ભાસ્કર ખાસ:દુનિયાની સૌથી અઘરી એન્ટ્રન્સ એક્ઝામ સુનેયુંગ 9 કલાક ચાલે છે, તેનાથી યુવાનોમાં તણાવ, આત્મહત્યા વધ્યાં

સિઓલ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ. કોરિયામાં વર્ષે 5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે

દક્ષિણ કોરિયાના સિઓલ નજીક આવેલા જોગયેશા મઠમાં નવેમ્બરમાં વાલીઓની લાંબી કતારો લાગે છે કારણ કે, તમામ લોકો પોતાના સંતાનો માટે પ્રાર્થના કરવા આવે છે. આ સમય દરમિયાન તેમના બાળકો દુનિયાની સૌથી અઘરી યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરે છે. નવેમ્બરના બીજા સપ્તાહમાં આયોજિત સુનેયુંગ નામની આ પરીક્ષા નવ કલાક ચાલે છે, જેમાં પાંચ લાખથી વધુ બાળકો બેસે છે.

દ. કોરિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છુક દરેક યુવાનનું સપનું હોય છે કે, તે આ એક્ઝામ પાસ કરે. આખો દેશ આ પરીક્ષાની રાહ જુએ છે. તે પાસ કરવાનો અર્થ છે, સારું ભવિષ્ય અને સારી છોકરીની ગેરંટી. જોકે, આ અઘરી પરીક્ષાને લઈને હવે દ. કોરિયામાં સમાજશાસ્ત્રીઓએ સવાલ ઉઠાવ્યા છે. અહીંના વાલીઓનું કહેવું છે કે, આ પરીક્ષા સરળ કરવી જોઈએ.

આ પરીક્ષાથી યુવાનોમાં તણાવ અને આત્મહત્યાના કેસ વધ્યા છે. વિકસિત દેશોમાં સ્થાન ધરાવતા દ. કોરિયામાં આત્મહત્યાનો દર સૌથી ઊંચો છે. 24 વર્ષ સુધી યુવાનોમાં આત્મહત્યાનો દર છેલ્લા પાંચ વર્ષમાં 10% વધ્યો છે. સુનેયુંગમાં પાસ નહીં થવાના કારણે પણ અનેક યુવાન આત્મહત્યા કરી રહ્યા છે. આ સાથે તેમના માનસિક આરોગ્ય પર પણ અસર પડી રહી છે.

ટ્રેન-ફ્લાઈટ રિશિડ્યુઅલ, વિદ્યાર્થી મોડા ના પડે એ માટે પોલીસ વાહનો
આ પરીક્ષામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ મોડા ના પડે માટે સિઓલમાં ટ્રાફિક, ટ્રેન, ફ્લાઈટને રિશિડ્યુલ કરાય છે. સરકારી ઓફિસો, બેંક અને સ્ટોક માર્કેટ પણ એક કલાક મોડા ખૂલે છે. પરીક્ષા સવારે 8:45 વાગે શરૂ થાય છે. જે વિદ્યાર્થીઓ મોડા પડવાની આશંકા હોય તેમના માટે પોલીસ કાર અને બાઈક પણ હોય છે. આ વાહનોમાં બેસીને તેઓ યુનિવર્સિટી પહોંચી શકે છે. નેશનલ પોલીસ એજન્સીનું કહેવું છે કે, અમે યુવાનો અને દેશના સારા ભવિષ્ય માટે આ રીતે મદદ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...