• Gujarati News
  • International
  • The Virus Killed More Than New Zealand's Population In 19 Months, The Highest In The United States At 7.66 Million.

કોરોનાથી દુનિયામાં 50 લાખ મોત:19 મહિનામાં વાયરસને કારણે ન્યૂઝીલેન્ડની કુલ વસતિથી વધુ લોકોનો જીવ ગયા, સૌથી વધુ 7.66 લાખ મોત અમેરિકામાં

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દુનિયામાં કોવિડ-19થી મૃત્યુથી થયેલા લોકોનો આંકડો 50 લાખને પાર પહોંચી ગયો છે. આ સંખ્યા ન્યૂઝીલેન્ડની કુલ વસતિથી પણ વધુ છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના એક રિપોર્ટ મુજબ 50 લાખ મોતનો આંકડો 19 મહિનામાં પૂરો થયો. તેનાથી મહામારીની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય છે. ન્યૂઝ એજન્સીએ કેટલાંક એક્સપર્ટસના અહેવાલથી જણાવ્યું કે મૃત્યુ થયેલા લોકોનો વાસ્તવિક આંકડો ત્રણ ગણો કે તેનાથી પણ વધુ હોય શકે છે.

રિપોર્ટ મુજબ આ મહામારીએ અમેરિકા, બ્રાઝીલ, ભારત, મેક્સિકો અને બ્રિટનને સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. છેલ્લાં 28 દિવસમાં દુનિયાભરમાં 1.97 લાખ સંક્રમિતોના મોત થયા. આ દરમિયાન એક કરોડ 17 લાખ નવા કેસ સામે આવ્યા. અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધુ 4.68 કરોડ છે. ભારતમાં 3.42 કરોડ લોકો વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ત્રીજા નંબરે હાલ બ્રાઝીલમાં આ સંખ્યા 2.18 કરોડ છે.

ચીનમાં હજુ પણ અસર
2019 મુજબ ચીનમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. માર્ચ 2020માં તેને આખી દુનિયાને પોતાની ઝપેટમાં લીધી. ખાસ વાત એ છે કે ચીન સહિત અનેક દેશોમાં આ વાયરસ પહોંચ્યો, લોકો હજુ પણ આ મહામારીમાંથી બહાર નથી આવી શક્યા. હાલમાં ચીનમાં ફરી હજારો કેસ સામે આવ્યા છે.

દુનિયાની વાત કરવામાં આવે તો ગત મહિને અમેરિકા, બ્રિટન, રશિયા, તુર્કી અને યુક્રેનમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા. worldometers.info મુજબ અમેરિકામાં હજુ સુધી સંક્રમણથી 7.66 લાખ લોકોના મોત થયા છે. જે બાદ બ્રાઝીલ અને પછી ભારતનો નંબર છે. ભારતમાં 4.58 લાખ લોકોના મોત થયા છે. આ ઉપરાંત મેક્સિકો, રશિયા અને પેરુમાં 2 લાખથી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યા.

રશિયામાં એક દિવસમાં સૌથી વધુ 40 હજાર કેસ

રશિયામાં હવે દરરોજ કોરોનાના નવા કેસ રેકોર્ડ બનાવી રહ્યાં છે.
રશિયામાં હવે દરરોજ કોરોનાના નવા કેસ રેકોર્ડ બનાવી રહ્યાં છે.

રશિયામાં છેલ્લાં 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ આવ્યા છે. ફેડરલ રિસ્પોન્સ સેન્ટરે સોમવારે જણાવ્યું કે તેના એક દિવસ પહેલાં દેશમાં રેકોર્ડ 40,993 નવા કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં દેશમાં કુલ 85.54 લાખ લોકો સંક્રમિત થઈ ગયા છે. રાજધાની મોસ્કોમાં મહામારીની સૌથી વધુ અસર છે. દેશમાં કોરોનાથી મૃત્યુ થયેલા લોકોની સંખ્યા 2.39 લાખ પહોંચી ગઈ છે.

વેક્સિનેશનની સ્પીડ પણ વધી
મોટા ભાગના દેશમાં વેક્સિનેશનની સ્પીડ વધી છે. બ્રિટનમાં હજુ સુધી 12 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના લગભગ 80% લોકોને બે ડોઝની સાથે વેક્સિનેટ કરવામાં આવ્યા છે. 86.9% લોકો એવા છે જેઓએ પહેલો ડોઝ લગાવ્યો છે. યેલ યુનિવર્સિટીમાં ઈન્ફેક્શન ડિસીઝના એક્સપર્ટ ડોકટર એલબર્ટ કૂ કહે છે કે- આપણાં જીવનાં આ પ્રકારની ઘટના એક વખત થાય છે. સારું એ જ રહેશે કે આપણે આપણી જાતને સુરક્ષિત રાખીએ.

અન્ય સમાચારો પણ છે...