રસોડા પરનું ફોકસ:USમાં ‘અદૃશ્ય કિચન’નો ટ્રેન્ડ, મોંઘાં ઉપકરણો છુપાવવા મોટો ખર્ચ કરાય છે!

વોશિંગ્ટન15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમીરોના રસોડામાં એ કાળજી રખાય છે કે ફ્રીઝ દેખાય નહીં, ડિઝાઇનર્સ પણ અદૃશ્ય કિચનની તૈયારીમાં

રસોડું ઘરનો એક મહત્ત્વનો હિસ્સો છે. તેથી ઘર બનાવતી વખતે સૌથી વધુ ધ્યાન તેના પર અપાય છે. મોડ્યુલર કિચન આવ્યા બાદ રસોડા પરનું ફોકસ વધ્યું છે. જ્યારે વાત ધનિકોની આવે છે ત્યારે રસોડાની ડિઝાઇનમાં કોઈ કસર બાકી રાખવા માગતા નથી.

આવો જ ટ્રેન્ડ આજકાલ અમેરિકામાં જોવા મળી રહ્યો છે. ‘ઇનવિસિબલ ફ્રીઝ’ આજકાલ નવું સ્ટેટસ સિમ્બોલ છે. લોકો 75 હજાર રૂપિયાનું ફ્રીઝ ખરીદે છે અને બાદમાં તેના પર કિચનના ભવ્ય ઈન્ટિરિયર સાથે મચ થતી હોય એવી પેનલ લગાવી દે છે. એ પછી એવું લાગે કે જાણે ઘરમાં કોઈ ઉપકરણો જ નથી. આ ઉપરાંત કુલિંગ ડ્રોઅર્સ પણ ટ્રેન્ડમાં છે.

મોટેભાગે આવા ડ્રોઅર્સ કિચનમાં હોય છે પણ ઘણા લોકો બાથરૂમમાં પણ બનાવે છે. જેથી ટેમ્પરેચર કન્ટ્રોલ ફેસ ક્રીમ સુરક્ષિત રાખી શકાય. સેલેબ્સના માનીતા ઈન્ટિરિયર ડિઝાઇનર માર્ટીન લોરેન્સ બુલાર્ડ જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં અમે સૌથી વધુ મહેનત ફ્રીઝને છુપાવવા માટે કરી છે. 1940માં અમેરિકી કિચનમાં જે એપ્લાયન્સીસ જોવા મળતા હતા હવે તેને છુપાવી દેવાનો ટ્રેન્ડ છે.

પેનલ રેડી ફ્રીઝ આ જ પરિવર્તનનો હિસ્સો છે. કોઈ નવા લક્ઝરી કિચનમાં તમને એ ખ્યાલ નહીં આવે કે ફ્રીઝમાં આઇસબોક્સ છે કે નહીં. અમેરિકી ઘરોમાં બે ફ્રીઝનું ચલણ તો ઘણા સમયથી છે. યુએસ એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનના ડેટા મુજબ દેશના 30% (આશરે 3.5 કરોડ) પરિવારો પાસે બે ફ્રીઝ છે. અમેરિકામાં હાઇએન્ડ ફ્રીઝનું આ ચલણ રિયાલિટી શૉઝની દેણ છે.

2000ની શરૂઆતમાં ક્રિબ્સ નામે પ્રસારિત થતી સીરિઝમાં મોટી હસ્તીઓના ઘરની સહેલ કરાવવામાં આવતી હતી. તેમાં ફ્રીઝમાં જોવું એ સિગ્નેચર એલિમેન્ટ ગણાતું. તેમાં રાખવામાં આવતા ડ્રીંક્સ અને સુપરમાર્કેટની ચીજવસ્તુઓ જોઈને ઘણા લોકોને ઈર્ષ્યા થતી. ‘રિયલ હાઉવાઇવ્સ’ જેવા શૉ દ્વારા અમેરિકી લોકો ઉચ્ચ વર્ગના કિચનની ડિઝાઇન જોઈ શકતો હતો. ટૂંકમાં હવે વાત ફ્રીઝ છુપાવવા પૂરતી રહી નથી. હવે તો અદૃશ્ય કિચનની તૈયારીઓ શરૂ થઈ છે.

કિચન હવે વર્ક સ્ટેશન નહીં લાઇફસ્ટાઇલ માટે ડિઝાઇન થાય છે
ઈન્ટિરિયર ડિઝાઇનર શેનન વોલ્કેક જણાવે છે કે કિચન હવે વર્કસ્ટેશન કરતાં વધારે લાઇફસ્ટાઇલ માટે બની રહ્યા છે. આમ પણ હવે ફ્રીઝમાં ખાવાપીવાનો સામાન રાખવાનું ચલણ ઘટતું જાય છે. ફ્રીઝનો ઉપયોગ આઇસક્રીમ, બરફ તથા ડ્રીંક્સ માટે થાય છે. તેથી જ બિલ્ટ ઇન વૉટર અને આઇસ ડિસ્પેન્સર વધુ પસંદ કરાય છે. તેના કારણે યુનિટ ઓપન કર્યા વિના જ વસ્તુ લઈ શકાય છે. ફ્રીઝમાં કઈ ચીજવસ્તુ ખલાસ થવા આવી છે એના પર નજર રાખવા માટે કેમેરા પણ હોય છે.

અન્ય સમાચારો પણ છે...