• Gujarati News
  • International
  • The World Recorded 2.7 Million New Cases In 24 Hours, With The United States Having The Highest Number Of 8.49 Million New Infections

કોરોના દુનિયામાં LIVE:અમેરિકામાં ઈમર્જન્સી સેવાઓમાં સ્ટાફની અછત; પોલીસ, નર્સિંગ સ્ટાફ, બસના સંખ્યાબંધ ડ્રાઈવર કોવિડ પોઝિટિવ

વોશિંગ્ટન19 દિવસ પહેલા

યુરોપ અને અમેરિકા બાદ હવે ભારતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના 26.96 લાખ નવા કેસ સામે આવ્યા છે. શુક્રવારે અમેરિકામાં ફરી એકવાર સૌથી વધુ 8.49 લાખ, ફ્રાન્સમાં 3.28 લાખ, યુકેમાં 1.78 લાખ, ભારતમાં 1.41 લાખ, સ્પેનમાં 1.15 લાખ, આર્જેન્ટીનામાં 1.10 લાખ અને ઇટાલીમાં 1.08 લાખ કોરોનાના નવા કેસ મળ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 6,369 લોકોનાં મોત થયાં છે.

ફ્રાન્સમાં કોરોનાના 3.28 લાખ અને યુકેમાં 1.78 લાખ કેસ સામે આવ્યા છે.
ફ્રાન્સમાં કોરોનાના 3.28 લાખ અને યુકેમાં 1.78 લાખ કેસ સામે આવ્યા છે.

વિશ્વમાં કોરોનાથી અત્યારસુધીની સ્થિતિ

  • કુલ કેસ: 30.37 કરોડ
  • સાજા થયા: 25.82 કરોડ
  • એક્ટિવ કેસઃ 4 કરોડ
  • કુલ મૃત્યુઃ 54.97 લાખ

અન્ય અપડેટ્સ

અમેરિકામાં સૌથી વધુ 8.49 લાખ નવા સંક્રમિત મળ્યા, કોરોનાને કારણે સ્ટાફની અછત
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 8.49 લાખ કોરોનાના કેસ નોંધાયા છે. અમેરિકામાં દરરોજ સરેરાશ 7 લાખ કોરોના અને ઓમિક્રોનના કેસ સામે આવી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ રહી છે કે હવે દેશમાં સરકારી કર્મચારીઓની અછત પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. 'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના અહેવાલ અનુસાર, કોરોના અને ઓમિક્રોનને કારણે દેશમાં વહિવટી માળખું નબળું પડવા લાગ્યું છે. પોલીસ, ફાયરબ્રિગેડ, બસ-ડ્રાઈવરો અને અન્ય જાહેર સેવાને ગંભીર અસર થઈ રહી છે. હવે અધિકારીઓની સામે સમસ્યા એ છે કે તેમણે લોકોને આવશ્યક સેવાઓ કેવી રીતે પહોંચાડવી. રિપોર્ટમાં ન્યૂયોર્કનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. અહીં 6300 સબવે ઓપરેટરો અને કંડક્ટર છે, તેમાંથી 1300 કોરોના અથવા ઓમિક્રોનથી પોઝિટિવ છે, તેથી એની કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે.

યુકેમાં પણ કોરોનાના કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો છે.
યુકેમાં પણ કોરોનાના કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો છે.

આ દેશોમાં ગઈકાલે સૌથી વધારે કેસ નોંધાયા

દેશ

કેસ

1

અમેરિકા

849,181

2

ભારત

141,986

3

યુકે

178,250

4

ફ્રાન્સ

328,214

2

ઈટાલી

108,304

6

તુર્કી

63,214

7

જર્મની

59,393

8

કેનેડા

44,320

9

નેધરલેન્ડ

34,872

10

પોલેન્ડ

11,902

અન્ય સમાચારો પણ છે...