તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્થશાસ્ત્રી જિમ રિકર્ડ્સનો મત:વિશ્વમાં હાલ સોના કરતા સારુ કોઈ ઈન્વેસ્ટમેન્ટ નથી, 2025 સુધી સોનાના ભાવ 10 ગણા વધી શકે છે

ન્યુયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાકાળમાં 7 કરોડ નોકરીઓ એકલા અમેરિકામાં જ ગઈ છે, જોકે 10 ટકા લોકો પણ નોકરીમાં પરત ફર્યા નથી
  • USમાં સરકાર લોકોને એક વર્ષના 50,000 ડોલર સુધીની સહાયતા આપી રહી છે

અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટે શુક્રવારે બેરોજગારીના આંકડાઓ બહાર પાડ્યા છે. માર્ચની સરખામણીમાં એક તરફ રેસ્ટોરન્ટ અને દુકાનોમાં કામ કરવા માટે લોકો મળી રહ્યાં નથી. બીજી તરફ 98 લાખ લોકો હાલ પણ બેરોજગાર છે. અમેરિકાની એજન્સી CIAના પ્રથમ ફાનાન્શિયલ જાસૂસના રૂપમાં જાણીતા અર્થશાસ્ત્રી અને બેસ્ટ સેલર બુક ધ ન્યુ ગ્રેટ ડિપ્રેશનના લેખક જિમ રેકર્ડ્સ કહે છે કે આ સ્થિતિ વિશ્વની અર્થવ્યવસ્થાની સાચી તસ્વીર બતાવે છે. તેમનું કહેવું છે કે વિશ્વ ભારે મંદીમાં છે અને આમ આદમીને આર્થિક તંગીથી બચવુ હોય તો સોનુ, કેશ અને બોન્ડનો સહારો લેવો પડશે. દૈનિક ભાસ્કરના રિતેશ શુક્લએ તેમની સાથે વાતચીત કરી. અહીં તેના કેટલાક અંશ છે...

ભારત વિશ્વને મંદીમાંથી બહાર લાવવામાં મદદ કરશે, અમેરિકામાં તો લોકો સરકારી સહાયના કારણે બેરોજગાર રહેવાનું પસંદ કરી રહ્યાં છે.

જ્યારે તમામા અર્થશાસ્ત્રીઓ ઝડપી રિકવરીનીવાત કરી રહ્યાં છે તો તમે ડિપ્રેશનની ભવિષ્યવાણી કયા આધારે કરી રહ્યાં છો?
અર્થશાસ્ત્રીઓ ખોટો છે. ઈતિહાસમાં જોઈએ તો કોઈ પણ વૈશ્વિક મહામારીની અસર ત્રણ દશકા સુધી રહે છે. હાલ લોકો પૈસા ખર્ચવાથી બહી રહ્યાં છે, આ કારણે અમેરિકામાં બચતનો દર 15 ટકા છે. જ્યારે છેલ્લા દસ વર્ષમાં આ દર સરેરાશ માત્ર 5થી 8 ટકા જ રહ્યો છે. વિશ્વભરની સરકારો ભારે દેવામાં ડૂબી છે. અમેરિકાની સરકારનું દેવુ GDPની સરખામણીમાં 130 ટકા પર આવી ગયું છે.

ભારત સહિત ઘણા મોટો દેશોનો આંકડો 90 ટકાને સ્પર્શી રહ્યો છે જ્યારે 60 ટકા લક્ષ્મણ રેખા છે. વિશ્વમા 80 ટકા ઈન્ટરનેશનલ બિઝનેસ ડોલરમાં થાય છે. તે દેશોને મુશ્કેલી થશે જ્યાં ડોલર રિઝર્વ મુદ્રા છે. ડોલરનું મુલ્ય ઘટ્યું તો આ દેશો માટે માટે આયાત મોંઘી થશે. એટલે કે મંદી.

કયા દેશો આ મંદીમાંથી સરળતાથી બહાર આવી શકશે?
ઘરડી થતી વસ્તીના કારણે લેટિન અમેરિકા, યુરોપ, જાપાન અને ચીન માટે પરિસ્થિતિ વિકટ થશે. ભારત વિશ્વને મંદીમાંથી બહાર લાવવામાં મદદ કરશે કારણ વધતી વસ્તીના કારણે આર્થિક વિકાસ અહીંની સરખામણીએ વધુ થશે. બીજુ લોકો સોનાના શોખીન છે, જે મંદીમાં ઉપયોગી સાબિત થશે.

સોનામાં એવી કઈ ખાસ વાત છે?
ડોલરનું મુલ્ય ઘટે તો સોનુ વધે છે. 1971માં સોનુ કરન્સીમાંથી મુક્ત થયુ અને 1980 સુધી સોનાના ભાવ 2000 ટકા વધી ગયા. આ સોનાનું પ્રથમ બુલ માર્કેટ હતું. 1991થી 2011 સુધી ચાલેલા બીજા બુલ માર્કેટમાં સોનાના ભાવ 670 ટકા વધી ગયા. બંને વખત સોનુ સરેરાશ 15 ટકા વધ્યુ. ત્રીજુ બુલ માર્કેટ 2015માં શરૂ થયું છે. 2025 સુધીમાં સોનું 10 ગણુ તો વધશે જ.

આ મંદીનો અનુભવ ક્યારથી થવાનો શરૂ થશે?
જ્યારે શેરબજાર પડવા લાગે અને સોનુ વધવા લાગે ત્યારથી મંદીનો અનુભવ થવા લાગશે. રોજિંદા સામાનમાં મોંઘવારી લોકડાઉ પછી જોવા મળશે. જ્યારે ડિમાન્ડ મુજબ સપ્લાઈ મળશે નહિ. 2022 આવતા-આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થશે.

શું કોઈ અન્ય ઠોસ માપદંડ છે જેના કારણે સોનાની કિંમત વધી શકે છે?
બિલકુલ છે. વિશ્વમાં કુલ 34 હજાર મેટ્રિક ટનની આસપાસ સોનુ છે. જો વિશ્વના 75 ટકા GDP વાળા દેશોની કુલ મુદ્રાને જોડવામાં આવે અને 34000 મીટ્રિક ટનથી ભાગવામાં આવે તો સરળતાથી એક તોલા સોનાના ભાવ હાલના 1770 ડોલર પ્રતિ તોલાથી વધીને 15000-20000 ડોલરે પહોંચી શકે છે.

તો શું દરેક વ્યક્તિએ સોનું ખરીદવું જોઈએ?
હા ખરીદવું જોઈઅ અને ખરીદીને પોતાની પાસે રાખવું જોઈએ. જો સરકાર નબળી સાબિત થઈ તો તે લોકોનું સોનુ અધિગ્રહિત કરી શકે છે. જો લોકોને પોતાની સરકાર પર ભરોસો ન હોય તો તેમણે સોનુ લોકરમાં ન રાખતા, પોતાની પાસે રાખવું જોઈએ, જેથી ગમે ત્યારે ઉપયોગ કરી શકાય. જો સરકાર સમજદાર હશે તો લોકોને સોનુ ખરીદવા દેશે અને પોતે પણ તેનો સ્ટોક કરશે. ભારતમાં સરકાર લોકોનું સોનુ છીનવવાની કોશિશ તો ક્યારેય કરશે નહિ કારણ કે આવી સરકાર જતી રહે છે.

બિટકોઈન વિશે તમારો શું મત છે?
બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સીનું ચલણ વધી શકે છે. શકય છે કે કેન્દ્રીય બેન્ક ડિજિટલ કરન્સીના નામ પર ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરી દે. એવામાં ખતરો વ્યવસાયિક બેન્કો પર આવી જશે, કારણ કે તેમના અસતિત્વ પર સવાલ સર્જાશે. બિટકોઈન એક જુગાર છે, તેનાથી વધુ કઈ જ નથી. કેટલાક જુગાર લાંબા સમય સુધી ચાલે છે. કોઈ પણ મુદ્રાનો મુદ્રા બોન્ડ બને છે. બિટકોઈનનું બોન્ડ બજાર બની જશે, તે શકય છે.

અમેરિકામાં બેરોજગારી સહેલાઈથી ઘટશે નહીં?
કોરોનાકાળમાં 7 કરોડ નોકરીઓ એકલા અમેરિકામાં જ ગઈ છે, જોકે 10 ટકા લોકો પણ નોકરીમાં પરત ફર્યા નથી. અહીં સરકાર લોકોને એક વર્ષના 50,000 ડોલર સુધીની સહાયતા આપી રહી છે, જ્યારે તેઓની સરેરાશ આવક 28000 ડોલર હતી. ઘણા લોકો નોકરી શોધી રહ્યાં પણ નથી. આ બધાને ઉમેરવામાં આવે તો અમેરિકામાં બેરોજગારી 11 ટકાથી વધશે, જે 6.1 ટકા કહેવાઈ રહી છે.