• Gujarati News
  • International
  • There Is Still No Consensus In The United States On The Issue Of Vaccinating Children Against Coronavirus

મતભેદ:બાળકોને કોરોના રસી આપવા મુદ્દે અમેરિકામાં હજુ પણ લોકો એકમત નથી

વોશિંગ્ટન23 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં પાંચથી 11 વર્ષનાં બાળકો માટે ફાઈઝર-બાયોએનટેકની કોરોના રસીને મંજૂરી મળ્યા પછી પણ અમેરિકામાં અનેક પેરેન્ટ્સ સવાલ કરે છે કે શું અમારે બાળકોને રસી આપવી જરૂરી છે? અનેક લોકો રસી લેવા સંમત છે.

આ લોકોની દલીલ છે કે કોરોના વાઈરસથી બાળકો ગંભીર રીતે બીમાર નથી પડ્યાં એટલે તેમને રસીની જરૂર જ નથી. જોકે, બીજા કેટલાકની દલીલ છે કે બાળકો બીમાર ના પડે એટલે આપણે તેમને અનેક પ્રકારની રસી અપાવીએ જ છીએ.

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના મતે, બાળકોને વિવિધ બીમારીની 14 રસી અપાવવાનું સૂચન કરેલું જ છે. બાળકોને જીવિત અને સ્વસ્થ રાખવા માટે જ આવું કરાય છે. જોકે, તે રસી સુરક્ષિત અને અસરકારક હોવી જરૂરી છે. વિશ્વમાં અત્યાર સુધી ચાર અબજ લોકોને રસી અપાઈ છે.

રસીથી બાળકોમાં કોરોનાનું સંક્રમણ અટકવાનો દર 90.7% છે. રસીના ટ્રાયલ પૂરા થયા પછી અનેક બાળરોગ નિષ્ણાતોએ બાળકોની રસીની ભલામણ કરી છે. કોઈ અન્ય દવાની તુલનામાં કોરોના વાઈરસની રસીના ટ્રાયલ વિશે વધુ માહિતી પણ ઉપલબ્ધ છે. આમ છતાં, અનેક માતા-પિતા તેમનાં બાળકોને રસી અપાવતા ખચકાય છે.

બાળકોના રસીકરણની સામાન્ય પદ્ધતિ અપનાવવાના બદલે આપણે એ ધ્યાન રાખવું પડશે કે દરેક માટે એક જેવી વ્યૂહનીતિ અવ્યવહારુ અને બિનઅસરકાર હોઈ શકે છે. બાળકો સંબંધિત નિર્ણયો રાજકીય નેતૃત્વના બદલે ડૉક્ટરો પર છોડવા જોઈએ. કોરોના વિરુદ્ધ બાળકોની રસી લગાવવાની જરૂરિયાત મુદ્દે ચર્ચા કરવાના બદલે આપણે તેને લગાવવાની સારી પદ્ધતિઓ વિશે વિચાર કરવો જોઈએ. (મોનિકા ગાંધી,ચેપી રોગોના અને વર્ગેલ્સ બાળરોગ નિષ્ણાત)

અન્ય સમાચારો પણ છે...