તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • The Trump Administration Has Seen A Similar Situation That The Framers Of The American Constitution Feared.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી:અમેરિકન બંધારણના ઘડવૈયા જે સ્થિતિથી ડરતા હતા, ટ્રમ્પના રાજમાં એવી જ સ્થિતિ દેખાઈ રહી છે

વોશિંગ્ટન13 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર.
  • પહેલીવાર અમેરિકામાં કોઈ પ્રમુખના શાસનને લોકશાહી માટે ખતરો મનાઈ રહ્યું છે

પ્રમુખપદની ચૂંટણીમાં પહેલીવાર ‘નબળું લોકતંત્ર’ ચૂંટણી મુદ્દો બન્યો છે. તેનું કારણ એ છે કે, ખુદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ મતોમાં અનિયમિતતા થવાની વાતો ચગાવીને લોકતાંત્રિક મૂલ્યોને કચડી રહ્યાં છે. ટ્રમ્પ કોરોનાકાળમાં સંસદમાં પસાર થયેલા ‘ઓબામા કેર’ એક્ઝિક્યુટિવ ઓર્ડરને પણ બદલવા ઈચ્છે છે. કોરોનાનો રિપોર્ટ નેગેટિવ નથી આવ્યો છતાં ટ્રમ્પ મીટિંગ કરી રહ્યા છે. તેઓ રૂ. 150 કરોડની ટેક્સ ચોરીની તપાસનો પણ સામનો કરી રહ્યા છે. આ બેજવાબદારીભર્યા વલણથી ટ્રમ્પનો તેમની જ રિપબ્લિકન પાર્ટીમાં વિરોધ છે. રિપબ્લિકનોનું કહેવું છે કે, બંધારણના ઘડવૈયાઓએ આવી નબળી લોકશાહીની કલ્પના પણ નહોતી કરી. આ મુદ્દે વાંચો રિપોર્ટ...

બે લક્ષ્ય, બે શંકાને ધ્યાનમાં રાખીને બંધારણ રચાયું

પહેલું લક્ષ્ય: એવું સંઘીય માળખું બનાવવું જે અમેરિકન સરહદોની રક્ષા કરી શકે. તમામ રાજ્ય સમાન તકો સાથે પ્રગતિ કરે. તે સુનિશ્ચિત કરવા માટે એક કરન્સી લાગુ કરવાનો નિર્ણય કરાયો.

પહેલો ડર: યુરોપના દેશોની જેમ રાજાઓની સરમુખત્યારશાહી અમેરિકામાં ના આવે. કોઈ એક વ્યક્તિગત હિત માટે સરકાર બને, જે વ્યક્તિગત લાભ માટે પ્રજાનું શોષણ કરે.

બીજું લક્ષ્ય: રાજ્યોને સ્વાયત્તતા મળે, જેથી લોકો પોતાની સંસ્કૃતિને જીવી શકે. એટલે રાજ્યોને સિવિલ અને ક્રિમિનલ કાયદા બનાવવાની આઝાદી મળી. આ રીતે સંઘીય માળખામાં રાજ્ય સરકારોને ઘણી સત્તા છે.

બીજો ડર: લોકતંત્ર ભીડતંત્રમાં ના બદલાઈ જાય. મોટા ભાગે લોકો પરિવાર, રોજગારીની આગળ નથી વિચારતા. તેમને ભ્રમિત કરીને કોઈ પણ સરકાર બનાવી શકે. તેઓ સરમુખત્યારશાહી અને સંપૂર્ણ લોકશાહીથી પણ ડરેલા હતા.

આ સ્થિતિઓથી બચવા માટે ‘સેપરેશન ઑફ પાવર્સ એન્ડ ચેક્સ એન્ડ બેલેન્સ’ની વ્યવસ્થા કરાઈ હતી
ઈ.સ. 1787માં બંધારણના ઘડવૈયાઓએ ભીડતંત્ર અને સરમુખત્યારશાહી જેવી સ્થિતિથી બચવા માટે બંધારણમાં સેપરેશન ઑફ પાવર્સ એટલે કે સત્તાની વહેંચણી તેમજ ચેક્સ એન્ડ બેલેન્સ એટલે કે નિયંત્રણ અને સંતુલનને સ્થાન આપ્યું. સરકારી સત્તા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પ્રમુખ અને ન્યાયતંત્રમાં વહેંચી દીધી. એટલે પ્રમુખ સીધા પ્રજા દ્વારા ચૂંટાય, તેના બદલે પ્રજાના પ્રતિનિધિઓ ઈલેક્ટોરેટ કૉલેજથી ચૂંટાય એવું માળખું ઘડ્યું.

પ્રમુખ પણ સેનેટની મંજૂરી વિના કશું ના કરી શકે
અમેરિકન પ્રમુખ કમાન્ડર ઈન ચીફ હોય છે, પરંતુ તે સેનેટની મંજૂરી વિના ના તો આક્રમણ કરી શકે છે, ના તો કોઈ દેશ સાથે કરાર. કોંગ્રેસે બનાવેલો કાયદો સુપ્રીમકોર્ટને ન્યાયસંગત ના લાગે, તો તે તેને ફગાવી દઈ શકે છે. આ નિયંત્રણ અને શક્તિના સંતુલનની વ્યવસ્થા છે. 1791માં બિલ ઑફ રાઈટ્સ થકી નાગરિકોના અધિકાર સુરક્ષિત કરાયા હતા. બંધારણમાં જે શક્તિઓનો ઉલ્લેખ નથી, તે રાજ્ય સરકારો કે નાગરિકોને અપાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો