તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના એડવાઇઝરી:અમેરિકાએ પોતાના નાગરિકોને વહેલી તકે ભારત છોડી દેવાની સલાહ આપી; ભારતમાં પરિસ્થિતિ ભયંકર

વોશિંગ્ટન15 દિવસ પહેલા
અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં ભારતમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને યુએસ નાગરિકોને જલદીથી ભારત છોડવાની સલાહ આપી છે.
  • ભારતમાં કોરોનાના નવા કેસો અને મૃત્યુની સંખ્યા રેકોર્ડ સ્તરે વધારો

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમેરિકાએ તેના નાગરિકોને વહેલી તકે ભારત છોડી દેવાની સલાહ આપી છે, સાથે જ પોતાના નાગરિકોએ ભારત પ્રવાસ ન કરવા પણ જણાવ્યું છે. અમરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. એમાં જણાવાયું છે કે ભારતમાં કોરોનાના વધતા જતા કેસોને લીધે તબીબી સંભાળનાં સંસાધનો મર્યાદિત થઈ ગયાં છે.

નવી દિલ્હીસ્થિત યુએસ દૂતાવાસે કહ્યું, 'ભારતમાં કોરોનાના નવા કેસો અને મૃત્યુની સંખ્યા રેકોર્ડ સ્તરે વધી ગયાં છે. ઘણી જગ્યાએ કોરોના ટેસ્ટિંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાઈ ગયું છે. હોસ્પિટલોમાં કોરોના અને નોન-કોરોનાના દર્દીઓ માટે તબીબી સાધનો, ઓક્સિજન અને બેડની અછત સર્જાઈ છે. કેટલાંક શહેરોમાં જગ્યાના અભાવે અમેરિકી નાગરિકોને હોસ્પિટલોમાં દાખલ કરવાનો ઇનકાર કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલો છે.'

પરિસ્થિતિ બરાબર નથી, સમાચાર ચોંકાવનારા છે: મૂર્તિ ડો
યુનાઇટેડ સ્ટેટસ ઓફ અમેરિકાના સર્જન જનરલ ડો.વિવેક મૂર્તિએ કહ્યું છે કે કોરોનાથી ભારતમાં ભયંકર પરિસ્થિતિ સર્જાવાના સમાચાર મળી રહ્યા છે, એ આઘાતજનક છે. મૂર્તિએ કહ્યું હતું કે ભારતમાં તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે દરરોજ વાત કરી રહ્યા છે. આ સમયે ભારતમાં મુશ્કેલ પરિસ્થિતિ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો