નવી આશાનું ઈન્જેક્શન:જી-7 દેશો પાસેથી દુનિયાને 100 કરોડ વેક્સિન મળવાની આશા

લંડન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિટનના કોર્નવૉલમાં 47મું શિખર સંમેલન શરૂ
  • બ્રિટનના પીએમ જોનસને કહ્યું - 10 કરોડ ડૉઝ બ્રિટન આપશે, અમે મળીને આગામી વર્ષ સુધી દુનિયાનું વેક્સિનેશન કરીશું
  • સંમેલન પહેલાં બાઇડેન અને જોનસનની મુલાકાત

વિકસિત દેશોના સમૂહ જી-7થી કોરોના વેક્સિનના 100 કરોડ ડૉઝ દુનિયાને મળવાની આશા છે. બ્રિટનની યજમાનીમાં આયોજિત જી-7ના 47મા સંમેલનમાં આ અંગે જાહેરાત થઇ શકે છે. જોકે બ્રિટનના પીએમ બોરિસ જોનસને શુક્રવારે કહ્યું કે બ્રિટન દુનિયાને 10 કરોડ વેક્સિનના ડૉઝ આપશે. તેમાંથી 5 લાખ ડૉઝનો સપ્લાય આગામી અઠવાડિયાથી કરાશે.

બ્રિટનના સફળ વેક્સિનેશન બાદ અમે અન્ય દેશો સાથે વેક્સિન શેર કરી શકીએ છીએ. મને આશા છે કે જી-7 શિખર સંમેલનમાં મારા સાથી નેતા આ રીતે જ સંકલ્પ લેશે. અમે મળીને આગામી વર્ષના અંત સુધીમાં સમગ્ર વિશ્વનું વેક્સિનેશન કરી શકીશું. ગત અઠવાડિયે બોરિસ જોનસને જી-7ના સહયોગી દેશો કેનેડા, ફ્રાન્સ, અમેરિકા, ઈટાલી, જર્મની અને જાપાનના શાસકો સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે આગામી વર્ષના અંત સુધીમાં તે દુનિયાને વેક્સિન આપવાનું લક્ષ્ય નક્કી કરે. તેના પછી અમેરિકી પ્રમુખે પણ કહ્યું કે તેમનો દેશ વેક્સિનના 50 કરોડ ડૉઝ દુનિયાને દાન આપવા જઈ રહ્યો છે.

ભારત જી-7નું સભ્ય નથી પણ પીએમ મોદી ભાગ લેશે
ભારત જી-7નું સભ્ય નથી પણ બ્રિટનના વડાપ્રધાન જોનસનના આમંત્રણ પર પીએમ મોદી આ સંમેલનમાં જોડાશે. મોદી 12 અને 13 જૂને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમુક સત્રમાં સામેલ થશે. પીએમઓએ નિવેદન જારી કરી આ માહિતી આપી છે. વડાપ્રધાન મોદી જી-7ની બેઠકમાં બીજી વખત ભાગ લેવા જઈ રહ્યા છે.

અમેરિકાનું 50 કરોડ ડૉઝનું દાન પૂરતું નથી : કૃષ્ણમૂર્તિ
ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું કે દુનિયાને કોરોના વેક્સિનના 50 કરોડ ડૉઝ આપવા પૂરતાં નથી. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને કોરોના વિરુદ્ધની વૈશ્વિક લડાઈમાં વધારે વેક્સિનના ડૉઝ દાન કરવા વિચારવું જોઈએ.

સંમેલનની થીમ ટકાઉ-સામાજિક-ઔદ્યોગિક બહાલી
ઈંગ્લેન્ડના કોર્નવૉલમાં યોજાઈ રહેલા શિખર સંમેલનની થીમ ટકાઉ-સામાજિક-ઔદ્યોગિક બહાલી છે. તેમાં ચાર ક્ષેત્રો અંગે ચર્ચા થશે જેવા કે ભવિષ્યની મહામારી વિરુદ્ધ લડાઈની આગેવાની કરવી, મુક્ત અને નિષ્પક્ષ વેપારને સમર્થન આપવું, ક્લાઈમેટ ચેન્જનો સામનો અને જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું. સંયુક્ત મૂલ્યો અને મુક્ત સમાજની હિમાયત કરવી.

અન્ય સમાચારો પણ છે...