તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The World's Leading Scientists Say The Theory That A Virus Leaked From A Lab Should Be Taken Seriously, It Cannot Be Denied Right Now.

કોરોનાવાયરસ શું ચીને બનાવ્યો:દુનિયાના મોટા વૈજ્ઞાનિકોએ કહ્યું- લેબમાંથી વાયરસ લીક થયાની થિયરીને ગંભીરતાથી લેવી જોઈએ, એને હમણાં નકારી શકાય એમ નહીં

લંડન3 મહિનો પહેલા
  • વૈજ્ઞાનિકોએ કહ્યું- વાયરસનું લેબમાંથી બહાર નીકળવાની થિયરીને નકારી શકાતી નથી
  • મહામારીની શરૂઆતમાં ચીનના ડોકટરો, વૈજ્ઞાનિકો, પત્રકારોએ જ વાયરસ વિશેની મહત્ત્વપૂર્ણ જાણકારી દુનિયાને જણાવી હતી

2019માં ચીનમાં શરૂ થયેલી કોરોના મહામારી વિશ્વભરમાં કહેર મચાવી રહી છે. આ વાયરસની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે, એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં એ એક રહસ્ય જ રહ્યું છે. આ બાબતે દુનિયાના ટોપ વૈજ્ઞાનિકોના એક ગ્રુપનું કહેવું છે કે કોરોનાવાયરસ શરૂઆત કોઈ લેબમાંથી થનારી થિયરીને ત્યાં સુધી ગંભીરતાથી લેવી જોઈએ, જ્યાં સુધી એ ખોટી સાબિત ન થાય.

હજી વધુ તપાસની જરૂર છે
ચીનના વુહાન શહેરથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોનાએ અત્યારસુધીમાં 33 લાખથી વધુ લોકોના જીવ લીધા છે, જ્યારે કરોડો લોકો એની ઝપેટમાં આવી ચૂક્યા છે. વિશ્વના ટોપ વૈજ્ઞાનિકોની ટીમમાં કુલ 18 લોકો સામેલ છે, જેમણે વાયરસ વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી મેળવી છે.

આ ટીમમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના ક્લિનિકલ માઇક્રોબાયોલોજિસ્ટ રવીન્દ્ર ગુપ્તા, ફ્રેડ હચિંસન કેન્સર રિસર્ચ સેન્ટરમાં વાયરસના ઇવોલ્યુશનનો અભ્યાસ કરનાર જેસી બ્લૂમ પણ સામેલ છે. તેમનું કહેવું છે કે મહામારીની ઉત્પત્તિ મુદ્દે અંતિમ નિર્ણય પર પહોંચવા માટે હજી વધુ તપાસની જરૂર છે.

WHOએ ઘણાં પરિબળો પર ધ્યાન આપ્યું નથી
સ્ટેનફોર્ડના માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડેવિડ રેલમેન સહિતના વૈજ્ઞાનિકોએ સાયન્સ જર્નલમાં જણાવ્યું હતું કે વાયરસનું કોઈ લેબ અને જિનેટિક સ્પીલઓવર બંનેમાંથી બહાર નીકળવાની થિયરીને નકારી શકાતી નથી. તેમણે કહ્યું હતું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વાયરસની ઉત્પત્તિ સંબંધિત તપાસમાં એ વાત પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું નથી કે વાયરસ લેબમાંથી પણ બહાર આવી શકે છે.

4 અઠવાડિયાં સુધી ચીનમાં રહી હતી WHOની ટીમ
આ પહેલાં ચીની વૈજ્ઞાનિકો સાથે સંયુક્ત રીતે લખેલી WHOની ટીમે કહ્યું હતું કે શક્યતા છે કે વાયરસ ચામાચીડિયામાંથી કોઈ બીજા પ્રાણી દ્વારા માણસોમાં આવી શક્યો હોય. જોકે લેબમાંથી બહાર આવે એ થિયરીની સંભાવના નથી. WHOની ટીમે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વુહાન અને તેની આસપાસના વિસ્તારોમાં 4 અઠવાડિયાં સુધી તપાસ હાથ ધરી હતી.

એશિયન દેશોનો વિરોધ દુર્ભાગ્યપૂર્ણ
ટોપ વૈજ્ઞાનિકોની ટીમે કહ્યું હતું કે અમને પૂરતા ડેટા મળે નહીં ત્યાં સુધી પ્રાકૃતિક અને લેબ બંનેમાંથી બહાર આવવાની થિયરીને ગંભીરતાથી લેવી જોઈએ. કેટલાક દેશોમાં એશિયન દેશો સામે વિરોધની લાગણી જોવા મળી રહી છે. આ એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે એ પણ નોંધવું જોઇએ કે મહામારીની શરૂઆતમાં ચીનના ડોકટરો, વૈજ્ઞાનિકો, પત્રકારો અને નાગરિકો જ હતા, જેમણે વાયરસ વિશે મહત્ત્વપૂર્ણ જાણકારી દુનિયા સાથે શેર કરી હતી અને એ પણ મોટી વ્યક્તિગત કિંમત પર.