અંતિમ સફર:દુનિયાની પ્રથમ તરતી હોટેલ હવે ઉત્તર કોરિયામાં લાવારિસ હાલતમાં, સમુદ્રના મોજામાં ડગમગી જતી હતી એટલા માટે ફ્લોપ થઈ

સિડની14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સમુદ્રમાં તરતી પ્રથમ ફાઈવ સ્ટાર હોટેલ ફોર સિઝન્સ રીફ રિસોર્ટ - Divya Bhaskar
સમુદ્રમાં તરતી પ્રથમ ફાઈવ સ્ટાર હોટેલ ફોર સિઝન્સ રીફ રિસોર્ટ

ઓસ્ટ્રેલિયામાં 33 વર્ષ પહેલા સમુદ્રમાં તરતી પ્રથમ ફાઈવ સ્ટાર હોટેલ ફોર સિઝન્સ રીફ રિસોર્ટ બનાવાઈ હતી. ઈટાલીના ઉદ્યમી ડોંગ ટારકાએ આ હોટેલની પરિકલ્પના કરી હતી. આજના ભાવ અનુસાર આ હોટેલના નિર્માણ પર લગભગ 753 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. હોટેલમાં 176 રૂમ હતા અને તેમાં 350 મહેમાન રહી શકતા હતા. હોટેલમાં ટેનિસ કોર્ટ પણ હતું.

ટારકાનું માનવું હતું કે ઓસ્ટ્રેલિયાના બેરિયર રીફને જોવા આવનારા લોકો તેમાં રહેવા આવશે પણ આ હોટેલ અમુક જ વર્ષ ચાલી શકી. તેનું મોટું કારણ એ હતું કે આ હોટેલ સમુદ્રના મોજાને સહન ના કરી શકી. લહેરોને કારણે તે ડગમગી જતી હતી. તેના મહેમાનોને સીસિકનેક બીમારી થવા લાગી. હવે આ હોટેલ ઓસ્ટ્રેલિયાથી ‌10 હજાર માઈલ દૂર ઉ.કોરિયામાં લાવારિસ સ્થિતિમાં પડી છે.

ઉ.કોરિયા પણ ચલાવી ના શક્યું
આ હોટેલને 1998માં ઉ.કોરિયાએ ખરીદી લીધી હતી. તેને માઉન્ટ કુમગેંગ નજીક સમુદ્રમાં ઊભી કરવાની હતી. તેમ છતાં વિદેશી પર્યટકો ઉ.કોરિયામાં ન આવ્યા. તેના પછી એક દ.કોરિયાઈ કંપનીએ તેને ખરીદી પણ આ તરતી હોટેલમાં મર્ડરની એક ઘટના બાદ તે કાયમી રૂપે બંધ કરી દેવાઈ.

અન્ય સમાચારો પણ છે...