• Gujarati News
  • International
  • The Work Culture Of Dissidents Made Apple The World's First Company With A Market Value Of લાખ 3 Trillion, Surpassing The GDP Of 198 Countries, Including India.

ભાસ્કર રિસર્ચ:અલગ વિચારોના વર્ક કલચરે એપલને 3 લાખ કરોડ ડૉલર માર્કેટવેલ્યૂવાળી દુનિયાની પહેલી કંપની બનાવી, જે ભારત સહિત 198 દેશોના જીડીપીથી વધુ

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એપલને 1 લાખ કરોડ ડૉલરની કંપની બનવામાં 42 વર્ષ લાગ્યાં, પણ બીજા 2 લાખ કરોડ ડૉલર 40 મહિનામાં જ કમાયા

લગભગ 45 વર્ષ પહેલાં કેલિફોર્નિયામાં ગેરેજથી શરૂ થયેલી એપલ દુનિયાની પહેલી કંપની બની ગઈ છે જેની માર્કેટવેલ્યૂ 3 લાખ કરોડ ડૉલર (લગભગ 225 લાખ કરોડ રૂપિયા)ને પાર થઈ ગઈ છે. તે ભારત સહિત 198 દેશોની જીડીપીથી પણ વધુ છે. કંપનીની કુલ કમાણીમાં ભલે 50%થી વધુ હિસ્સેદારી આઇફોનની હોય, પરંતુ મીડિયાથી ઉભરાતા ક્ષેત્રોમાં પણ પ્રતિસ્પર્ધીઓથી 4 ગણા જેટલું ઓછું મૂડીરોકાણ હોવા છતાં કંપની ટૉપ-5માં છે. કારણ છે- કંપનીનો એક વિચાર. એપલની માર્કેટવેલ્યૂ હવે માત્ર 5 દેશો (અમેરિકા, ચીન, જાપાન, જર્મની, બ્રિટેન)ની જીડીપીથી જ ઓછી છે. એપલની કિંમત હવે ભારતની જીડીપી 2.94 લાખ કરોડ ડૉલરથી વધુ થઈ ગઈ છે.

અહીં પણ દબદબો… એપલ મ્યુઝિક દુનિયામાં બીજા નંબરે, એપલ ટીવી+ માત્ર 2 વર્ષમાં ચોથા નંબરે, જ્યારે પ્રતિસ્પર્ધીથી 4 ગણા સુધી ઓછું રોકાણ
એપલે લગભગ 21 વર્ષ પહેલાં જ્યારે આઇટ્યૂન લૉન્ચ કર્યું હતું તો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ હતી. કંપનીએ ફરી મીડિયા ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરી છે. 2015માં લૉન્ચ થયેલી એપલ મ્યુઝિક આજે સ્પોટીફાય બાદ દુનિયામાં બીજા નંબરે છે. તેના 5.5 કરોડથી પણ વધુ સબસ્ક્રાઇબર છે. સ્પોટીફાયના 15 કરોડથી વધુ સબસ્ક્રાઇબર છે. આ ઉપરાંત, માત્ર 2 વર્ષ પહેલાં આવેલા એપલ ટીવી+ દુનિયાની સૌથી મોટી વીડિયો સર્વિસ પ્રોવાઇડર બની ગઈ છે.

આ યાદીમાં નેટફ્લિકસ પહેલા, ડિઝની-હોટસ્ટાર બીજા અને એમેઝોન પ્રાઇમ વીડિયો ત્રીજા નંબરે છે. 191 અબજ ડૉલરથી વધુ કેશ રાખનારી એપલ ઈચ્છે તો પોતાના પ્રતિસ્પર્ધીઓને ઘણી પાછળ છોડી શકે છે. ડેટા કંપની પેરેન્ટ એનાલિટિક્સની જુલિયા એલેક્ઝાન્ડર કહે છે કે મીડિયા ઇન્ડસ્ટ્રીમાં એપલ બાકી પ્રતિસ્પર્ધીની જેમ નથી રમી રહી.

કારણ કે તેનું ફોકસ બીજી ઇન્ડસ્ટ્રી પર છે અને અહીં તે માત્ર સપોર્ટિંગ એક્ટરની ભૂમિકામાં રહેવા માંગે છે. રિસર્ચ કંપની એમ્પિયર એનાલિસિસ મુજબ, 2021માં એપલે ફિલ્મ અને ટીવી પાછળ માત્ર 2 અબજ ડૉલર ખર્ચ કર્યા. જ્યારે એમેઝોને 9 અબજ ડૉલર અને નેટફ્લિક્સે 14 અબજ ડૉલર ખર્ચ કર્યા. પરંતુ એપલ ઈચ્છે તો એક મહિનામાં તેની રેવન્યૂ એટલી કરી શકે છે જેટલી નેટફ્લિક્સ આખા વર્ષમાં કમાય છે.

એ નાયક…જેઓ માર્ગદર્શક બની આગળ ચાલ્યા
​​​​​​​સ્ટીવ જોબ્સ:
1976માં કંપની શરૂ કરી. 1985માં નવી કંપની નેક્સ્ટ બનાવી. 1992માં એપલે તેને ખરીદી લીધી તો કંપનીમાં વાપસી થઈ. 2000માં સીઇઓ બન્યા. 2007માં પહેલો આઇફોન લૉન્ચ કર્યો. જોબ્સનું 2011માં નિધન થયું.

ટિક કૂક: 2011માં જોબ્સના પદ છોડ્યા બાદ સીઇઓ બન્યા. દસ વર્ષની અંદર જ કંપનીની રેવન્યૂ ત્રણ ગણા સુધી વધારી. એપલ પ્રોડક્ટની અનેક નવી રેન્જ લૉન્ચ કરી. છેલ્લાં 6 વર્ષમાં એપલ ટીવી તથા એપલ મ્યુઝિકની પણ શરૂઆત કરી.



અન્ય સમાચારો પણ છે...