તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • The WHO Says This Is Not The Last Outbreak, But New Strains Of The Corona Virus Have Been Found In Canada And Sweden.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દુનિયામાં:WHOએ કહ્યું- આ છેલ્લી મહામારી નહીં, હવે કેનેડા અને સ્વીડનમાં પણ નવા સ્ટ્રેનનો કોરોના વાઇરસ મળી આવ્યો

5 મહિનો પહેલા
 • વિશ્વમાં અત્યાર સુધીમાં 8.07 કરોડથી વધુ કેસ નોંધાયા, 17.64 લાખ લોકો મૃત્યુ પામ્યા, 5.68 કરોડ સાજા થયા
 • અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા 1.94 કરોડથી વધુ, અત્યાર સુધીમાં 3.39 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કહ્યું છે કે કોરોના વાઇરસ વિશ્વની છેલ્લી મહામારી નથી. જલવાયું પરિવર્તન અને પ્રકૃતિની સુરક્ષાના ઉપાય કર્યા વિના માનવ સ્વાસ્થ્યને સુધારવાના પ્રયત્નો સફળ ન થઈ શકે. WHOનાં ચીફ ટેડ્રોસ ગેબ્રયેસસે કહ્યું કે કોરોના સામેની લડતમાં, ફક્ત રૂપિયાના ખર્ચા કરવાથી કંઇ પણ થશે નહીં. આપણે ભવિષ્ય માટેની તૈયારી પણ કરવી પડશે.

તેમણે કહ્યું કે આપણે આપત્તિનો સામનો કરવા માટે પૈસાનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે તે આપત્તિ સમાપ્ત થાય છે ત્યારે આપણે તેને ભૂલી જઇએ છીએ. ભવિષ્યમાં આવી જ સમસ્યાઓથી બચવા માટેના પગલાં લેવાનું બંધ કરીએ છીએ.

દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા 8.07 કરોડથી વધી ગઈ છે. 5 કરોડ 68 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 17 લાખ 64 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.

સ્લોવાકિયામાં હેલ્થકેર વર્કર વ્લાદિમીર ક્રેસેરીને પ્રથમ વેક્સિન લગાવવામાં આવી.
સ્લોવાકિયામાં હેલ્થકેર વર્કર વ્લાદિમીર ક્રેસેરીને પ્રથમ વેક્સિન લગાવવામાં આવી.

સ્લોવાકિયામાં વેક્સિનેશન શરૂ
સ્લોવાકિયાએ શનિવારે કોરોના સામે વેક્સિનેશનની શરૂ કરવામાં આવ્યું છે. હેલ્થકેર વર્કર વ્લાદિમીર ક્રેસેરી દેશના પ્રથમ વ્યક્તિ હતા જેમણે ફાઇઝર અને બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન લગાવી છે.

ફિલિપાઇન્સે બે અઠવાડિયા માટે યુકેની ફ્લાઇટ્સ બંધ કરી
કોરોનાની નવા સ્ટ્રેનના વધતાં કેસને પગલે ફિલિપાઇન્સે બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર બે અઠવાડિયાનો પ્રતિબંધ લાગાવ્યો છે. આ પ્રતિબંધ જાન્યુઆરીના મધ્ય સુધી અમલમાં રહેશે. રાષ્ટ્રપતિ રોડ્રિગો ડ્યુર્ટેએ બ્રિટનથી આવનારા મુસાફરો માટે 24 દિવસીય ક્વોરેન્ટાઇનનો ઓર્ડર જારી કર્યો હતો. આમાં તે બધા મુસાફરો સમેલ છે, જેઓ છેલ્લા દિવસોમાં જાપાન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને હોંગકોંગ જેવા દેશોમાં ગયા છે, જ્યાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસો મળી આવ્યા છે.

ન્યૂયોર્કના એક મોલમાં શોપિંગ દરમિયાન લોકો માસ્ક પહેરેલા નજરે પડી રહ્યા.
ન્યૂયોર્કના એક મોલમાં શોપિંગ દરમિયાન લોકો માસ્ક પહેરેલા નજરે પડી રહ્યા.

બાઈડેને કહ્યું કે પેંડિંગ કોવિડ -19 રાહત પેકેજ પર હસ્તાક્ષર કરે ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેકટ જો બાઈડેને શનિવારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જલ્દીથી પેંડિંગ કોવિડ-19 રાહત પેકેજ પર સહી કરવી જોઈએ. તેઓએ કહ્યું કે નાતાલ પસાર થઈ ગયું છે અને કરોડો પરિવારોને તેનો ખ્યાલ નથી કે તેમણે મદદ મળશે કે નહીં. આનું કારણ એ છે કે ટ્રમ્પ કોંગ્રેસે બહુમતી સાથે પાસ કરેલ 2.3 ટ્રિલિયનનું રાહત પેકેજ (1694 અબજ રૂપિયા) પર ટ્રમ્પ પોતાની સહી કરી રહ્યા નથી.

બ્રિટનમાં દવા પર રિસર્ચ
બ્રિટનમાં વૈજ્ઞાનિકો નવી દવા પર કામ કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દવાનો ઉપયોગ કોરોનાના સંક્રમણને અટકાવશે. જો કે, 'ધ હેલ્થ' મેગેઝિનએ એક અહેવાલમાં જણાવ્યું છે કે આ દવાનો ઉપયોગ કોરોનાના દર્દીનો ઇલાજ કરવા માટે કરવામાં આવશે. બ્રિટન સરકાર અથવા આરોગ્ય વિભાગે ચિત્ર હજુ સુધી સાફ કરેલ નથી. એવું માનવામાં આવે છે કે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો આ નવી દવા પર રિસર્ચ કરી રહ્યા છે.

કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશોની પરિસ્થિતી

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

19,433,847

339,921

11,410,501

ભારત

10,188,392

147,659

9,760,848

બ્રાઝિલ

7,465,806

190,815

6,475,466

રશિયા

3,021,964

54,226

2,426,439

ફ્રાન્સ

2,550,864

62,573

189,718

યૂકે

2,256,005

70,405

ઉપલબ્ધ નહીં

તુર્કી

2,133,373

19,624

1,994,034

ઈટલી

2,038,759

71,620

1,386,198

સ્પેન

1,869,610

49,824

ઉપલબ્ધ નહીં

જર્મની

1,643,169

30,157

1,223,700

(આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો