તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ છે દુનિયાનું સૌથી મોટું લવન્ડર ફાર્મ. ઓસ્ટ્રેલિયાના દક્ષિણ રાજ્ય તસ્માનિયાસ્થિત આ બ્રાઈડસ્ટો લવન્ડર ફાર્મ ભારતીય પર્યટકોની રાહ જોઈ રહ્યું છે. ખરેખર 45 હજાર હેક્ટરમાં ફેલાયેલા આ ફાર્મમાં લવન્ડરના 6 લાખ 66 હજાર છોડવા છે. આ ફૂલોની લાઈનની લંબાઈ મપાય તો તે 200 કિ.મી.માં ફેલાયેલી છે. આ ફાર્મમાં ઊગતા લવન્ડરનો ફ્રેન્ચ વેરાયટીના પરફ્યૂમ અને ખાદ્ય પદાર્થોમાં ઉપયોગ થાય છે. ફાર્મના માલિક રોબર્ટ રેવન કહે છે કે સૌથી ઉત્સાહજનક રિસ્પોન્સ ભારતીય પર્યટકો તરફથી જ મળ્યો છે. તમિલ ફિલ્મ બૉઈઝના ગીત અલે અલેનું શૂટિંગ આ ફાર્મમાં થયું હતું. તેના પછી ભારતીય પર્યટકો તેની તરફ વધુ આકર્ષાયા હતા.
કોરોનાની અસર - કોરોનાની અસર આ ફાર્મ પર પણ થઈ છે. પહેલાં દર વર્ષે સરેરાશ 85,000 પર્યટકો આવતા હતા. હાલ વિદેશીઓ માટે બોર્ડર બંધ હોવાથી આ સંખ્યા અડધીથી પણ ઓછી થઈ ચૂકી છે. બિઝનેસ ઓછો થવાથી કર્મચારીઓની સંખ્યા પણ 75થી ઘટી 25 થઈ ચૂકી છે.
1921માં વસાવાયું - આ ફાર્મ લંડનના પરફ્યૂમના વેપારી સી.કે.ડેનીએ 1921માં વસાવ્યું હતું. તે પોતાની સાથે ફ્રાન્સના દક્ષિણ વિસ્તારમાંથી લવન્ડરની ખાસ પ્રજાતિનાં બી લાવ્યાં હતાં. તેનાથી જ દુનિયાના સૌથી મોટા લવન્ડર ફૂલોના બગીચાની શરૂઆત થઇ હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.