મહારાણી 222 વર્ષ જૂનાં વાસણોમાં રાંધેલું ભોજન ખાતાં હતાં:60 વર્ષથી આહારમાં કોઈ ફેરફાર કર્યો નહોતો, આસામની ચા ખૂબ પસંદ હતી

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • ખાવા-પીવા માટે કડક નિયમો બનાવ્યા હતા

લગભગ 10 મહિના પહેલાં બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયે 6 ફેબ્રુઆરીએ તેમનો 95મો જન્મદિવસ ઊજવ્યો હતો. 2022માં તેમના શાસનનાં 70 વર્ષ પૂર્ણ થવાનાં હતાં. મહારાણીની તાજપોશીની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી. પછી રોયલ પેલેસમાંથી સમાચાર આવ્યા. મહારાણીના શાહી ડૉક્ટરોએ તેને વાઇન ન પીવાની સલાહ આપી હતી.

15 વર્ષ સુધી રાણી એલિઝાબેથ દ્વિતીયના પર્સનલ શેફ રહેલા ડેરેન મેગ્રેડીએ 2007માં 'ઇટિંગ રોયલીઃ રેસિપીઝ એન્ડ રિમેંબ્રેંસ' નામનું પુસ્તક લખ્યું હતું. આમાં તેણે રાણીના ભોજન વિશે ખૂલીને વાત કરી છે. ડેરેનના મતે 95 વર્ષનાં થયાં પછી પણ ક્વીન સ્વસ્થ અને સક્રિય રહેવા પાછળનું કારણ તેમનો આહાર અને શિસ્તબદ્ધ જીવન હતું. તેમણે ખાવા-પીવા માટે કડક નિયમો બનાવ્યા હતા. છેલ્લાં 60 વર્ષથી તેમના આહારમાં કોઈ ખાસ ફેરફાર થયો નહોતો. તેઓ હેલ્ધી ડાયટ લેતાં હતાં. તેઓ માત્ર એટલું જ જમતાં હતાં, જેટલું જીવવા માટે જરૂરી હતું . 70 વર્ષ 214 દિવસ સુધી બ્રિટનનાં મહારાણી રહેલા એલિઝાબેથનું લાંબું આયુષ્ય, સુંદરતા અને તેમના સ્વાસ્થ્યનું રહસ્ય પણ આ ફૂડ હેબિટમાં છુપાયેલું હતું.

ઈસ. 1800નાં વાસણોમાં ભોજન તૈયાર કરવામાં આવે છે
રાણીનું ભોજન તૈયાર કરવા માટે શાહી રસોડામાં 20 રસોઇયા તહેનાત હતા. મેનુ મુખ્ય રસોઇયા દ્વારા તૈયાર કરવામાં આવતું હતું, જેમાં દિવસના ભોજન માટે 3 વાનગીનાં સજેશન હતાં. રાણી આમાંથી એક વાનગી પસંદ કરશે અને બાકીની વાનગીઓનાં નામ કાપી નાખશે. એલિઝાબેથ પહેલાં બ્રિટનના મહારાણી રહેલાં રાણી વિક્ટોરિયાના સમયે, તેના મુખ્ય રસોઇયાએ હાથથી ફ્રેન્ચમાં મેનુ લખવાનું શરૂ કર્યું હતું. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. ડેરેન મેગ્રેડી જણાવે છે કે ઈસ. 1800નાં વાસણો હજુ પણ રાજવી પરિવારના રસોડામાં ઉપયોગમાં લેવાય છે.

ભોજન માટે રાણીના કેટલાક ખાસ નિયમો પણ હતા...

પ્રી-બ્રેકફાસ્ટમાં ખાંડ વગરની ચા અને બિસ્કિટ
રાણી એલિઝાબેથ પોતાની સવારની શરૂઆત ચા અને બિસ્કિટ્સથી કરતાં હતાં. તેમની ચા પણ ખાસ બનાવાતી હતી. જે'અર્લ ગ્રે' ના નામથી જાણીતી છે. આ ચાની પત્તીને બરગામોટ નારંગીની છાલનું તેલ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. એમાં દૂધ તો નાખવામાં આવે જ છે, પણ ખાંડ બિલકુલ નહીં. મહારાણીને ચોકલેટ ઓલિવર્સ બિસ્કિટ્સ પસંદ હતાં. તેમને આસામની 'સિલ્વર ટિપ્સ ચાય' પણ ઘણી પસંદ હતી.

સવારે 7:30 વાગ્યે સિલ્વરનાં ટી-પોટમાં અર્લ ગ્રે ચા
બરાબર સવારે 7:30 વાગ્યે, મેડ એક ટ્રેમાં 2 ટી-પોટ સાથે તેમના બેડરૂમમાં પહોંચતી હતી. એક વાસણમાં અર્લ ગ્રે ચા હોય અને બીજામાં ગરમ ​​પાણી. આ સાથે બોન ચાઈના કપ, નાની પ્લેટ અને લિનન નેપ્કિન્સ પણ ટ્રેમાં રખાતાં હતાં. નેપ્કિન પર મહારાણીના શાહી પ્રતીક સાથે ભરતકામ કરવામાં આવ્યું હતું.

નાસ્તામાં ફળ, સિરિયલ અને મામલેટ પસંદ હતાં
તૈયાર થયા બાદ તેઓ 8:30 વાગે પોતાના પ્રાઈવેટ ડાઇનિંગ રૂમમાં નાસ્તો કરવા આવતાં હતાં. સિરિયલ અને ફળો તેમના સવારના ભોજનનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ હતો. તેમને મામલેટ (નારંગીનો મુરબ્બો) અને ટોસ્ટ પણ વધુ પસંદ હતાં. ખાસ પ્રસંગોએ તેમના નાસ્તામાં કેટલીકવાર સ્મોક્ડ સૅલમન ફિશ અને ઇંડાં પણ રખાતાં હતાં. રાણીને બ્રાઉન ઈંડાં વધુ પસંદ હતાં.

બપોરના ભોજનમાં હાઇ પ્રોટીન-લો કાર્બોહાઇડ્રેટ, જીરો સ્ટાર્ચ
મહારાણીના લંચનું આયોજન હાઈ પ્રોટીન-લો કાર્બોહાઇડ્રેટના નિયમ પર કરવામાં આવ્યું હશે. માછલી અને શાકભાજી તેમના આહારનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ હતાં. રાણી એલિઝાબેથ તેમનું મનપસંદ લંચ પાલક અને ગ્રિલ્ડ ડોવર સોલ અથવા સ્પિનચ અને ઝુચીની સાથે સ્કોટિશ સૅલમલહતું. તેમને સલાડ સાથે ગ્રીલ્ડ ચિકન પણ પસંદ હતું. તેઓ જીરો સ્ટાર્ચવાળો આહાર લેતાં હતાં, એથી ખોરાક બનાવતી વખતે આ બધા નિયમોનું સખતપણે પાલન કરવામાં આવતું હતું.

હળવું માખણ અને સ્ટ્રોબેરી જામની સાથે સેન્ડવિચ ખાતાં હતાં
બપોરે તેઓ ફરી એકવાર અર્લ ગ્રે ચા પીતા હતા. આ દરમિયાન તેમને કાકડીની સેન્ડવિચ અને ફ્રૂટ કેક ખાવાનું પસંદ હતું. 5 વર્ષની ઉંમરથી જ ટોમેટો સેન્ડવિચ અને જામ પેની સેન્ડવિચ તેમની ફેવરિટ હતી. બ્રેડ પર થોડું માખણ અને સ્ટ્રોબેરી જામ સાથે તેમની સેન્ડવિચ પણ ખૂબ જ સાદી જ બનાવવામાં આવતી હતી.

ડિનરમાં માછલી, સલાડ અને શાકભાજી
મહારાણીના ડિનરમાં પણ 'નો સ્ટાર્ચ' ના નિયમનું પાલન કરવામાં આવ્યું હતું. રાત્રિ ભોજનમાં પણ તેઓ માછલી, શાકભાજી અને સલાડ જ લેતાં હતાં.

રાણી માટે ફળો શાહી બગીચામાંથી આવતાં હતાં
રાણી એલિઝાબેથ માટે તાજાં ફળ હંમેશાં તેમના બગીચામાંથી આવતાં હતાં. સ્ટ્રોબેરી બાલ્મોરલના મહેલમાંથી પછી વિન્ડસરના મહેલમાંથી ગ્રીનહાઉસમાંથી પીચીસ લાવવામાં આવ્યા હતા.

સ્વીટમાં ચોકલેટ પસંદ હતી
ક્યારેક રાણીને પણ મીઠાઈ ખાવાની ઈચ્છા થતી. આ માટે ડાર્ક ચોકલેટ તેમની પ્રથમ પસંદગી હતી. જો કે તે ચોકલેટ માત્ર એક નાનો ટુકડો જ ખાતાં હતાં. તેમને મિલ્ક ચોકલેટ પસંદ નહોતી. મુસાફરી દરમિયાન તેઓ હંમેશાં પોતાની સાથે ચોકલેટ બિસ્કિટ્સ અને કેક રાખતાં હતાં.

મહારાણીએ ક્યારેય ફાસ્ટ ફૂડ માગ્યું નથી
મહારાણી એલિઝાબેથને ખાવામાં કોઈ ચીજ પસંદ નહોતી, તો એ હતું લસણ. ભલે આજે દુનિયા ફાસ્ટ ફૂડ માટે દીવાની હોય, પણ મહારાણીએ ક્યારેય ફાસ્ટ ફૂડ માગ્યું નથી. તેઓ જે ઇચ્છે એ ખાઈ શકતા હતા, પરંતુ તેમણે હંમેશાં તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તંદુરસ્ત ખોરાક જ ખાતાં હતાં. ડેરેન મેગ્રેડી મજાકમાં લખે છે કે મહારાણીને કૂતરા અને ઘોડા બહુ ગમતા હતા. શેફ, ખોરાક અને કિચન તેમના માટે એ છેલ્લી પસંદગી હતી.

95 વર્ષની ઉંમર સુધી વાઇન પીતાં હતાં
મીડિયા રિપોર્ટ્સમાં, રાણી એલિઝાબેથ દ્વિતીયની આલ્કોહોલની પસંદ અને નાપસંદ અંગે ઘણા અહેવાલો આવતા રહ્યા છે. તેમની પીવાની ટેવ પણ સમાચારોમાં રહેતી હતી. એવું પણ કહેવાય છે કે તેઓ 91 વર્ષની ઉંમરે પણ 4 ગ્લાસ કોકટેલ પીતાં હતાં, પરંતુ તેમના અંગત રસોઇયા તરીકે કામ કરતા ડેરેન મેગ્રેડીએ તેને યોગ્ય ન ગણાવ્યું હતું. હા, તેમને વાઈન ખૂબ જ પસંદ હતી અને તે 95 વર્ષની ઉંમર સુધી તેઓ પીતાં રહ્યાં, જ્યારે ડોક્ટરોએ તેમને વાઈન પીવાની ના પાડી હતી.

શાહી પરિવાર માટે વાઇન શાહી મહેલના બગીચાનાં ફળોમાંથી બનાવવામાં આવે છે
તેઓ સાંજે અથવા ડિનર દરમિયાન મીઠી વાઇન પીતી હતાં. જિન અને ડુબોનેટ (Gin and Dubonnet) તેમને વધુ પસંદ હતું. મહારાણી અને રાજવી પરિવાર માટે બકિંગહામ પેલેસમાં જિન તૈયાર કરવામાં આવ્યું હતું. આ રોયલ વાઇનને 'બકિંગહામ પેલેસ જિન' નામ આપવામાં આવ્યું હતું. એ બકિંગહામ પેલેસમાં 16 હેક્ટરમાં ફેલાયેલા શાહી બગીચામાં ઉગાડવામાં આવેલાં લીંબુ, બેરી સહિત 12 પ્રકારની વનસ્પતિઓથી આ વિશેષ વાઇન બનાવવામાં આવે છે. આ વાઈન રોયલ કલેક્શન ટ્રસ્ટ દ્વારા જુલાઈ 2020માં લોન્ચ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...