• Gujarati News
  • International
  • The Urge To Watch Sad News Over And Over Again Can Become Addictive; Makes People Irritable, Increases Stress

સમાચારમાં ઘુસી રહેવાની આદત બનાવે છે બિમાર:દુઃખદ સમાચાર વારંવાર જોવાની ઈચ્છા વ્યસન બની શકે છે; લોકોને ચીડિયા બનાવે છે, તણાવમાં વધારો થાય છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો તમને ટીવી કે ફોન પર એક જ સમાચાર વારંવાર જોવાની કે વાંચવાની ઉત્સુકતા હોય તો શરીર અને મન પર તેની ખરાબ અસર પડે છે. ખાસ કરીને જો સમાચાર દુઃખદ હોય, જેમ કે-કોરોના, યુદ્ધના સમાચાર અથવા કોઈ અકસ્માત.

ડૂમસ્ક્રોલિંગ દુઃખદ સમાચારને ઊંડાણપૂર્વક વાંચવાનું વ્યસન છે
અમેરિકાની ટેક્સાસ ટેક યુનિવર્સિટીએ એક અભ્યાસ હાથ ધર્યો છે. એમાં વાત સામે આવી છે કે, લોકોની સમાચારોમાં ઘુસી રહેવાની આદત તેમને બીમાર કરી રહી છે. તેમનામાં ચીડિયાપણું, તણાવ અને તણાવ લેવલ વધી રહ્યું છે. સાથે સાથે સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે. ડૂમસ્ક્રોલિંગએ દુઃખદ સમાચારને ઊંડાણપૂર્વક વાંચવાનું વ્યસન છે.

જર્નલ ઓફ હેલ્થ કોમ્યુનિકેશનમાં પ્રકાશિત આ અભ્યાસ 1100 લોકો પર કરવામાં આવ્યો છે. આમાંથી લગભગ 17% લોકો ગંભીર ડૂમસ્ક્રોલિંગથી પીડાય છે. એટલે કે તેમને ખરાબ સમાચાર વિશે વધુ જાણવાની લત લાગી ગઈ છે. આ વ્યસનને કારણે તેઓ દુનિયાને એક ખતરનાક સ્થળ તરીકે અનુભવવા લાગે છે.

કોરોના બાદ ડૂમસ્ક્રોલ કરવાની આદતમાં વધારો
જે લોકો ઓછા સમાચાર જોવે છે તે લોકો ઘરમાં વધુ ખુશ અને શાંત હોય છે. ઓસ્ટ્રેલિયન ડૉક્ટર કેટ મેનેલ કહે છે કે કોરોના પછી લોકોની ડૂમસ્ક્રોલ કરવાની આદત વધી છે. કેટલીકવાર સમાચારોથી અંતર રાખી તમે પોતાને શાંત અને ધ્યાન કેન્દ્રિત વ્યક્તિ બનાવી શકો છો. આવા લોકો ઘરમાં પણ વધુ ખુશ રહે છે.

અન્ય સમાચારો પણ છે...