તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • There Are Only 53 Women Living In The Village Of Umoja In Kenya, Now This Is The Reason Why Land Can Be Acquired In The Name Of Women

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:કેન્યાનાં ઉમોજા ગામમાં ફક્ત 53 મહિલાઓ જ રહે છે, હવે આ કારણે જ મહિલાઓના નામે જમીન થઈ શકશે

નૈરોબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આફ્રિકન દેશ કેન્યાની વસતી 5.49 કરોડ છે. તેમાં 49.9% પુરુષ અને 50.1% મહિલાઓ છે. તેમ છતાં દેશની 98% જમીન પુરુષોના નામે છે. પણ હવે જમીન પર મહિલાઓનો પણ અધિકાર રહેશે અને આ સંભવ થયું છે ઉમોજા ગામને કારણે. 30 વર્ષ પહેલાં બનેલા ગામમાં 53 મહિલાઓ અને 200 બાળકો રહે છે. અહીં પુરુષો પર પ્રતિબંધ છે. આ ગામની સ્થાપના થવાની કહાણી પીડાદાયક છે. ખરેખર ઉત્તર કેન્યામાં રહેતી જેન નોલમોંગનની સાથે 30 વર્ષ પહેલાં એક બ્રિટિશ સૈનિકે દુષ્કર્મ કર્યું તો તેના પતિએ તેને ઘરેથી કાઢી મૂકી. તે આશ્રયની શોધમાં 8 બાળકો સાથે એક એવા ગામમાં આવી ગઈ જ્યાં કોઈ પુરુષ નહોતો.

1990માં સાંબરુ મહિલાઓના આશ્રય તરીકે વસેલા ઉમોજા ગામમાં દુષ્કર્મ પીડિતાઓથી લઇને ઘરેથી કાઢી મુકાયેલી, બાળલગ્ન કે ખતનાથી ખુદને બચાવી નાસી જનાર મહિલાઓ અહીં આશ્રય મેળવે છે. આવી જ 15 મહિલાઓએ આ ગામની સ્થાપના કરી હતી. પછી આજીવિકા અને બાળકોનો ઉછેર કરવા માટે ખેતી શરૂ કરી. ત્રણ દાયકાથી ખેતી કરી રહેલી 52 વર્ષીય જેન કહે છે કે આ ગામ જ અમારો સહારો છે.

વહીવટી એકમના વડા હેનરી લેનાયાસા આ મહિલાઓમાં જમીનનો અધિકાર પ્રાપ્ત કરવાની પહેલને જાગૃકતાનું એક ઉદાહરણ ગણાવે છે. તે કહે છે કે કેન્યાનો કાયદો પહેલાથી જ દરેક નાગરિકને સંપત્તિનો સમાન અધિકાર આપે છે પણ પરંપરાગત રીતે તે ફક્ત દીકરાઓના નામે અપાય છે. પણ ઉમોજાની મહિલાઓ એ જમીન પર કાનૂની રૂપે અધિકાર મેળવી શકશે જેને તેમણે પોતાના અનેક વર્ષોની પોતાની બચત અને લોકોથી મળેલી દાનની રકમથી ખરીદી છે.

મહિલાઓએ જાતે ઘર અને સ્કૂલનું નિર્માણ કર્યું
સ્વાહિલી ભાષામાં ઉમોજાનો અર્થ ‘એકતા’ છે. આ ગામ રેબેકા નામની મહિલાએ વસાવ્યું હતું. તેના પર ખતનાનો વિરોધ કરવા બદલ પુરુષોએ જીવલેણ હુમલો કર્યો હતો. હવે અહીં ઘર, સ્કૂલથી લઈને ક્લિનિક પણ છે. જેનું નિર્માણ મહિલાઓએ જ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો