તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એક સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજીકના ગણાતા હોલીવુડના અભિનેતા અને કેલિફોર્નિયાના ભૂતપુર્વ ગવર્નર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરે યુએસ કેપિટલમાં હિંસક ટોળાએ જે ઉતપાત મચાવ્યો હતો તેમની તુલના નાઝીઓ સાથે કરી છે. આ ઉપરાંત તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ તરીકે ગણાવ્યા છે. તેમને ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ તરીકે ઓળખવામાં આવશે.
My message to my fellow Americans and friends around the world following this week's attack on the Capitol. pic.twitter.com/blOy35LWJ5
— Arnold (@Schwarzenegger) January 10, 2021
નાઈટ ઓફ બ્રોકન ગ્લાસ
રિપબ્લિક નેતાએ સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં કહ્યું હતું કે બુધવારે અમેરિકામાં જે ઘટના બની તેણે નાઝીઓના 'નાઈટ ઓફ બ્રોકન ગ્લાસ'ની યાદ અપાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1938માં નાઝીઓએ જર્મની તથા ઓસ્ટ્રીયામાં હુમલાઓ કરતી વખતે યહૂદીઓના રહેઠાણો, શાળા તથા કારોબારી પ્રતિષ્ઠાનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, જેને 'ક્રિસ્ટલનાટ અથવા નાઈટ ઓફ બ્રોકન ગ્લાસ' કહેવામાં આવે છે.
અમેરિકાએ સ્થાપેલા સિદ્ધાંતો તોડવામાં આવ્યા:આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર
આ વખતે યુનાઈટેડ સ્ટેટ્સ કેપિટલની બારીઓના કાચ તૂટ્યા હતા. હિંસક ટોળાએ ફક્ત કેપિટલની બારીઓને જ તોડી ન હતી તેમણે આપણા તે ઉચ્ચ વિચારોને તોડ્યા છે. આપણા દેશે જે વિવિધ સિદ્ધાંતો સ્થાપિત કર્યાં છે તેને તેમના દ્વારા તોડવામાં આવ્યા છે.
આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર ટ્રમ્પને એક નિષ્ફળ નેતા ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે ટ્રમ્પનું પ્રમુખ તરીકે ટૂંક સમયમાં અંત આવશે અને તેઓ ઈતિહાસ થશે. US કેપિટલમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા હિંસક સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું ત્યારબાદ શ્વાર્ઝેનેગર રાષ્ટ્રીય એકતા માટે આહવાન કર્યું અને જો બિડનને તેમનું સમર્થન કર્યું છે.
રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાનો અને ફરી વખત ચૂંટણી યોજના અંગે રાષ્ટ્રપતિની માંગ અંગે શ્વાર્ઝેનેગરે જણાવ્યું હતું કે તેઓ ખોટું બોલીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.