તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યુયોર્ક ટાઈમ્સમાંથી:બ્રિટનમાં કાલથી વેક્સિન અપાશે, USમાં પ્રાથમિકતા નક્કી કરવા તૈયારી

લંડન4 મહિનો પહેલા
 • કૉપી લિંક

લંડન/ન્યૂયોર્ક - કોરોના મહામારી વિરુદ્ધ આપણું યુદ્ધ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. બ્રિટન મંગળવારથી વેક્સિન આપવાનું શરૂ કરી રહ્યું છે. અમેરિકા પણ ઝડપથી તેની મંજૂરી આપી શકે છે. ભારત, ચીન સહિત એશિયાઈ દેશોમાં પણ મોટા પાયે વેક્સિન આપવાની તૈયારી શરૂ થઈ છે. આ દરમિયાન અમેરિકામાં પણ સૌથી પહેલા કોને વેક્સિન અપાશે તેની ચર્ચા થઈ રહી છે.

અમેરિકામાં હજુ અવઢવ છે કે, સૌથી પહેલા રસી વૃદ્ધોને અપાય કે કોરોનાનો સૌથી વધુ ખતરો છે તે ડૉક્ટરો અને આરોગ્યકર્મીઓને અપાય! આ ઉપરાંત આશરે 700 મહામારી નિષ્ણાતના સરવેના આધારે એવી માહિતી મળી છે કે, જ્યાં સુધી 70% વસતીને રસી ના અપાય, ત્યાં સુધી માસ્ક, સેનિટાઈઝેશન જેવા કોરોનાથી બચવાના તમામ ઉપાય ચાલુ રાખવા પડશે.

આ ફ્રીઝર્સમાં બંધ છે કોરોનાને હરાવવાનું હથિયાર

બ્રિટનથી આવેલી વેક્સિન ફ્રીઝર્સની પહેલી તસવીર
બ્રિટનથી આવેલી વેક્સિન ફ્રીઝર્સની પહેલી તસવીર

બ્રિટન: લાયસન્સ વિના આ બોક્સ ઓપન નહીં થાય, હાલ બેલ્જિયમથી આવેલા ડૉઝની તપાસ થઈ રહી છે
બ્રિટનમાં મંગળવારે કોરોના રસીકરણ યોજના શરૂ થઈ રહી છે. આશરે 95% અસરકારક ગણાતી ફાઈઝર કંપનીની આ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપનારો બ્રિટન પહેલો દેશ છે. આ દરમિયાન રવિવારે પહેલીવાર એ ફ્રીઝર્સની તસવીર સામે આવી છે, જેમાં આ વેક્સિનના ડૉઝ તૈયાર રખાયા છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા જાહેર કરાયેલી આ તસવીર વિશે વધુ વિગત નથી અપાઈ. જોકે, ફ્રીઝરમાં રાખેલી વેક્સિનની શીશીઓની તસવીર હજુ સામે નથી આવી. આ ફ્રીઝરમાં વેક્સિનને -70થી -80 ડિગ્રી સુધી તાપમાને સાચવી શકાય છે. હાલ આ વેક્સિન પોસ્ટ ડિલિવરી ક્વૉલિટી ચેકિંગમાંથી પસાર થઈ રહી છે.

મારો વારો આવશે ત્યારે વેક્સિન લઈશ: ફાઈઝર, યુકેના સીઈઓ
બ્રિટનમાં ફાઈઝરના સીઈઓ બેન ઓસ્બોર્ને કહ્યું છે કે, અમારી કંપનીની વેક્સિન સુરક્ષિત છે. હું તાત્કાલિક આ વેક્સિન લઈ શકું છું, પરંતુ હું અને મારો પરિવાર ત્યાં સુધી રાહ જોઈશું, જ્યાં સુધી સરકારે નક્કી કરેલા નિયમો પ્રમાણે અમારો વારો ના આવી જાય. જોકે, મારી માતાને વેક્સિનનો ડૉઝ ઝડપથી મળે એવું હું ઈચ્છુ છું.

અમેરિકા: રસીકરણ માટે ઉંમરની સાથે સામાજિક ન્યાયનું ધ્યાન રખાશે

સ્કૂલ બંધ થવાથી એ ચર્ચા છેડાઈ ગઈ કે, શિક્ષકને એસેન્શિયલ વર્કર માનવા કે નહીં.
સ્કૂલ બંધ થવાથી એ ચર્ચા છેડાઈ ગઈ કે, શિક્ષકને એસેન્શિયલ વર્કર માનવા કે નહીં.

ફાઈઝરે બ્રિટનની જેમ અમેરિકામાં પણ કોરોના વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. અમેરિકા પણ આ દિશામાં વિચાર કરી રહ્યું છે. આ દરમિયાન અમેરિકામાં એ વાતને લઈને ચર્ચા છે કે, રસી લગાવવામાં પ્રાથમિકતા કોને અપાય. અમેરિકાએ વેક્સિન માટે અત્યાર સુધી જેટલા કરાર કર્યા છે, તે હિસાબથી અભિયાન ચલાવાય તો આખા દેશના નાગરિકોને જુલાઈ-ઓગસ્ટ સુધી રસી મળી જાય. એટલે તમામને શરૂઆતમાં રસી આપવી શક્ય નથી. આ વાતને ધ્યાનમાં રાખીને ચર્ચા થઈ રહી છે કે, દેશમાં પહેલા કોને રસી આપવી જોઈએ.

કોરોનાથી વૃદ્ધો અને ગંભીર બિમારીનો સામનો કરી રહેલા લોકોને સૌથી વધારે ખતરો છે. એટલે તેમને પહેલા રસી અપાય એવો તર્ક અપાઈ રહ્યો છે. આ ઉપરાંત એસેન્શિયલ વર્કર્સ એટલે કે અત્યંત જરૂરી સેવા સાથે સંકળાયેલા લોકોને કોરોનાનો સૌથી વધારે ખતરો છે, એટલે પહેલા તેમને રસી મળવી જોઈએ. આ પ્રકારના લોકોમાં ડૉક્ટરો, આરોગ્યકર્મીઓથી લઈને સફાઈકર્મીઓનો સમાવેશ કરી શકાય. કોરોનાના કારણે વધેલી આર્થિક અસમાનતા પર ધ્યાન આપવાની માંગ કરાઈ રહી છે.

ગરીબ અને અશ્વેતો પર આ મહામારીની ખૂબ અસર પડી છે. જોકે, તેમને રસી માટે પ્રાથમિકતા મળવી જોઈએ, એવું પણ કહેવાઈ રહ્યું છે. અમેરિકામાં ગરીબોનો અવાજ ઉઠાવવા માટે બનેલા રાષ્ટ્રીય ગઠબંધનના વડા વિલિયમ જે બાર્બરે કહ્યું છે કે, અફસોસની વાત છે કે, આપણે નક્કી કરવું પડે છે કે પહેલા વેક્સિન કોને અપાય.

આગામી વર્ષના અંત પછી જ જીવન સામાન્ય બનશે: નિષ્ણાતો
ન્યૂયોર્ક ટાઈમ્સે દેશના 700 મહામારી નિષ્ણાતો પર એક અનૌપચારિક સરવે કરાવ્યો. તેમાંથી ફક્ત 30%એ કહ્યું કે, વેક્સિન આવ્યા પછી જ લોકો પોતાની આદતોમાં ફેરફાર કરી શકશે. તેમનું કહેવું છે કે, જો મોટા ભાગની અસરકારક રસી વ્યાપક રીતે વિતરિત કરાશે, તો અમેરિકનો આગામી ગરમીમાં વધુ આઝાદી ભોગવી શકશે. મિશિગન યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર કેલી સ્ટ્રટ્સના મતે, મને આશા છે કે રસીના પરિણામો ઉત્સાહજનક રહ્યા તો પણ આખા વિશ્વના લોકોનું જીવન આગામી વર્ષના અંત પછી સામાન્ય થશે.

ચીનનો દાવો: 140 કરોડ લોકો માટે રસીકરણ યોજના ચલાવાશે
​​​​​​​​​​​​​​બ્રિટન પછી હવે દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતા ચીનમાં મોટા પાયે રસી આપવાની તૈયારી થઈ રહી છે. અહીંની પ્રાંતીય સરકારો સ્વદેશી કોરોના રસી મંગાવવા વિવિધ કરારો કરી રહી છે. જોકે, આરોગ્ય અધિકારીઓએ હજુ એ નિર્ણય નથી લીધો કે, દેશના 140 કરોડ નાગરિકોને રસી કેવી રીતે અપાશે. બીજી તરફ, ચીનની ચાર ફાર્મા કંપની રશિયા, ઈજિપ્ત અને મેક્સિકો સહિત ડઝન દેશમાં તેમની રસીના ટ્રાયલ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો