• Gujarati News
  • International
  • The World's Largest Blood Test Trial On 1.4 Million People In Britain Will Be Able To Identify 50 Types Of Cancer

બ્લડ ટેસ્ટ ટ્રાયલ:બ્રિટનમાં 1.4 લાખ લોકો પર વિશ્વની સૌથી મોટી બ્લડ ટેસ્ટ ટ્રાયલ, 50 પ્રકારના કેન્સરને ઓળખી શકશે

લંડનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્સરના કેસથી પરેશાન બ્રિટને પહેલ કરી, 2023 સુધી પરિણામ આવવાની આશા

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ દુનિયાની સૌથી મોટી બ્લડ ટેસ્ટ ટ્રાયલ કરી રહી છે. આ ટ્રાયલમાં 1.4 લાખ વોલેન્ટિયર્સને સામેલ કરાયા છે. આ ટ્રાયલ દેશમાં 8 જગ્યાએ કરાઈ રહી છે. આશા છે કે તે સફળ રહેશે તો તેનાથી લક્ષણવાળા લોકોમાં 50 પ્રકારના કેન્સરને શરૂઆતમાં જ ઓળખી શકાશે. આ ટ્રાયલના પરિણામ 2023 સુધી આવી શકે છે. ટ્રાયલ આશા પર ખરી ઉતરશે તો 2024 અને 2025માં 10 લાખ લોકો ટેસ્ટ થશે.

શું છે ગેલેરી ટેસ્ટ : એનએચએસ આ ટ્રાયલ ગ્રેલ ઈંક કંપની સાથે ગેલરી બ્લડ ટેસ્ટ સાથે કરી રહી છે. ગેલરી બ્લડ ટેસ્ટ દર્દીના લોહીમાં ડીએનએને જોવા માટે કરાય છે. તેનાથી એ ખબર પડે છે કે શું તેના શરીરમાં કોઈ કેન્સરના કોષ છે કે નહીં. કેન્સરની શરૂઆતના તબક્કામાં સારવાર કરવાથી બચવાની સંભાવના વધી જાય છે.

અમેરિકા મોટાપાયે ટ્રાયલમાં એ જોવા માગે છે કે રેન્ડમ નિયંત્રણ પરીક્ષણના હિસ્સા તરીકે ટેસ્ટે કેટલી સારી તે કામ કર્યું છે. અડધા પ્રતિભાગીઓના ગેલરી ટેસ્ટ સાથે તાત્કાલિક તેમના લોહીના નમૂનાની તપાસ કરાશે. કિંગ્સ કોલેજ લંડનમાં કેન્સર નિવારણના પ્રોફેસર પીટર સસિએનીએ કહ્યું કે આપણે એ શોધી કાઢવા માટે ગેલરી ટેસ્ટનો સાવચેતીપૂર્વક અભ્યાસ કરવો પડશે.

યુકેમાં દરરોજ કેન્સરના 1000 કેસ સામે આવે છે
યુકેમાં વાર્ષિક 3.6 લાખ કેન્સરના કેસ સામે આવે છે. કેન્સરથી થનારા મૃત્યુનું સૌથી સામાન્ય કારણ ફેફસાંનું કેન્સર છે. આ આ રોગનો લગભગ પાંચમો હિસ્સો છે. એનએચએસનું કહેવું છે કે યુકેમાં કેન્સરથી થનારા મૃત્યુમાં ફેફસાં, આંતરડા અને પ્રોસ્ટેટ થતા સ્તર કેન્સરનો 45 ટકા હિસ્સો છે. બીજી બાજુ અમેરિકામાં 50થી વધુ વયના લોકોને કેન્સરનો સૌથી વધુ ખતરો રહે છે. આ વર્ગને કહેવાયું છે કેતે નિયમિત રીતે તેમની તપાસ કરાવતા રહે.

અન્ય સમાચારો પણ છે...