તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુનિયાનું સૌથી લાંબુ ગામ:પોલેન્ડનું સુલોસ્જોવ ગામ 9 કિલોમીટર લાંબુ, 150 મીટર પહોળું છે

વૉરસએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પોલેન્ડનું સુલોસ્જોવ ગામ દુનિયાનું સૌથી લાંબુ ગામ બની ગયું છે. આ ગામ લંબાઈ 9 કિ.મી.ની અને આશરે 150 મીટરની પહોળાઈમાં વસેલું છે. આ ગામમાં આશરે 1600 મકાનો છે જે એક રોડની બંને બાજુએ બનેલાં છે. તેમાં આશરે 6200 લોકો રહે છે. વર્લ્ડ રુરલ પ્લાનિંગના રિપોર્ટ મુજબ આ ગામ ક્રાકોવ શહેરથી આશરે 30 કિ.મી. દૂર છે. આ ગામ 14મી સદીમાં વસ્યું હતું. તે સમયે તેનો વિસ્તાર આશરે 500 મીટરનો હતો પણ ધીમે ધીમે અહીં વસવાટની લંબાઈ વધતી ગઈ. આ ગામની બંને બાજુ હરિયાળાં ખેતરો છે. આ ગામમાં હોસ્પિટલ, બેન્ક, સ્કૂલ અને તમામ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ છે.

બાંગ્લાદેશનું બનિયાચોંગ દુનિયાનું સૌથી મોટું ગામ : બાંગ્લાદેશનું બનિયાચોંગ ગામ દુનિયાનું સૌથી મોટું ગામ છે. અહીંની વસતી આશરે 2.40 લાખ છે. હબીંગજ જિલ્લાના આ ગામમાં 50.84 ટકા પુરુષ છે જ્યારે 49.16 ટકા મહિલાઓ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો