તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી ગુફા:દુનિયાની સૌથી મોટી ગુફા 326 દિવસ પછી ખૂલી, અહીં તળાવ, નદીઓ અને જંગલ પણ છે

હનોઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક

દુનિયાની સૌથી મોટી ગુફા 326 દિવસ પછી પર્યટકો માટે ખોલી દેવાઈ છે. સાન ડોંગ નામની આ ગુફા વિયેતનામમાં ક્વાંગ વિન્હ પ્રાંતના નેશનલ પાર્કમાં આવેલી છે. આ વૈશ્વિક મહામારીને કારણે માર્ચ 2020થી બંધ હતી. આ ગુફા 9 કિ.મી. લાંબી, 200 મીટર પહોળી અને 150 મીટર ઊંચી છે. દાવો કરાયો છે કે તેની અંદર ન્યુયોર્ક જેવી 40 ઈમારતો બની શકે છે. તેને વિયેતનામની ગ્રેટ વૉલ પણ કહેવાય છે. ખાસ વાત એ છે કે તેની અંદર નાની નાની 150 ગુફાઓ છે. તે ઉપરાંત વાદળ, તળાવ, નદીઓ અને જંગલો પણ છે. યુનેસ્કોએ જણાવ્યું કે આ ગુફા 50 લાખ વર્ષ જૂની છે. તેને પર્યટકો માટે 2013માં પહેલીવાર ખોલાઈ હતી. ત્યારે આશરે 250 પર્યકટોને જ ત્યાં જવાની મંજૂરી મળી હતી. આ ગુફા 1991માં સ્થાનિક વનવાસી હો ખાને શોધી હતી.

2009માં બ્રિટિશ સંશોધકોએ આ ગુફા પર રિસર્ચ કર્યુ અને તેને દુનિયામાં ઓળખ અપાવી. તેના પછી યુનેસ્કોએ આ પ્રાકૃતિક ગુફાને તેની યાદીમાં સામેલ કરી. હવે આ ગુફા દુનિયાભરના પર્યટકોને આકર્ષિત કરવા લાગી છે. દર વર્ષે અહીં હજારો લોકો પહોંચે છે.

ગુફા ખૂલ્યા પછી અહીં ટુરિસ્ટ પણ પહોંચવા લાગ્યા છે. ગુફામાં જતા પહેલાં પર્યટકોને ટ્રેનિંગ અપાય છે. તેમને 10 કિ.મી ચાલવાનું અને 6 વખત રૉક ક્લાઈમ્બિંગ કરવાનું રહેશે. આ લોકો ગુફામાં ચાર દિવસ અને ત્રણ રાત્રિ સુધી રોકાણ કરશે. આ દરમિયાન પર્યટકોને યોગા અને મેડિટેશન પણ કરાવાશે. ગાઈડ અનુસાર એક ટુરિસ્ટની ટિકિટ આશરે બે લાખ રૂપિયાની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો