ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઇનું કહેવું છે કે દેશમાં મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે. આ દેશ મિડલ ઈસ્ટમાં કોરોનાનું એપિક સેન્ટર બની ગયું છે. સોમવારે અહીં રેકોર્ડ 440 લોકોના મોત નિપજ્યા હતા. ઈરાનમાં હવે અત્યાર સુધી કોરોનાના 6,20,491 કેસ સામે આવ્યા છે. જેમાં 35,298 લોકો જીવ ગુમાવી ચુક્યા છે.
તો બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ચેતવણી આપી છે કે ઠંડીની સીઝનમાં કોરોના વાયરસથી થનારા મૃત્યુની સંખ્યા મહામારીની પહેલી લહેરની તુલનાએ બમણી થઈ શકે છે. સરકારે કોરોનાના વધતા જતા કેસને કાબૂમાં કરવા માટે દેશમાં બીજી વખત લોકડાઉન લાગુ કરતા ચાર અઠવાડિયા માટે કડક પ્રતિબંધો મુક્યા છે. હાઉસ ઓફ કોમન્સમાં આપવામાં આવેલા ભાષણમાં જોનસને કહ્યું કે, આ સિવાય અન્ય કોઈ જ વિકલ્પ નથી.
યુનાઈટેડ કિંગડમમાં કોરોનાથી થતા મોતની સંખ્યા સમગ્ર યુરોપમાં સૌથી વધુ છે. અહીં એક દિવસમાં 20,000થી વધુ નવા કેસ સામે આવ્યાં છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ શિયાળામાં મોતના આંકડા 80,000ને પાર થઈ શકે છે. કુલ દર્દીની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે.
બીજી બાજુ રશિયામાં કોરોનાના 18,257 નવા કેસ સામે આવ્યાં છે. જેમાં 4,796 દર્દીઓ મોસ્કોમાં મળ્યા છે. સમગ્ર દેશમાં હવે દર્દીઓની સંખ્યા 16,55,038એ પહોંચી ગઈ છે. તંત્રના જણાવ્યા મુજબ, છેલ્લાં 24 કલાકમાં 238 દર્દીઓના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં અહીં 28,473 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) પ્રમુખ ટેડ્રોસ ગેબ્રયેસસે(55)પોતાને સેલ્ફ ક્વોરન્ટિન કરી દીધા છે. તે એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ગેબ્રયેસસે જણાવ્યું કે, મને સારું છે, મારામાં કોરોનાના કોઈ લક્ષણ પણ નથી, પણ મેં પોતાને થોડાક દિવસ માટે ક્વોરન્ટિન કરી લીધો છે.
અત્યાર સુધીમાં વિશ્વમાં કોરોનાના 4 કરોડ 68 લાખ 9 હજાર 252 કેસ સામે આવી ગયા છે. 12 લાખ 5 હજાર 194 લોકોના મોત નિપજ્યા છે. 3 કરોડ 37 લાખ 53 હજાર 770 લોકો સ્વસ્થ થઈ ગયા છે.
આ 10 દેશોમાં કોરોનાની અસર સૌથી વધું
દેશ | સંક્રમિક | મોત | સાજા થયા |
અમેરિકા | 94,73,911 | 2,36,471 | 61,03,605 |
ભારત | 82,29,322 | 1,22,622 | 75,42,905 |
બ્રાઝિલ | 55,45,705 | 1,60,104 | 49,80,942 |
રશિયા | 16,36,781 | 28,235 | 12,25,673 |
ફ્રાન્સ | 14,13,915 | 37,019 | 1,18,227 |
સ્પેન | 12,64,517 | 35,878 | ઉપલબ્ધ નહીં |
અર્જેન્ટીના | 11,73,533 | 31,140 | 9,85,316 |
કોલમ્બિયા | 10,83,321 | 31,515 | 9,77,804 |
બ્રિટન | 10,34,914 | 46,717 | ઉપલબ્ધ નહીં |
મેક્સિકો | 9,29,392 | 91,895 | 6,82,044 |
અમેરિકાઃ કોરોના ટાસ્ક ફોર્સના પ્રમુખને હટાવી શકે છે ટ્રમ્પ
અમેરિકામાં ચૂંટણી નજીક છે. 3 નવેમ્બરે ફાઈનલ વોટિંગ છે. આ બધાની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ફ્લોરિડામાં કર્ફ્યૂ તોડીને રેલી કરી હતી. જેમાં હજારો સપોર્ટર પણ સામેલ થયા હતા. ટ્રમ્પે કહ્યું કે, ચૂંટણી પછી ડો. એન્થની ફોસીને પદ પરથી હટાવી શકાય છે. હાલ આ વાતની કોઈને જાણ ન કરશો. કોરોના ટાસ્ક ફોર્સના પ્રમુખ અને સંક્રામક બિમારીઓના જાણકાર ડો. ફોસી ઘણી વખત ટ્રમ્પના વિરોધમાં રહી ચુક્યા છે. ટ્રમ્પ તેમે ડેમોક્રેટ સુધી જાહેર કરી ચુક્યા છે.
બ્રિટનઃ પ્રિન્સ વિલિયમ એપ્રિલમાં પોઝિટીવ મળી આવ્યા હતા
BBCના જણાવ્યા પ્રમાણે, બ્રિટનના પ્રિન્સ વિલિયમ એપ્રિલમાં કોરોના પોઝિટીવ નોંધાયા હતા. આ ત્યારે થયું હતું, જ્યારે તેમના પિતા પ્રિન્સ ચાર્લ્સ સંક્રમિત નોંધાયા હતા. એવું પણ કહેવામાં આવ્યું છે કે દેશમાં હોબાળો ન થાય એટલા માટે વિલિયમે ચુપચાપ સારવાર કરાવી લીધી. જો કે, આની પર પ્રિન્સ વિલિયમની ઓફિસ અને ઘર કેન્સિન્ગટન પેલેસે કોઈ પણ કોમેન્ટ કરવાનો ઈન્કાર કરી દીધો છે. ‘સન’ના જણાવ્યા પ્રમામે, વિલિયમે કોઈને પણ પોતાના પોઝિટીવ હોવાની માહિતી નહોતી આપી, કારણ કે તે કોઈને મુશ્કેલીમાં જોવા નહોતા માગતા. એપ્રિલમાં વિલિયમે 14 ફોન અને વીડિયો કોલ કર્યા હતા.
ચીનઃ24 નવા કેસ
ચીનમાં રવિવારે 24 નવા કેસ નોંધાયા હતા, જેમાં 21 વિદેશથી આવેલા લોકો હતા. આ તમામ લોકો શનિયજિંયાગમાં મળ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, કાશગર સહિત બે અન્ય શહેરમાં બીજા રાઉન્ડનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. એક 17 વર્ષના ફેક્ટરી વર્કરના પોઝિટીવ મળ્યા પછી 47.5 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં મોટાભાગના એસિમ્પ્ટોમેટિક(જેમાં કોરોનાના લક્ષણ નહોતા)મળ્યાં.
સિંગાપુર-હોન્ગકોન્ગઃઝડપથી શરૂ કરાશે હવાઈ યાત્રા
હોન્ગકોન્ગ અને સિંગાપુરમાં ઝડપથી હવાઈ યાત્રા શરૂ થઈ શકે છે. હોન્ગકોન્ગના મંત્રી એડવર્ડ યાઉએ જણાવ્યું કે, નવેમ્બરના મધ્યમાં ફ્લાઈટ શરૂ કરવામાં આવી શકે છે. ટ્રાવેલ એજન્સીઓ ટિકિટનું વેચાણ શરૂ કરી શકે છે. સાથે જ સિંગાપુરના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઓંગ યે કુંગના જણાવ્યા પ્રમાણે, અમે મલેશિયાથી ટ્રાવેલ બબલ શરૂ કરીશું. ત્યાં ઘણા કેસ નોંધાયા છે, પણ તેમણે સારું કંટ્રોલ કર્યું છે. સિંગાપુરમાં ગત મહિનાથી જ એક દિવસમાં 20થી ઓછા લોકો સંક્રમિત નોંધાઈ રહ્યાં છે.
મેક્સિકોઃ 4430 નવા કેસ
મેક્સિકોના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, 4430 નવા કેસ અને 142થી વધુ મોતની પુષ્ટી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.