તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The UK Went All The Way Towards Social Distance Without Masks And Without; PM Boris Said Whether To Wear A Mask Or Not, Now It Is Up To The People!

માસ્કમુક્ત તરફ બ્રિટનનું પ્રયાણ:માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર UK તૈયાર; PM બોરિસે કહ્યું- માસ્ક પહેરવું કે ન પહેરવું એ હવે લોકોની મરજી!

એક મહિનો પહેલા
બોરિસે કહ્યું, અમે પ્રતિબંધોને ઘટાડવા તરફ પણ પગલાં ભરી રહ્યા છીએ.
  • બ્રિટનમાં અડધાથી વધુ વસતિને વેક્સિન અપાઈ ગઈ છે
  • વેક્સિનેશનની ઝડપી ગતિને કારણે વાયરસ પડ્યો નબળો

યુનાઇટેડ કિંગ્ડમના નાગરિકોને ટૂંક સમયમાં માસ્કથી છુટકારો મળી શકે છે. કોરોનાના સંકટકાળની વચ્ચે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને અનુસરવું જરૂરી હતું, પરંતુ હવે વેક્સિનેશનની ઝડપી ગતિના કારણે UKમાં એનાથી છુટકારો મળવાનું નક્કી થઈ ગયું છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સોમવારે આ જાહેરાત કરી હતી.

કોરોના પ્રતિબંધોને ઘટાડવા તરફ પગલાં ભરી રહ્યા
બોરિસ જોનસને કહ્યું હતું, લોકોએ કોરોના વાયરસથી સાથે જીવવાનું શીખવું પડશે, પરંતુ એની સાથે અમે પ્રતિબંધોને ઘટાડવા તરફ પણ પગલાં ભરી રહ્યા છીએ. ટૂંક સમયમાં બ્રિટનમાં લોકો ઇન્ડોર અથવા જાહેર સ્થળોએ માસ્ક પહેરવાથી છુટકારો મેળવશે, જ્યારે એક મીટરનું સોશિયલ ડિસ્ટન્સિંગથી પણ છુટકારો મળશે.

કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં
બોરિસે જાહેરાત કરી હતી કે 19 જુલાઈથી આ પ્રતિબંધોને કાયદેસર રીતે દૂર કરી શકાય છે, પરંતુ હવે એ લોકો પર છોડી દેવામાં આવ્યું છે, એટલે કે જો કોઈ વ્યક્તિ માસ્ક પહેરવા ઈચ્છે છે અને સોશિયલ ડિસ્ટન્સને અનુસરવા માગે છે, તો તે કરી શકે છે, પરંતુ તેમ ન કરવા માટે તેની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં. જોકે એનો અંતિમ નિર્ણય 12 જુલાઇએ લેવામાં આવશે.

બ્રિટનમાં હવે માસ્ક ન પહેરનારા લોકો સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં.
બ્રિટનમાં હવે માસ્ક ન પહેરનારા લોકો સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં.

બ્રિટન માસ્ક વિના જીવવા તરફ આગળ વધી રહ્યું
મહિનાઓ પછી બ્રિટનમાં લોકો કોવિડના પ્રોટોકોલથી છુટકારો મેળવશે. જણાવી દઈએ કે યુકેમાં કોરોનાને કારણે લગભગ 1.25 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે, કોરોનાના કેસ લાખોમાં નોંધાયા છે. કોરોનાની બીજી, ત્રીજી લહેર અને ડેલ્ટા વેરિયન્ટની અસરને કારણે યુકેમાં પણ ભારે વિનાશ સર્જાયો હતો, પરંતુ આ બધાને પાછળ મૂકીને હવે આ દેશ માસ્ક વિના જીવવા તરફ આગળ વધી રહ્યો છે.

બ્રિટનના જાહેર આરોગ્ય અધિકારીઓ કહે છે કે દેશમાં ચાલી રહેલા વેક્સિનેશન કાર્યક્રમને લીધે વાયરસ નબળો પડી ગયો છે, મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ જ કારણ છે કે હવે આપણે નિયમોને અમુક હદે હળવા કરી શકીએ છીએ.

અડધાથી વધુ વસતિને વેક્સિનનો ડોઝ મળી ગયો
તમને જણાવી દઈએ કે યુનાઇટેડ કિંગ્ડમની અડધાથી વધુ વસતિને વેક્સિનનો ડોઝ મળી ગયો છે. આશરે આઠ કરોડ લોકોને વેક્સિનનો એક ડોઝ, અને ચાર કરોડ લોકોને વેક્સિનના બંને ડોઝ મળી ગયા છે. આ જ કારણ છે કે હવે અહીં કોરોનાની અસર થોડી અંશે ઓછી થઈ ગઈ છે.

યુનાઇટેડ કિંગ્ડમની અડધાથી વધુ વસતિને વેક્સિનનો ડોઝ મળી ગયો છે.
યુનાઇટેડ કિંગ્ડમની અડધાથી વધુ વસતિને વેક્સિનનો ડોઝ મળી ગયો છે.