પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાંથી ભારતીય મૂળના લોકો મધ્યપ્રદેશના ઈન્દોર પહોંચ્યા છે. UN ઇન્ટરનેશનલ માઇગ્રેશન રિપોર્ટ અનુસાર વિશ્વમાં લગભગ 1.80 કરોડ પ્રવાસી ભારતીય છે. તેમાંથી લગભગ 70% અમેરિકા, UAE, સાઉદી અરબ, મલેશિયા, બ્રિટન, કેનેડા અને શ્રીલંકામાં છે.
પ્રવાસીઓએ 2021માં ભારતમાં 87 અબજ ડોલર (લગભગ 6.5 લાખ કરોડ રૂપિયા) મોકલ્યા હતા. આ રકમ 2020 કરતા 4.6% વધુ છે. આ આંકડા પ્રવાસી ભારતીયોની આર્થિક તાકાત દર્શાવે છે, પરંતુ આનો બીજી પક્ષ પ્રવાસી ભારતીયનો 'સોફ્ટ પાવર' છે. આ કારણે વ્હાઇટ હાઉસમાં દિવાળીનું સેલિબ્રેશન થાય છે, જ્યારે સંયુક્ત અરબ અમીરાત એટલે કે UAEમાં કરોડો રૂપિયાનું હિન્દુ મંદિર બનીને તૈયાર છે.
પ્રવાસીઓનો અર્થ બ્રેઈન ડ્રેન નહીં બ્રેઈન ગેઈન છે
પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત 2003માં થઈ હતી. આ માટે લક્ષ્મીમલ સિંઘવી કમિટિએ ભલામણ કરી હતી. 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું - અમે હવે બ્રેઈન ડ્રેનને બ્રેઈન ગેઈનમાં બદલવાના માર્ગ પર છીએ. અમે ઈચ્છીએ છીએ કે અન્ય દેશોમાં રહેતા ભારતીયોને 'મેક્સિમમ સુવિધા' અને 'ન્યૂનતમ અસુવિધા' મળે. તેનાથી દેશને ફાયદો થશે.
આની અસર પણ જોવા મળી હતી. સમય જતાં પ્રવાસી ભારતીય દરેક રીતે મજબૂત બનતા ગયા. આજે તેની તાકાત અમેરિકા અને યુરોપથી લઈને ખાડી દેશો સુધી જોઈ શકાય છે. અમેરિકામાં લોબિંગ હોય કે ઇન્ડોનેશિયામાં સાંસ્કૃતિક જોડાણ હોય, તમને દરેક જગ્યાએ પ્રવાસી ભારતીય જોવા મળશે. તાજેતરમાં જ G-20 કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદીએ પણ ભારતીયોને સંબોધિત કરતા આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઈડનના એડમિનિસ્ટ્રેશનને જ જોઈ લો. તેમના એડમિનિસ્ટ્રેશનમાં 80થી વધુ ભારતીયો મહત્વના પદો પર તહેનાત છે. બ્રિટન અને કેનેડામાં પણ આવી જ સ્થિતિ છે.
UNSCના કાયમી સભ્યપદ માટે પ્રવાસી મહત્વપૂર્ણ
વસતિની દ્રષ્ટિએ ભારત હાલમાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. આપણી વસતિ લગભગ 1.3 અબજ છે અને આ મામલે માત્ર ચીન આપણાથી આગળ છે. એક અનુમાન મુજબ એપ્રિલ 2023માં ભારત વસતિના મામલે ચીનને પાછળ છોડી દેશે.
વિશ્વની સૌથી મોટી લોકશાહી અને વસતિની દ્રષ્ટિએ બીજા ક્રમે આવનાર ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી સભ્ય નથી. ચીન ત્યાં છે અને કોઈપણ કિંમતે તે ભારતને આ ક્લબમાં સામેલ થવા દેવા ઈચ્છતું નથી.
પ્રવાસી ભારતીયોની તાકાત અને લોબિંગ ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય તરીકે સામેલ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. આ લોકો અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોમાં પણ જબરદસ્ત પ્રયાસો કરી રહ્યા છે. આશા છે કે તેમને જલ્દી સફળતા મળશે કારણ કે દુનિયા પણ ભારતની સાથે ઉભી છે.
UNSCમાં પાંચ દેશો છે. જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન છે. તેમાંથી માત્ર ચીન આ ક્લબમાં ભારતના સમાવેશની વિરુદ્ધ છે. બાકીના ચાર દેશ અમારી સાથે છે. સ્વાભાવિક છે કે વહેલા કે મોડા ચીને પણ વિશ્વના દબાણ સામે ઝુકવું પડશે.
સોફ્ટ પાવરથી રાજકીય પાવર સુધીની સફર
NRIઓએ તેમની સોફ્ટ પાવરને તાકાત બનાવી છે. સમયની સાથે તેઓ આર્થિક, શૈક્ષણિક અને બાદમાં રાજકીય બનતા ગયા. જો કે, શક્તિશાળી અથવા અમીર દેશોના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તે અમેરિકા, બ્રિટન અને કેનેડામાં વધુ જોવા મળે છે. હવે ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવા દેશો પણ તેમાં જોડાઈ રહ્યા છે.
કલ્ચર: આમાં તમે રેડિયો, ટીવી, ફિલ્મની સાથે ડાન્સ અને અન્ય આર્ટ ફોર્મ પણ રાખી શકો છો. આજે અમેરિકા અને યુરોપના ઘણા દેશોમાં હિન્દી સહિત ઘણી ભારતીય ભાષાઓમાં એફએમ રેડિયો સ્ટેશન છે. પ્રિયંકા ચોપરા, ફ્રીડા પિન્ટો અને મીરા નાયર બોલિવૂડ તેમજ હોલીવૂડના સફળ નામ છે.
ધર્મ: હિન્દુઓ સિવાય અન્ય ધર્મના લોકો પણ સોશિયલ વેલફેયરના કામ કરે છે. ઉદાહરણ તરીકે, અમેરિકામાં હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન છે. આ ઉપરાંત ખાલસા ફૂડ પેન્ટ્રી અને ખાલસા પીસ કોર્પ્સ જેવી સંસ્થાઓ પણ એક્ટિવ છે.
શિક્ષણ: 2018માં આવેલી એક રિપોર્ટમાં જણાવાયું હતું કે અમેરિકા અને યુરોપના સ્થાનિક લોકો કરતાં ત્રણ ગણા (લગભગ 44%) વધુ ભારતીયો પાસે પીએચડી અને અન્ય માસ્ટર્સ ડિગ્રી છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતીયો શિક્ષણની બાબતમાં ઘણા આગળ છે. આ ક્ષેત્રમાં તમે યોગ અને આયુર્વેદને મહત્વના સ્થાન પર રાખી શકો છો. હવે ભારતીય આઈટીની સાથે ગલ્ફ દેશોમાં પણ યોગ અને આયુર્વેદના ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે.
ઈનકમ: અમેરિકામાં પ્રવાસી ભારતીયો સૌથી વધું અમીર છે. વિદેશીઓ અને ભારતીય મૂળના લોકોની સરેરાશ વાર્ષિક આવક લગભગ 89 હજાર ડોલર છે. અમેરિકન નાગરિકોની વાર્ષિક આવક લગભગ 50 હજાર ડોલર છે.
પોલિટિકલ: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓક્ટોબર 2021માં કહ્યું હતું - આજે અમે કોઈપણ ક્ષેત્રમાં ભારતીયોને અવગણી શકીએ નહીં. આમાં રાજકારણ પણ સામેલ છે. કમલા હેરિસ, નિક્કી હેલી અને રાજીવ શાહને આજે કોણ નથી ઓળખતું. શક્ય છે કે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ભારતીય મૂળના જ હોય શકે છે. બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક ભારતીય મૂળના છે. ભારત અને અમેરિકા વચ્ચેના નાગરિક ન્યૂક્લિયર ડીલની પાછળ પ્રવાસી ભારતીય હતા. તેમણે આ માટે સખત લોબિંગ કર્યું હતું.
રાષ્ટ્રીય છબી: 1970 સુધી ભારતને અમેરિકા અને યુરોપમાં પછાત દેશ માનવામાં આવતો હતો. હવે ભારત આઇટી, વર્લ્ડ ફાર્મસી અને ડિજિટલ કરન્સીની દ્રષ્ટિએ વિશ્વમાં અગ્રેસર છે. તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આમાં પ્રવાસી ભારતીયનો મહત્વનો ફાળો છે. સ્વાભાવિક છે કે દેશની વૈશ્વિક ઈમેજમાં ઘણો સુધારો થયો છે.
પ્રવાસી ભારતીય સાથે જોડાયેલી વિશ્વભરની આ ઘટનાને પણ જાણો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.