તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Woman Became Infected With Two Different Alpha And Beta Variants Of The Virus At The Same Time, Taking Her Last Breath On The 5th Day Of Treatment.

બેલ્જિયમમાં કોરોનાનો રસપ્રદ કિસ્સો:મહિલા એક જ સમયે વાયરસના બે અલગ-અલગ આલ્ફા અને બીટા વેરિએન્ટથી સંક્રમિત થઈ, સારવારના 5માં દિવસે  અંતિમ શ્વાસ લીધા

પેરિસ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક ફોટો) - Divya Bhaskar
(પ્રતિકાત્મક ફોટો)
  • બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે 90 વર્ષની મહિલાએ વેક્સિન લગાવી ન હતી અને ઘર પર રહીને પોતાની સરવાર કરાવતી હતી

વિશ્વમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે બેલ્જિયમમાં વાયરસનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલામાં એક સમયમાં કોરોનાના બે અલગ-અલગ વેરિએન્ટની પૃષ્ટી થઈ છે. સંશોધકોનું કહેવું છે કે મહિલામાં આલ્ફા અને બીટા સ્ટ્રેન જોવા મળ્યો છે. આલ્ફા સૌથી પહેલા બ્રિટનમાં અને બીટા સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. આ સંજોગોમાં આ પ્રકારના વેરિએન્ટે કોરોના સામેની લડાઈને વધારે મુશ્કેલ બનાવી દીધી છે.

મહિલાએ વેક્સિન લગાવી ન હતી

  • બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે 90 વર્ષની મહિલાએ વેક્સિન લગાવી ન હતી અને તે ઘર પર રહીને પોતાની સારવાર કરાવતી હતી. સ્થિતિ ગંભીર બનતા તેને માર્ચ મહિનામાં OLV હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
  • હોસ્પિટલમાં મહિલાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શરૂઆતમાં મહિલાનું ઓક્સિજન લેવલ સારું હતુ, પણ ત્યારબાદ તબિયાત વધારે ઝડપથી બગડવા લાગી હતી અને પાંચમા દિવસે તેનું મોત નિપજ્યું હતું.
  • હોસ્પિટલના મેડિકલ સ્ટાફે જ્યારે આ અંગે જાણવાનો પ્રયત્ન કર્યો કે મહિલા કોરોનાના કયા વેરિએન્ટથી સંક્રમિત થઈ હતી, તો તેનામાં કોરોનાના આલ્ફા અને બીટા બન્ને વેરિએન્ટ જોવા મળ્યા હતા. સંશોધકો આ પ્રકારના કેસને ખૂબ જ ગંભીરતાથી લેવા સલાહ આપી રહ્યા છે.

બેલ્જિયમમાં બન્ને વેરિએન્ટ ઝડપથી ફેલાયા
OVL હોસ્પિટલમાં મોલિક્યુલર બાયોલોજીસ્ટ એની વેન્કીરબર્ગને જણાવ્યું હતું કે તે સમયે બેલ્જિયમમાં આ બન્ને વેરિએન્ટ નિષ્ફળ રહ્યા હતા. એવું બની શકે છે કે મહિલાને બન્ને વેરિએન્ટ બે અલગ-અલગ લોકોમાંથી મળ્યા હશે. જોકે, હજુ સુધી જાણી શકાયું નથી કે તે સંક્રમિત કેવી થઈ હતી.

તેમણે જણાવ્યું હતું કે અત્યારે આ અંગે માહિતી આપવી મુશ્કેલ છે કે બન્ને વેરિએન્ટથી સંક્રમિત થવાને લીધે મહિલાની તબિયત ઝડપથી બગડી કે પછી તેની પાછળ અન્ય કોઈ કારણ હોઈ શકે છે. અભ્યાસમાં કોઈ પણ મેડિકલ જર્નલમાં છપાયો નથી. તેને હવે યુરોપિયન કોંગ્રેસ ઓફ ક્લિનિકલ માઈક્રોબાયોલોજી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીસ (ECCMIC)ને મોકલવામાં આવેલ છે.