તસવીર બેલ્જિયમના વોટરલૂની છે. ત્યાં 1815માં લડાયેલું વોટરલૂ યુદ્ધ ફરી જીવંત કરાયું. તેને દોહરાવવા માટે 2 હજાર લોકો, 100 ઘોડા અને 20 કેનનની મદદ લેવાઇ. 207 વર્ષ અગાઉના યુદ્ધની બંદૂકો અને તોપખાનાનો પણ ઉપયોગ કરાયો. વોટરલૂનું યુદ્ધ બેલ્જિયમમાં લડાયું હતું. ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટનું આ છેલ્લું યુદ્ધ હતું. એક તરફ ફ્રાન્સ અને બીજી તરફ બ્રિટન, રશિયા, પર્શિયા, ઓસ્ટ્રિયા અને હંગેરીના સૈન્ય હતા. નેપોલિયને આ યુદ્ધમાં હાર્યા બાદ આત્મસમર્પણ કર્યું હતું. મિત્ર રાષ્ટ્રોએ તેને કેદી તરીકે સેન્ટ હેલેના ટાપુ પર મોકલી દીધો, જ્યાં 52 વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થયું હતું.
નેપોલિયનની હારમાં જ્વાળામુખીની પણ ભૂમિકા હતી
નેપોલિયનની હારમાં જ્વાળામુખી વિસ્ફોટની પણ ભૂમિકા હતી. લડાઇના 2 મહિના પહેલાં ઇન્ડોનેશિયાના માઉન્ટ તંબોરા જ્વાળામુખીમાં ભીષણ વિસ્ફોટ થયો હતો અને 10 હજાર લોકોના મોત થયા હતા. બીજી તરફ યુરોપમાં ભારે વરસાદ થયો હતો. વરસાદ અને કીચડને કારણે નેપોલિયનના સૈનિકોને યુદ્ધ લડવામાં તકલીફ પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.