તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજ્ઞાનીઓનો મત:WHO કોરોનાની ઉત્પત્તિની યોગ્ય તપાસ નહીં કરી શકે

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કોરોના અંગે વધુ તપાસનું આયોજન

ડબ્લ્યુએચઓ કોરોનાની ઉત્પત્તિની વધુ તપાસ કરવાનું આયોજન કરી રહ્યું છે પણ ઘણા વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ તપાસનું નેતૃત્ત્વ ડબ્લ્યુએચઓએ ન કરવું જોઇએ. કોરોનાની ઉત્પત્તિ મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે રાજકીય તંગદિલી હોવાથી ડબ્લ્યુએચઓ તપાસના યોગ્ય પરિણામ સુધી નહીં પહોંચી શકે.

આ મહિનાની શરૂઆતમાં ડબ્લ્યુએચઓની કટોકટીપૂર્ણ સ્થિતિના વડા ડૉ. માઇકલ રયાને કહ્યું હતું કે અમે તપાસના આગામી તબક્કાની તૈયારી કરી રહ્યા છીએ ડબ્લ્યુએચઓ ચીનને તપાસમાં સહકાર માટે ફરજ ન પાડી શકે.

તે રજૂઆત કરી શકે છે. ત્યારબાદ વિજ્ઞાનીઓએ કહ્યું કે ડબ્લ્યુએચઓના નેતૃત્ત્વમાં તપાસ સફળ થાય તેમ નથી. આવું કહેનારાઓમાં જ્યોર્જટાઉન યુનિ.ના ડબ્લ્યુએચઓના અધિકારી લોરેન્સ ગોસ્ટિન પણ સામેલ છે. તેમણે કહ્યું કે ચીન દોઢ વર્ષથી ડબ્લ્યુએચઓ પર ભારે પડી રહ્યું છે.

પહેલી તપાસમાં કહ્યું હતું- કોરોના લેબમાંથી નથી ફેલાયો
કોરોનાની શરૂઆત મુદ્દે ડબ્લ્યુએચઓ અને ચીને સંયુક્ત અભ્યાસ કર્યો હતો. તેના પહેલા ભાગના તારણરૂપે જણાવાયું હતું કે કોરોના કોઇ પ્રાણી દ્વારા મનુષ્યમાં પહોંચ્યો હશે. વાઇરસ કોઇ લેબમાંથી નથી નીકળ્યો. ચીનના વુહાન શહેરની લેબમાંથી કોરોના ફેલાયાના આક્ષેપ થયા હતા. સૌપ્રથમ વુહાનમાં જ કોરોના ફેલાયો હતો. અમેરિકાને ચીન અને ડબ્લ્યુએચઓની સંયુક્ત તપાસનાં પરિણામો પર ભરોસો નથી. તેથી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુપ્તચર વિભાગને સમીક્ષા અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...