તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Twin Sisters Can Now See Each Other After Years Of Complicated Surgery On The Back Of The Head Of Two Girls In Israel

ભાસ્કર વિશેષ:ઈઝરાયલમાં માથાના પાછળના ભાગથી જોડાયેલી બે બાળકીઓનું જટિલ ઓપરેશન, જન્મના વર્ષ બાદ હવે એક-બીજાને જોઈ શકે છે ટ્વિન્સ બહેનો

યેરુશલેમ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડૉક્ટરોએ 12 કલાકના મુશ્કેલ ઓપરેશન બાદ બે બાળકીઓને નવું જીવન આપ્યું

ઈઝરાયલના બીરશેબા વિસ્તારના સોરોકા મેડિકલ કોલેજમાં માથાના ભાગે જોડાયેલી બે બહેનોને તેમના જન્મના વર્ષ બાદ સફળ ઓપરેશનની મદદથી અલગ કરાઈ છે. હવે આ બહેનો એક-બીજાને જોઈ શકે છે. ઓગસ્ટ 2020માં જન્મેલી આ બાળકીઓ માથાના પાછળના ભાગેથી એવી જોડાયેલી હતી તેથી ક્યારેય એક-બીજાને જોઈ શકે તેમ નહોતી.

ડૉક્ટરો અનુસાર આ બાળકીઓને અલગ કરવાની સર્જરી અત્યંત જટિલ અને દુર્લભ હતી. દુનિયામાં આવી ફક્ત 20 સર્જરી થઈ છે અને ઈઝરાયલમાં આ પ્રકારની પ્રથમ સર્જરી હતી. 12 કલાક સુધી ચાલેલા આ ઓપરેશન બાદ હવે ડૉક્ટરોને આશા છે કે આ બહેનો હવે સામાન્ય અને સ્વસ્થ જીવન જીવી શકશે.

દુનિયાની સૌથી જટિલ સર્જરી પૈકી એક : સોરોકા હોસ્પિટલના ચીફ પીડિયાટ્રિક ન્યુરોસર્જન ડૉ. મિકી ગિડોન કહે છે કે આ સર્જરી એટલી જટિલ અને મુશ્કેલ હતી કે તેની તૈયારીમાં અનેક મહિના લાગી ગયા. સૌથી પહેલાં આ બાળકીઓનું એક થ્રી-ડી વર્ચ્યુઅલ રિયાલિટી મોડલ બનાવાયું જેથી ડૉક્ટરોને ઓપરેશનની જટિલતા સમજવામાં સરળતા રહે.

તેના પછી આ બાળકીઓનાં માથામાં ફુલાવી શકાય તેવી સિલિકોન બેગ નાખવામાં આવી અને તેને અનેક મહિના સુધી ધીમે ધીમે ફુલાવવામાં આવી જેથી તેમની સ્કિન ફેલાઈ જાય અને સર્જરી બાદ અલગ અલગ માથા માટે વધારાની ચામડી મળી શકે.

ઓપરેશન દરમિયાન બંને બાળકીઓની ખોપડી પણ નવેસરથી બનાવાઈ છે. ડૉક્ટરો અનુસાર મુખ્ય રક્તવાહિનીઓ વચ્ચે આ સર્જરી જોખમથી ભરેલી હતી. જરાક પણ ભૂલથી બાળકીઓ મૃત્યુ પામી ગઈ હોત, પણ હવે બધું ઠીક છે. હાલ આ બાળકીઓની ઓળખ જાહેર કરાઈ નથી.

2.5 લાખમાંથી 1 શરીર સાથે જોડાયેલ હોય છે, ફક્ત 20 ઓપરેશન થયા
શરીર સાથે જોડાયેલાં સિયામીઝ ટ્વિન્સ પણ કહેવાય છે. આ દુર્લભ મામલો હોય છે. જન્મ લેનારાં લગભગ 2,50,000 બાળકોમાંથી એક મામલો શરીર સાથે જોડાયેલાં બાળકો સંબંધિત હોય છે. શરીરથી જોડાયેલાં બાળકોની બચવાની શક્યતા ઓછી રહે છે. તેમાંથી મોટા ભાગનાં મૃત્યુ જન્મના સમયે જ થઈ જાય છે. જીવિત બચનારા જોડિયા બાળકોમાં છોકરીઓની સંખ્યા વધુ રહે છે.

અન્ય સમાચારો પણ છે...