અનેક ભારતીય જિદ્દાહથી મેડ્રિડની વચ્ચે ગુરુવારે એ ઐતિહાસિક ઉડાનનો હિસ્સો બન્યા, જે જળવાયુ પરિવર્તન રોકવાને લઈ દુનિયાની પહેલી ગ્રીન ફ્લાઇટના રૂપમાં નોંધવામાં આવી. આ ઉડાન માટે દરેક સ્તરે વિમાનની કાર્બન ફુટ પ્રિન્ટ ઓછી કરવાની વ્યવસ્થા કરવામાં આવી. તેમાં મુસાફરોના બેગેજથી લઈ તેમના ખાવા-પીવાની પહેલાથી સચોટ માહિતી નોંધવામાં આવી.
આ રીતે એક જ ઉડાનથી 8થી 10 હજાર કિલો કાર્બનનું ઉત્સર્જન રોકવાની વ્યવસ્થા કરવામાં આવી. બદલામાં મુસાફરોને જળવાયુ પરિવર્તનના ખતરાથી બચાવવા માટે ગ્રીન પોઇન્ટ્સ આપવામાં આવ્યા, જેને મુસાફરો આગામી ઉડાનોમાં રિડીમ કરી શકશે. દરેક મુસાફરને વિમાનમાં 23-23 કિલોની બે બેગ લઈ જવાની મંજૂરી હતી.
મુસાફરો પાસેથી પહેલા જ પૂછી લેવામાં આવ્યું કે કેટલા કિલો સામા લઈને આવશે. જો કોઈ મુસાફર 7 કિલો ઓછું વજન લઈને આવે તો તેને 700 ગ્રીન પોઇન્ટ્સ આપવામાં આવ્યા. 10 કલાકની ઉડાનમાં 7 કિલો વજન ઓછું હોવાથી 36 કિલો કાર્બન ડાયોક્સાઇડ ઓછું નીકળે છે. જો 200 મુસાફરોએ પોતાનું આટલું જ વજન ઓછું કર્યું છે તો એક જ ઉડાનથી 7200 કિલો કાર્બન ઓક્સાઇડ બનવાથી અટકી ગયું.
ભોજનમાં શાકાહારી-ઓર્ગેનિક વિકલ્પ પસંદ કરવા પર વધુ ગ્રીન પોઇન્ટ્સ આપવામાં આવ્યા, જ્યારે માંસાહારી મુસાફરોને ઓછા ગ્રીન પોઇન્ટ્સ મળ્યા. ભારતીય મુસાફરો અલકાએ જણાવ્યું કે તેમણે શાકાહારી ભોજન, ઓછા બેગેજથી 900 ગ્રીન પોઇન્ટ્સ મેળવ્યા છે. સ્કાઇ ટીમે સસ્ટેનેબલ ફ્લાઇટ ચેલેન્જના સહયોગથી ગ્રીન ફ્લાઇટમાં હિસ્સેદારી કરવાનું બીડું ઝડપ્યું છે.
2019ના વર્ષ દરમિયાન ઉડાનોથી 91.5 કરોડ ટન કાર્બન ફેલાયો
6 કલાકની એક ઉડાનથી એક ઘરને આખું વર્ષ ગરમ રાખવા બરાબર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. દુનિયાભરમાં 2019માં ઉડાનોથી 91.5 કરોડ ટન કાર્બન ઉત્સર્જન થયું, જ્યારે માનવીય ગતિવિધિથી એક વર્ષમાં 43 અબજ ટન કાર્બન ઉત્સર્જન થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.