તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Trend Of Keeping Dangerous Animals Has Increased In America, Britain, Making Videos With Them And Making Money, Even Endangering Lives.

ન્યુયોર્ક ટાઈમ્સમાંથી...:અમેરિકા, બ્રિટનમાં ખતરનાક પ્રાણીઓને પાળવાનો ટ્રેન્ડ વધ્યો, તેમની સાથે વીડિયો બનાવી કમાણી કરી રહ્યા છે, જીવને પણ જોખમ

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહામારી વચ્ચે યુવાઓએ કમાણીનો નવો રસ્તો શોધ્યો, પેટ-ટ્યૂબર તરીકે ઓળખ મેળવી

સામાન્ય રીતે લોકો કૂતરાં-બિલાડીને પાળીને રાખે છે. અનેક લોકો ઘરોમાં માછલી, કાચબા, પોપટ અને બીજા વિદેશી પક્ષીઓ પણ જોવા મળી જાય છે પણ અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં હાલમાં ઝેરીલા સાંપ, અજગર, મોટી ગરોળીઓ, કોકરોચ, ટેરેન્ટ્યૂલા કરોળીયાની સાથે અનેક વિચિત્ર ખતરનાક પ્રાણીઓને પાળવાનું ચલણ વધી રહ્યું છે. સોશિયલ મીડિયા પર એવી અનેક ચેનલ છે જ્યાં વીડિયોના માધ્યમથી આ પ્રાણીઓ બતાવાય છે. આવા વીડિયોને લાખો વ્યૂ મળે છે જેનાથી આ પ્રાણીઓને પાળનારની કમાણી થાય છે.

ન્યૂજર્સીના વતની પેટ-ટ્યૂબર ટોમસ પેસિક્જેનિક પણ તેમાં સામેલ છે. ટોમસ પાસે પાળેલા ડોગ ઉપરાંત 32 અલગ અલગ પ્રકારના જીવજંતુઓ છે. તેમાં અનેક પ્રકારના કરોળીયા, કોકરોચ, હેડહોગ અને અજગર સામેલ છે. ટોમસ જેવા અનેક યુવાઓ છે જે દરરોજ તેમના પાળતું પ્રાણીઓના વીડિયો અપલોડ કરે છે. આ પેટ ટ્યુબરમાં બ્રિટનના પૂર્વ ઝૂ કીપર એમજોટિક, સરીસૃપ પાળનારા ટેલર નિકોલ ડીન, પોપટ પાળનાર એક્ટ્રેસ મારલીન મેકોહન, સાંપ પાળનાર વાયલનિસ્ટ થોમ્પમન જેવા અનેક લોકો સામેલ છે જેમના વીડિયો ખૂબ જ લોકપ્રિય છે.

વ્યૂ માટે તેઓ તેમના પ્રાણીઓથી અનોખા કરતબ કરાવે છે અને અનેકવાર આ પ્રાણીઓના જીવ જોખમમાં મૂકે છે. બીજી બાજુ આ પેટ ટ્યૂબર્સને પણ ખતરો છે. ટોમસ કહે છે કે તેના હુમલાથી બચવા માટે અમે અંતર જાળવીએ છીએ. જોકે લાંબો સમય સુધી સાથે રહ્યા બાદ પણ હું બેદરકારી ન દાખવી શકું કેમ કે તે જીવલેણ સાબિત થઈ શકે છે. જોકે આ વીડિયોના ટીકાકાર પણ ઓછા નથી. આ પેટ ટ્યુબર પર આ પ્રાણીઓને તેમના પ્રાકૃતિક આવાસથી બેદખલ કરવા અને તેની સાથે અત્યાચાર કરવાનો પણ આરોપ લાગે છે.

સોશિયલ મીડિયા પર લાખો વ્યૂથી કમાણી થાય છે
સોશિયલ મીડિયા પર પાળેલા પ્રાણીઓનું ફીડિંગ, તેમની દેખરેખ સંબંધિત વીડિયો ઉપરાંત અલગ અલગ સ્ટોરી અને થીમ પ્રમાણે પણ કન્ટેન્ટ બનાવીને અપલોડ કરાય છે. જેના જેટલા સબ્સ્ક્રાઈબર અને વ્યૂ હશે એટલી જ વધારે કમાણી પણ થશે. 10 લાખ વ્યૂવાળાને એક વીડિયોથી 2.5 લાખથી 20 લાખ રૂપિયા સુધીની આવક થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...