તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:દુનિયાની સિરમ પાસે અપેક્ષા, 2022માં નાક વડે એક ડોઝમાં લઇ શકાય તેવી વેક્સિન પણ બનાવશે

ન્યુયોર્ક6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દુનિયાને કોરોના વેક્સિનની અડધી સપ્લાય ભારતીય કંપની કરશે

5 માર્ચ, 2020ના રોજ મુંબઈમાં ઘોડદોડની સિઝનની સમાપ્તિ પૂનાવાલા બ્રીડર્સની સફળતા સાથે થઈ. રેસકોર્સની સફળતા વચ્ચે અદાર પૂનાવાલા અને તેમનાં પત્ની નતાશાની ફિલ્મસ્ટારો જેવી જીવનશૈલીનાં સમાચાર પણ બહાર આવ્યા હતા. નતાશાને એલી મેગેઝિને ‘ઈન્ડિયાઝ ફર્સ્ટ લેડી ઓફ ફેબુલનેસ’ જણાવી હતી. જોકે, દવા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં પૂનાવાલા દંપતીના મુખ્ય કામ તરફ બહુ ઓછું ધ્યાન ગયું હતું. એક વર્ષ પછી માલિકોના બદલે તેમની દવા કંપની દુનિયાભરમાં ચર્ચામાં છે. યુરોપમાં વેક્સિન ઉત્પાદનમાં મોટી સમસ્યા પેદા થઈ છે. અમેરિકામાં વિતરણની સમસ્યા છે. દરેક જગ્યાએ વેક્સિન માટે અફરા-તફરી જામેલી છે. આ સ્થિતિમાં ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટે દુનિયા માટે આશાઓ ટકાવી રાખી છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટે ઉત્પાદન વધારીને કોઈ પણ વિવાદ વગર દરેક જગ્યાએ સપ્લાય શરૂ કરી દીધી છે. પૂનાવાલા કહે છ ેકે, આ વર્ષના અંત સુધી કંપની કોરોના વાઈરસના દોઢ અબજ ડોઝ બનાવી લેશે. તેઓ હાલ ઓરી-અછબડા, ટીબીથી માંડીને બીજી બીમારીઓના એક અબજ 30 કરોડથી દોઢ અબજ જેટલી રસી બનાવે છે. ગયા વર્ષ સુધી છ હજાર કર્મચારીઓ અને 5 હજાર 348 કરોડ વાર્ષિક આવકની અપેક્ષાએ નાની કંપની કોરોના વાઈરસ વિરુદ્ધ વૈશ્વિક સંઘર્ષના મિશનમાં મહત્ત્વની બની ગઈ છે. પૂનાવાલાની યોજનાઓ મહત્ત્વાકાંક્ષી છે. તેઓ ઓક્સફોર્ડ વેક્સિનના માસિક ઉત્પાદનને વર્તમાન 6-7 કરોડથી વધારીને એપ્રિલ સુધી 10 કરોડ કરવા માગે છે. આ મહિને કંપની અમેરિકાની કંપનીની નોવાવેક્સની વેક્સિનના 4-5 કરોડ ડોઝ બનાવવાનું શરૂ કરી દેશે. ત્યાર પછી સીરમ ઈન્સ્ટિટ્યૂટ બ્રિટિશ કંપની સ્પાઈબાયોટેકની વેક્સિન બનાવશે. તે 2022માં નાકથી માત્ર એક ડોઝમાં લઈ શકાતી અમેરિકન કંપની કોડાજેનિક્સની વેક્સિન પણ બનાવશે.

પૂનાવાલાનું અનુમાન છે કે, વસંત ઋતુ સુધી હરિફ કંપનીઓની નવી ક્ષમતા આવતા પહેલા કંપની દુનિયાની જરૂરિયાતની 40-50 ટકા સપ્લાય પૂરી કરી ચુકી હશે. 1960ના દાયકામાં સ્થાપિત સીરમ ઈન્સ્ટીટ્યુટે વર્ષો સુધી ટ્રાયલની પરંપરાગત પ્રક્રિયાથી અલગ જોખમ લેવાનો માર્ગ પસંદ કર્યો હતો. કંપની રિસર્ચ, ઉત્પાદન અને વિતરણની ક્ષમતામાં રોકાણ કરે છે. ગયા વર્ષે માત્ર ટૂંકી ચર્ચા પછી પિતા-પુત્રએ ટ્રાયલ પહેલા જ ઓક્સફોર્ડ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

સીરમે ટ્રાયલથી પહેલા કર્યું કરોડો રૂપિયાનું રોકાણ
કંપનીએ ટ્રાયલથી પહેલા જ ઓક્સફોર્ડની વેક્સિન માટે 582 કરોડનું રોકાણ કર્યું હતું. ગયા વર્ષે તેના કુલ ખર્ચ રૂ.335 કરોડના હિસાબે આ રકમ મોટી છે. પછી સીરમને બિલ-મિલિન્ડા ગેસ્ટ ફાઉન્ડેશન પાસેથી રૂ.2158 કરોડ અને બાંગ્લાદેશ, મોરોક્કો સહિત કેટલીક સરકારો પાસેથી એડવાન્સ તરીકે રૂ.1675 કરોડ મળ્યા હતા. કંપનીએ પોતે પણ રૂ.1966 કરોડનું વધારાનું રોકાણ કર્યું છે.

લાંબા સમય સુધી ચાલશે વાઈરસ સંકટ: અદાર પૂનાવાલા
પૂનાવાલા વિચારે છે, વર્તમાન ગતિથી વિશ્વની કોવિડ-19 વેક્સિનની માગ પૂરી કરવામાં બે વર્ષ લાગશે. તેઓ કહે છે કે, જો દેશોની નિયામક એજન્સીઓ વચ્ચે વધુ તાલમેલ હોત તો તેનાથી ઓછો સમય લાગતો. તેમણે કહ્યું કે, વાઈરસ સંકટ લાંબા સમય સુધી ચાલશે અને ભવિષ્યમાં વેક્સિનની માગ રહેશે. પૂનાવાલાનું કહેવું છે કે, દુનિયાના અનેક ભાગમાં કોવિડ-19નો પ્રકોપ રહેશે.

મેલેરિયાની વેક્સિન બનાવવા માટે સીરમનું ઓક્સફોર્ડ અને નોવાવેક્સ સાથે ગઠબંધન છે. સપ્લાયરો સાથે સંબંધને કારણે ગ્લાસ વાયલ અને જૈવિક સામગ્રી બનાવવાના ખર્ચાળ બાયોરિએક્ટર જેવા દરેક સંસાધન તેને સરળતાથી મળી ગયા.

અન્ય સમાચારો પણ છે...