તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્યાવરણ પ્રેમીઓને ભેટ:ઈંગ્લેન્ડના જંગલમાં દુનિયાનું પ્રથમ ઓપન થિયેટર તૈયાર થઈ રહ્યું છે

સાઉથવૉલ્ડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈંગ્લેન્ડના સાઉથવૉલ્ડનાં જંગલોમાં દુનિયાનું પ્રથમ ઓપન થિયેટર તૈયાર થઈ રહ્યું છે જે ચાલુ મહિનાના અંત સુધી બની જશે. સંપૂર્ણપણે લાકડામાંથી બનેલા આ થિયેટરમાં 350 દર્શકોની ક્ષમતા રહેશે. અહીં દિવસે વૃક્ષોનો છાંયડો અને રાત્રે ખુલ્લા આકાશ નીચે કાર્યક્રમો નિહાળી શકાશે. ખાસ કરીને પર્યાવરણપ્રેમીઓ માટે આ થિયેટર તૈયાર થઈ રહ્યું છે. અહીં થિયેટર આર્ટિસ્ટ અભિનય કરશે. સમયાંતરે પર્યાવરણ માટે વૃક્ષોના મહત્ત્વને પણ સમજાવશે. તેને બનાવનારા ચાર્લોટ બોન્ડે કહ્યું કે થિયેટરનું નામ ‘ધ થોરિંગટન થિયેટર’ રખાયું છે. અહીં ડ્રામા અને મ્યુઝિકલ કોન્સર્ટ કરાશે. ચાર્લોટ અનુસાર આ થિયેટર બનાવવા માટે તેમણે કોઈ વૃક્ષને નુકસાન પહોંચાડ્યું નથી.

બીજા વિશ્વયુદ્ધ વખતે અહીં બોમ્બમારો થયો હતો : ચાર્લોટ બોન્ડે કહ્યું કે જ્યાં થિયેટર બનાવાઈ રહ્યું છે ત્યાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બે બોમ્બ ઝિંકાયા હતા. આ કારણે અહીં ખાડો પડી ગયો હતો. અહીં વધારે વૃક્ષો ન હોવાને લીધે જગ્યા મળી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો