તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકામાં 70 વર્ષના ઈતિહાસમાં પ્રથમ ઘટના:મહિલાને મૃત્યુદંડની સજા આપવામાં આવી, ઝેરનું ઈન્જેક્શન આપવામાં આવ્યું

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
કંપારી છૂટાવે તેવા ક્રુર ગુના બદલ લીસા મોંટગોમરીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી - Divya Bhaskar
કંપારી છૂટાવે તેવા ક્રુર ગુના બદલ લીસા મોંટગોમરીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી
  • વર્ષ 2004માં લીસા મોંટગોમરીને ગર્ભવતી મહિલાનું ગળુ દબાવી હત્યા કરી અને તેનુ પેટ ચીરી બાળકને લઈ ભાગી છૂટી હતી
  • તેને ઈન્જેક્શન આપી મૃત્યુદંડ આપવામાં આવ્યો, મધ્યરાત્રીએ 1:31 વાગે મૃત જાહેર કરવામાં આવી

અમેરિકાના કંસાસમાં રહેતી એક ગર્ભવતી મહિલાનું ગળુ દબાવી હત્યા કરવા તેમ જ તેના ગર્ભને કાપી ભ્રૂણ કાઢવાના કેસમાં દોષિત ઠરાવી મૃત્યુ દંડની સજા આપવામાં આવી છે. અમેરિકામાં છેલ્લા સાત દાયકામાં એટલે કે આશરે 70 વર્ષના લાંબા ઈતિહાસમાં આ પ્રથમ એવી ઘટના બની છે કે જેમાં કોઈ મહિનાને મૃત્યુ દંડ આપવામાં આવ્યો છે.

52 વર્ષિય મહિલા કેદી લીસા મોંટગોમરીને ઈંડિયાના પ્રાંતના ટેરેહોટેની એક જેલમાં ઝેરનું ઈન્જેક્શન આપ્યા બાદ મધ્યરાત્રીએ લગભગ 1:31 વાગે મૃત જાહેર કરવામાં આવી હતી. એક ન્યાયિક ખંડપીઠે સર્વસંમતીથી મોંટગોમરીને મૃત્યુદંડ આપવા ભલામણ કરી હતી,જેને મિસૌરીની ડિસ્ટ્રીક્ટ કોર્ટે લાગૂ કરી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે પણ મૃત્યુદંડને મંજૂરી આપી હતી.

આ અગાઉ મંગળવારે સાંજે આશરે છ વાગે ઈંડિયાનાના ટેરે હાઉતેમાં મોંટગોમરીના મૃત્યુદંડને અમલી બનાવવાનો હતો. પણ અમેરિકાની 8મી સર્કલ કોર્ટે તેની ઉપર સ્ટે ઓર્ડર આપ્યો હતો. જોકે બાદમાં બુધવારે મૃત્યુદંડની સજા પર અમલ કરવામાં આવ્યો હતો. આ અગાઉ મોંટગોમરીની સજાને અટકાવવા માટે તેના વકીલોએ અને સંઘિય કોર્ટોમાં અરજીઓ દાખલ કરી હતી.

કઈ ઘટનામાં મૃત્યુદંડની સજા મળી
લીસાને ગર્ભવતી મહિલાની હત્યા કરી હતી તથા તેનુ પેટ ચાકુ વડે કાપીને બાળકને બહાર કાઢ્યું હતું. બાદમાં બાળકને લઈ ભાગી છૂટી હતી. આ ઘટનામાં તેને કોર્ટ દ્વારા દોષિત ઠરાવવામાં આવી હતી. 16મી ડિસેમ્બર, 2004ના રોજ એક પાલતુ કુતરો ખરીદવાના બહાને 36 વર્ષિય મોંટોગોમરી 23 વર્ષિય બોબી સ્ટીનેટના મિસૌરી સ્થિત ઘરે પહોંચી હતી.

ત્યારબાદ તેણે 8 મહિનાનો ગર્ભ ધરાવતી સ્ટીનેટનું એક દોરડાથી ગળુ દબાવી દીધુ હતું અને બાદમાં તેનું પેટ ચીરીને બાળકને લઈને ભાગી છૂટી હતી. ત્યારબાદ મોંટગોમરી આ બાળક પોતાનું હોવાનો સતત દાવો કરતી રહી હતી.

આશરે 15 વર્ષ બાદ આ કેસમાં ન્યાય મળ્યો
આ ઘટના બાદ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી હતી. કોર્ટમાં તેણે પોતાના ગુનાની કબુલાત કરી લીધી હતી અને બાદમાં વર્ષ 2008માં તેને અપહરણ તથા હત્યાના કેસમાં દોષિત ઠરાવવામાં આવી હતી. મૃત્યુદંડની સજા બાદ તેને અનેક સંઘિય કોર્ટોમાં પડકારવામાં આવી હતી. પણ તમામ કોર્ટોએ મૃત્યુદંડની સજાને યથાવત રાખી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser