તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Walls Stained With Blood After The Fidayeen Attack; The Ground Was Covered With Piles Of Corpses, Just Screams From The Road To The Hospital

કાબુલમાં કયામતની 15 તસવીર:ફિદાયીન હુમલા પછી કાબુલ એરપોર્ટમાં લોહીનાં ખાબોચિયાં, ચારેતરફ વેરવિખેર છે લાશોના ટુકડા, અફઘાનિસ્તાનમાં અરાજકતાનો માહોલ

કાબુલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાના 13મા દિવસ, એટલે કે ગુરુવારે પહેલી વખત ફિદાયીન હુમલો થયો હતો, જેમાં 13 અમેરિકી સૈનિક સહિત 169 લોકોનાં મોત નીપજ્યાં, 1277 લોકો ઘાયલ છે. મોતનો આંકડો હજુ પણ વધી શકે છે, કેમ કે કેટલાક ઘાયલની સ્થિતિ ગંભીર છે. એરપોર્ટથી 16 કલાક પછી શુક્રવારે સવારે લગભગ 11 વાગ્યે ફ્લાઈટ ઓપરેશન્સ ફરી શરૂ થઈ ગયું. એક વખત ફરી અહીં લોકોની ભીડ ઊમટી પડી.

ગુરુવારની ઘટના પછી અહીં માતમ જોવા મળી રહ્યો છે. જ્યાં વિસ્ફોટ થયો ત્યાંની દીવાલ લોહીથી ખરડાયેલી છે. જ્યાં લોકો માટે ઊભા રહેવાની જગ્યા ન હતી ત્યાં કપડાં અને એના ચીથરાં જોવા મળે છે, ચારેબાજુ લોકોનો સામાન અને જૂતાં-ચંપલ જોવા મળે છે. રસ્તાથી લઈને હોસ્પિટલ સુધી લોકો સ્વજનોને શોધી રહ્યાં છે. દરેક જગ્યાએ ચીસાચીસ અને બૂમો જ સંભળાઈ રહી છે. કયામત પછીની સ્થિતિને નિહાળો 15 તસવીરમાં...

ગુરુવારે આ નાળા પાસે જ વિસ્ફોટ થયો હતો. હવે અહીં ગાર્ડ હાજર છે.

કાબુલ એરપોર્ટની દીવાલ પર લોહીના ડાઘા ચોખ્ખા દેખાય છે.

એરપોર્ટની બહાર જ્યાં લોકોની ભીડ હતી ત્યાં કપડાં અને જૂતાં-ચંપલ જોવા મળે છે.

દેશ છોડીને જવાના પ્રયાસ કરી રહેલા લોકોની બેગ અને પાણી બોટલ પણ લોહીથી લથબથ.

બ્લાસ્ટ પછી અફરાતફરીમાં લોકો જે સ્થિતિમાં હતા એ જ હાલતમાં જીવ બચાવવા માટે ભાગ્યા હતા.

દીવાલો પર લાગેલી ફેન્સિંગમાં લોકોનાં કપડાં ફંસાયાં હતાં. એવું લાગી રહ્યું છે કે બ્લાસ્ટ પછી લોકો જીવ બચાવવા આ તાર ઓળંગીને ભાગવાનો પ્રયાસ કર્યો હશે.

બ્લાસ્ટમાં સ્વજનો ગુમાવ્યા બાદ પરિવારો મૃતદેહ બેગમાં ભરતા જોવા મળ્યા.

વિસ્ફોટમાં અનેક બાળકોએ પોતાનાં મા-બાપને ગુમાવ્યાં. કાબુલની હોસ્પિટલથી પોતાના પિતાનો મૃતદેહ લઈ જતો એક બાળક.

હોસ્પિટલની બહાર મૃતદેહને બેગમાં ભરીને રાખવામાં આવ્યા, જ્યાં પરિવારના લોકો આવીને પોતાના સ્વજનની ઓળખ કરતા હતા.

શહેરમાં હથિયારબંધ તાલિબાન લડાકુઓ વ્યવસ્થા સંભાળતા જોવા મળ્યા હતા.

બ્લાસ્ટના બીજા દિવસે જ્યાં મૃતદેહ હતા ત્યાં ફરી એક વખત લોકોની ભીડ જોવા મળી. લોકો પોતાના પાસપોર્ટ-વિઝા વેરિફાઈ કરાવીને કોઈ અન્ય દેશમાં જવા ઈચ્છે છે.

આ એરપોર્ટ પાસે આવેલું નાળું છે, જેમાં લાશો તરતી હતી. આજે ફરી અહીં લોકોની ભીડ છે.

હોસ્પિટલમાં ઘાયલોની ભીડ છે. પરિવારના લોકો પોતાના લોકો સ્વસ્થ થાય એની રાહ જુએ છે.

બ્લાસ્ટમાં અનેક લોકોએ હાથ-પગ ગુમાવ્યા છે. એક હોસ્પિટલમાં સારવાર કરતા ડોકટર.

અન્ય સમાચારો પણ છે...