ઘર્ષણ:અમેરિકાએ ચીનના વિદ્યાર્થીઓ, સંશોધકોને આવતા રોક્યા, ચીને કહ્યું- આ રંગભેદ છે

અમેરિકા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પીપલ્સ લિબરેશન આર્મી સાથે સંકળાયેલા ચીનના વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે અમેરિકા આવવા પર રોક લગાવવાની જાહેરાત કરતા કહ્યું છે કે ચીન તેની પીપલ્સ લિબરેશન આર્મીના આધુનિકીકરણ માટે સંવેદનશીલ અમેરિકી ટેક્નોલોજી અને બૌદ્ધિક સંપદા મેળવવા અભિયાન ચલાવી રહ્યું છે. આ સ્થિતિ અમેરિકા માટે જોખમી છે. આ મામલે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને કહ્યું કે અમેરિકા શીતયુદ્ધની યોજના ઘડી રહ્યું છે. તે ચીનના વિદ્યાર્થીઓના કાનૂની હકોનું ઉલ્લંઘન ન કરે, રંગભેદી વલણ ન અપનાવે. 

અન્ય સમાચારો પણ છે...