ફેસબુક પર કાર્યવાહી:UKએ તપાસ બાદ 520 કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો, કહ્યું- કાયદાથી ઉપર કોઈ નહી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
માર્ક ઝુકરબર્ગ- ફાઈલ ફોટો - Divya Bhaskar
માર્ક ઝુકરબર્ગ- ફાઈલ ફોટો

બ્રિટનના કોમ્પિટિશન રેગ્યુલેટર દ્વારા ફેસબુકને 50.5 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 520 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જીઆઈએફ પ્લેટફોર્મ જિફી (Giphy)ની ખરીદી બાદ તપાસ દરમિયાન નિયમનકારના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ફેસબુક પર દંડ ફટકારવામાં આવ્યો છે. કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (સીએમએ)એ આ મામલે કહ્યું છે કે ફેસબુકે જાણી જોઈને આવું કર્યું છે. તેના પર ગુનો લાદવા અને તેને ચેતવણી આપવી ફરજિયાત છે, કારણ કે કોઈ પણ કંપની કાયદાથી ઉપર નથી.

નિયામકનું કહેવું છે કે ફેસબુક giphyના અધિગ્રહણ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં નિષ્ફળ રહ્યું છે. તે સિવાય ફેસબુક તપાસ દરમિયાન giphyને પોતાના પ્લેટફોર્મ સાથે સંચાલન કરવામાં પણ નિષ્ફળ રહ્યું છે. નિયામકે કહ્યું કે ફેસબુકે giphyના અધિગ્રહણના સંબંધમાં જરુરી સૂચનાઓ નથી આપી, જેની તેમને વારંવાર ચેતાવણી આપવામાં આવી હતી.

રિપોર્ટ પ્રમાણે ફેસબુક પોતાની રિ-બ્રાન્ડિગની તૈયારીઓ કરી રહ્યું છે. આગલા સપ્તાહે ફેસબુકના નવા નામનું એલાન થઈ શકે છે. 28 ઓક્ટોબરે થનારા એક ઈવેન્ટમાં ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગ કંપનીના નવા નામની ઘોષણા કરી શકે છે. ફેસબુક એપ સિવાય કંપનીના અન્ય પ્રોડક્ટ જેવા કે ઈન્સ્ટ્રાગ્રામ, વ્હોટ્સએપના નામોને લઈને પણ મોટી ઘોષણા થઈ શકે છે. જોકે આ રિપોર્ટ પર ફેસબુકે હજી સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...