ન્યૂયૉર્ક:રોડ પર પ્રદર્શન કરતાં લોકો પર મહિલાએ BMW કાર ચઢાવી દીધી

એક વર્ષ પહેલા

વીડિયો ડેસ્કઃ અમેરિકાના ન્યૂયૉર્કમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર BMW કાર ચઢી ગઈ છે. અપ્રવાસીઓની ધરપકડના વિરોધમાં 50થી વધુ લોકો મુર્રે હિલ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ મહિલા પૂરપાટ ઝડપે લોકો પર કાર ચઢાવી દે છે. સ્થાનિક સમય મુજબ શુક્રવારે 5 વાગ્યે બનેલી આ ઘટનામાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે, પોલીસે ગણતરીના સમયમાં જ કારચાલક મહિલાની ધરપકડ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...