• Gujarati News
  • International
  • The Young Man Who Threw The Eggs Said This Country Was Built With The Blood Of Slaves; A Similar Incident Happened To Queen Elizabeth In 1986

કિંગ ચાર્લ્સ-III પર ઈંડાં ફેંકાયાં:ઈંડાં ફેંકનાર યુવકે કહ્યું- આ દેશ ગુલામોના લોહીથી બનાવાયો છે; 1986માં રાણી એલિઝાબેથ સાથે પણ આવી ઘટના બની હતી

યોર્કશાયર21 દિવસ પહેલા

બ્રિટનના કિંગ ચાર્લ્સ-III પર ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં. આ ઘટના ઉત્તર ઇંગ્લેન્ડના યોર્કશાયરમાં બની હતી. પોલીસે આ કૃત્ય કરનાર 23 વર્ષના યુવકની ધરપકડ કરી છે. કિંગ અને ક્વીન કોન્સોર્ટ કેમિલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બે દિવસની મુલાકાતે ઉત્તર ઇંગ્લેન્ડના યોર્કશાયર પહોંચ્યાં હતાં. અહીં વિરોધ કરી રહેલા એક યુવકે તેમના પર ઈંડાં ફેંક્યા હતા.

એક પોલીસ અધિકારીએ કહ્યું - રાજા અને રાણી મિકલગેટ બાર (યોર્કશાયરના પરંપરાગત શાહી પ્રવેશદ્વાર) પર લોકો સાથે વાત કરી રહ્યા હતા. લોકો રાજાને આવકારવા માટે 'ગોડ સેવ ધ કિંગ' ગાતા હતા ત્યારે એક વ્યક્તિએ નારા લગાવતાં તેમના પર ઈંડાં ફેંક્યા હતા. ઇંડાં ફેંકનાર યુવક બૂમો પાડી રહ્યો હતો - આ દેશ ગુલામોના લોહીથી બનેલો છે. અમે તે યુવકની ધરપકડ કરી છે.

યોર્કશાયરમાં લોકો સાથે મીટિંગ દરમિયાન કિંગ ચાર્લ્સ પર ઈંડાં ફેંકવામાં આવ્યાં. જોકે આ ઈંડાં તેમને વાગ્યાં નહોતાં. રાજાએ આ ઘટના પર વધુ ધ્યાન આપ્યું નહીં અને લોકોને મળવાનું ચાલુ રાખ્યું.
યોર્કશાયરમાં લોકો સાથે મીટિંગ દરમિયાન કિંગ ચાર્લ્સ પર ઈંડાં ફેંકવામાં આવ્યાં. જોકે આ ઈંડાં તેમને વાગ્યાં નહોતાં. રાજાએ આ ઘટના પર વધુ ધ્યાન આપ્યું નહીં અને લોકોને મળવાનું ચાલુ રાખ્યું.

ચાર્લ્સ રાજા બની શકે એ માટે ઘણા લોકોએ જીવ ગુમાવ્યાઃ આરોપી
પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ બાદ વ્યક્તિએ કહ્યું- હું ગુલામી, કોલોનિયલિઝ્મ અને સામ્રાજ્યવાદના પીડિતોની સાથે છું. આ ઇંડાં ન્યાયના માપદંડ તરીકે ફેંકવામાં આવ્યાં હતાં. આ ન્યાય તે લોકો માટે છે, જેમણે તે માણસ (કિંગ ચાર્લ્સ)ને રાજા બનાવવા માટે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ એવો ન્યાય છે, જે લોકો જોઈ શકે છે.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 23 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. આ શખસને હાથ-પગ બાંધીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 23 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. આ શખસને હાથ-પગ બાંધીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

પોલીસે હાથ-પગ બાંધીને આરોપીને ઝડપી લીધો હતો
ઘટનાસ્થળે હાજર એક મહિલાએ કહ્યું- અમે બધા રાજા અને રાણીની રાહ જોઈ રહ્યા હતા. બધા ખૂબ જ ઉત્સાહિત હતા. જેવા બંને મિકલગેટ બાર પાસે પહોંચ્યા કે તરત જ એક વ્યક્તિએ તેમના પર 5 ઈંડાં ફેંક્યાં. મેં પોલીસને એક માણસના હાથ-પગ બાંધીને લઈ જતા જોયા. જ્યાંથી ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં એ બાજુ કેટલાક લોકો બેનર લઈને ઊભા હતા. બેનર પર લખવામાં આવ્યું હતું - નોટ માય કિંગ એટલે મારો રાજા નથી.

ઘટના દરમિયાન ત્યાં હાજર લોકોએ ઈંડાં ફેંકનાર સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
ઘટના દરમિયાન ત્યાં હાજર લોકોએ ઈંડાં ફેંકનાર સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

કોણ છે આરોપી?
ડેઈલી મેલના રિપોર્ટ અનુસાર, ઈંડાં ફેંકનારી વ્યક્તિનું નામ પેટ્રિક થેલવેલ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની તેમની પ્રોફાઇલ અનુસાર, તે ડાબેરી કાર્યકર્તા છે અને સ્થાનિક ચૂંટણીમાં ગ્રીન પાર્ટીનો ઉમેદવાર રહી ચૂક્યા છે. પેટ્રિક યુનિવર્સિટી ઓફ યોર્ક ગાર્ડનિંગ સોસાયટીના પ્રમુખ પણ રહી ચૂક્યો છે. તેઓ બ્લોગ પર ક્લાઈમેટ ચેન્જ વિશે લખતા રહે છે.

પેટ્રિક થેલવેલની સોશિયલ મીડિયા પ્રોફાઇલ અનુસાર, તે ઇન્ટરડિસિપ્લિનરી ગ્લોબલ ડેવલપમેન્ટમાં પીએચડી કરવાની તૈયારી કરી રહ્યો છે.
પેટ્રિક થેલવેલની સોશિયલ મીડિયા પ્રોફાઇલ અનુસાર, તે ઇન્ટરડિસિપ્લિનરી ગ્લોબલ ડેવલપમેન્ટમાં પીએચડી કરવાની તૈયારી કરી રહ્યો છે.

સ્વર્ગથ મહારાણી એલિઝાબેથના સ્ટેચ્યૂનું લોકાર્પણ કર્યું
કિંગ ચાર્લ્સ એક સેરેમનીમાં ભાગ લેવા માટે યોર્કશાયર પહોંચ્યા હતા. આ દરમિયાન સ્વર્ગસ્થ મહારાણી એલિઝાબેથના સ્ટેચ્યૂનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમારોહ છેલ્લે 2012માં રાણી એલિઝાબેથની હાજરીમાં યોજાયો હતો.

કિંગ ચાર્લ્સે તેની માતા રાણી એલિઝાબેથના અવસાન બાદ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
કિંગ ચાર્લ્સે તેની માતા રાણી એલિઝાબેથના અવસાન બાદ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

રાણી એલિઝાબેથ પર પણ ઈંડાં ફેંકવામાં આવ્યાં છે
આ પહેલીવાર નથી, જ્યારે રાજવી પરિવારના કોઈ સભ્ય પર ઈંડાં ફેંકવામાં આવ્યાં હોય. 1986માં રાણી એલિઝાબેથ પર પણ ઇંડાં ફેંકવામાં આવ્યાં હતાં. તે પતિ પ્રિન્સ ફિલિપ સાથે ન્યૂઝીલેન્ડ ટૂર પર ગયા હતા. એ દરમિયાન બંને ખુલ્લી કારમાં લોકો વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મહિલાઓએ તેમના પર ઈંડાં ફેંક્યા હતા. પોલીસે બંને મહિલાની ધરપકડ કરી હતી.

પિન્ક કલરના ડ્રેસમાં ક્વીન એલિઝાબેથ ઓકલેન્ડના પ્રવાસે હતાં, ત્યારે બે મહિલાએ તેમના પર ઈંડાં ફેક્યાં હતાં.
પિન્ક કલરના ડ્રેસમાં ક્વીન એલિઝાબેથ ઓકલેન્ડના પ્રવાસે હતાં, ત્યારે બે મહિલાએ તેમના પર ઈંડાં ફેક્યાં હતાં.

કિંગ ચાર્લ્સને 2001માં એક છોકરીએ થપ્પડ મારી હતી
2001માં પ્રિન્સ ચાર્લ્સ લાતવિયાના પ્રવાસે હતા. એ દરમિયાન એક 16 વર્ષની છોકરીએ તેને થપ્પડ મારી હતી. છોકરી છતાં તેના હાથમાં એક ફૂલ હતું, જેનાથી તેણે પ્રિન્સ ચાર્લ્સને થપ્પડ મારી હતી. આટલું જ નહીં, યુવતીએ બ્રિટનને દુનિયાનો દુશ્મન પણ કહી દીધું હતું. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે અફઘાનિસ્તાનમાં યુદ્ધના વિરોધમાં પ્રિન્સ ચાર્લ્સને થપ્પડ મારી હતી.

16 વર્ષની એલિના લેબેદીવેરને 15 વર્ષની જેલ કરવામાં આવી હતી, પરંતુ પ્રિન્સ ચાર્લ્સે દરમિયાનગીરી કરતાં તેની સજા ઓછી કરવામાં આવી હતી.
16 વર્ષની એલિના લેબેદીવેરને 15 વર્ષની જેલ કરવામાં આવી હતી, પરંતુ પ્રિન્સ ચાર્લ્સે દરમિયાનગીરી કરતાં તેની સજા ઓછી કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...