા સતત બોમ્બમારો કરે છે. પાટનગર કિવના બોરોડ્યાંકાના એક વિસ્તારમાં આગની જ્વાળાઓ દેખાય છે.
આ તસવીર યુક્રેનના પાટનગર કિવમાં આવેલા બોરોડ્યાંકાની છે, જ્યાં બોમ્બબ્લાસ્ટના કારણે ઈમારતોમાં આગ લાગી. આ આગ કલાકો પછી શાંત પડી ત્યારે આ ઈમારતો ખંડેર જેવી બની ગઈ
રશિયા હવે યુક્રેનના અમુક શહેરોને ટાર્ગેટ કરી રહી છે. એમાં જાઈટોમિર સામેલ છે. આ શહેરમાં રશિયા સતત બોમ્બમારો કરી રહી છે, જેને કારણે ઘણા લોકોનાં મોત થયાં છે. ડરના કારણે ઘણા લોકો શહેર છોડીને ભાગી રહ્યા છે
રાતના અંધારામાં આગની જ્વાળાઓ લોકોને ડરાવી રહી છે. બ્લાસ્ટને કારણે ઈમારતો હલી રહી છે, લોકોનું કહેવું છે કે અમે જીવ હથેળી પર લઈને ફરી રહ્યા છીએ.
યુક્રેનના રસ્તા સૂમસાન થઈ ગયા છે. ચારેય બાજુ લાશો સડી રહી છે. કિવના મોતિજિન વિસ્તારમાં એક ક્ષતિગ્રસ્ત ટેન્ક દેખાય છે જેના પર V લખ્યું છે.
રશિયા હવે યુક્રેનનાં મોટાં શહેરોને ટાર્ગેટ કરી રહી છે. એમાં જાઈતોમિર છે. આખા શહેરમાં બરબાદી જોવા મળે છે. બિલ્ડિંગ્સ નષ્ટ થઈ ગયાં છે.
યુક્રેન પર રશિયાના હુમલાને સમગ્ર દુનિયામાંથી રોકવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે ઈંગ્લેન્ડના બ્રેડફોર્થ કેથેડ્રલમાં મીણબત્તી સળગાવીને રશિયન હુમલાનો વિરોધ કરતી અને યુક્રેનને સમર્થન કરતી એક બાળકી.
યુક્રેન પર રશિયાના હુમલાના સાત દિવસ પછી કિવની સંપૂર્ણ તસવીર બદલાઈ ગઈ છે. દરેક બાજુ બરબાદી દેખાય છે. ઈમારતોમાં માત્ર કાટમાળ જ દેખાય છે.
રશિયાએ જિતોમિર શહેરમાં બરબાદી સર્જી. છેલ્લા 24 કલાકમાં આખો દિવસ બ્લાસ્ટ ચાલુ રહ્યા હતા. ઘણાં વિસ્તારો ખંડેર થયા
કિવના શેલ્ટર હોમમાં પોતાની બાળકી સાથે તેની માતા, તેને ઘર છોડે 8 દિવસ થઈ ગયા
યુક્રેની નાગરિકોએ પાટનગર કિવના ઉત્તર ભાગમાં આવેલો એક પુલ ઉડાવી દીધો છે, જેથી રશિયન ટેન્ક નદી બાર કરીને દાખલ ના થઈ શકે. આ લોકો પાટનગર કિવને કોઈ પણ સંજોહોમાં રશિયાના કબજે થવા દેવા નથી માંગતા
આ તસવીર પાટનગર કિવના બહાર ગોરેનકા વિસ્તારની છે. મહિલાનું ઘર ટૂટી પડ્યું હોવાથી તે રડી રહી છે. આ વિસ્તારમાં અંદાજે 200 ઘરોને નુકસાન થયું છે.
કિવમાં રશિયાના આક્રમણ દરમિયાન આખો દિવસ સાયરનનો અવાજ સંભળાય છે, અહીં એક બેઝમેન્ટમાં પોતાના નવજાત બાળક સાથે કપલ.
પશ્ચિમી યુક્રેનના લીવ શહેરમાં રેલવે સ્ટેશન પર ભીડ. અહીંથી હજારો લોકો પોલેન્ડ અને સ્લોવાકિયા જઈ રહ્યા છે.