તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • The US State Department Announced The End Of Trump's Term Eight Days Ago, After Which The Post Was Removed.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદાય પહેલાં ફજેતી:અમેરિકાના વિદેશ મંત્રાલયે 8 દિવસ પહેલાં ટ્રમ્પનો કાર્યકાળ પૂર્ણ થવાની જાહેરાત કરી, બાદમાં પોસ્ટને દૂર કરવામાં આવી

વોશિંગ્ટન15 દિવસ પહેલા
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટે સોમવારે રાત્રે ટ્રમ્પના કાર્યકાળની સમાપ્તિની જાહેરાત કરી દીધી હતી. બાદમાં થોડા સમય પછી આ પોસ્ટને દૂર કરવામાં આવી હતી. - Divya Bhaskar
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટે સોમવારે રાત્રે ટ્રમ્પના કાર્યકાળની સમાપ્તિની જાહેરાત કરી દીધી હતી. બાદમાં થોડા સમય પછી આ પોસ્ટને દૂર કરવામાં આવી હતી.
  • ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થયો એવી કરી હતી જાહેરાત, જોકે થોડીવાર બાદ એને દૂર કરવામાં આવી હતી
  • અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા હજી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી

અમેરિકામાં રાષ્ટ્રપતિ ઇલેકટ જો બાઈડન 20 જાન્યુઆરીએ શપથ લેશે, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ હજી વધુ 8 દિવસ રાષ્ટ્રપતિ રહેશે, પરંતુ અમેરિકાના વિદેશ મંત્રાલયે સોમવારે રાત્રે પોતાની વેબસાઇટ પર ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થયો હોવાનું જણાવ્યું હતું. જોકે આ પોસ્ટ ટૂંક સમયમાં જ દૂર કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે વિદેશ મંત્રાલયે (US State Department) હજી સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. ટ્રમ્પ અભિયાનની ટીમ અથવા વ્હાઇટ હાઉસ હજી પણ આ મામલે મૌન છે.

ટાઈમ પણ જણાવી દીધો
અમેરિકન વેબસાઇટ dailybeast અનુસાર, વિદેશ વિભાગે એની વેબસાઇટ પર સોમવારે રાત્રે 7.49 વાગ્યે એક સંદેશ પોસ્ટ કર્યો હતો. તેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે- ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થયો છે. જોતજોતાંમાં આ પોસ્ટ વાઇરલ થઈ ગઈ. બાદમાં થોડીવાર પછી એને દૂર કરવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ઘણા લોકોએ એ જોઈ લીધી હતી. કેટલાક લોકોએ વેબસાઇટના આ પૃષ્ઠનો સ્ક્રીનશોટ પણ લઈ લીધો હતો.

કારણ સ્પષ્ટ નથી
સ્ટેટ ડિપાર્ટમેન્ટ વ્હાઇટ હાઉસ અથવા ટ્રમ્પના પ્રેસ સચિવે આ મામલે કંઈ કહ્યું નહીં. જોકે એ સ્પષ્ટ પણ નહોતું કે એ વેબસાઇટ પર સંદેશ કેવી રીતે ફ્લેશ થયો અથવા એના માટે કોણ જવાબદાર છે? આ ટેક્નિકલ ખામી હતી કે વેબસાઇટને હેક કરી હતી એ પણ જાણી શકાયું નથી.

ટ્રામ્પના સમર્થકોને વધુ એક ઝટકો
ટ્વિટર દ્વારા ટ્રમ્પના સમર્થકોનાં લગભગ 70,000 અકાઉન્ટ્સ દૂર કરવામાં આવ્યાં છે. બુધવારે થયેલી હિંસા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખુદ રાષ્ટ્રપતિનું પર્સનલ અકાઉન્ટ પણ બંધ કરાયું છે. સોમવારે રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં ટ્વિટરએ કહ્યું- વોશિંગ્ટન ડી.સી.માં હિંસા બાદ ખટરાગ વધી ગયો છે, તેથી અમે હજારો અકાઉન્ટ કાયમી ધોરણે બંધ કરી રહ્યા છીએ. આ અકાઉન્ટ્સ પર આવી સામગ્રી અસ્તિત્વમાં છે જે હિંસા અને ખોટી બાબતોને પ્રોત્સાહન આપી રહી છે.

અમેરિકન સંસદમાં ટ્રમ્પના સમર્થકોએ હુમલો કર્યો હતો. અહીં હજારો સમર્થકોએ હોબાળો કર્યો હતો.
અમેરિકન સંસદમાં ટ્રમ્પના સમર્થકોએ હુમલો કર્યો હતો. અહીં હજારો સમર્થકોએ હોબાળો કર્યો હતો.

ટ્રમ્પના સમર્થકોએ વોશિંગ્ટનમાં સંસદમાં કર્યો હતો હુમલો
ગત દિવસોમાં અમેરિકામાં વોશિંગ્ટનમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થકો સંસદ પરિસરમાં ઘૂસી જઈને હુમલો કર્યો હતો. પોલીસ સમર્થકોને સમજાવે એ પહેલાં જ કેટલાક લોકો સાંસદ પરિસરમાં ઘૂસી ગયા હતા અને મોટે પાયે તોડફોડ કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રામ્પના કેટલાક સમર્થકો દ્વારા ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો, જેમાં એક મહિલા સહિત ચાર લોકોનાં મોત થયાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser