ડોનાલ્ડ ટ્રમ્પે 2024ની અમેરિકન પ્રમુખપદની ચૂંટણીની ઉમેદવારીની જાહેરાત કરી દીધી છે. મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન્સના નબળા દેખાવ છતાં આ જાહેરાત વ્યૂહાત્મક પગલું ગણાય છે. ટ્રમ્પે ફ્લોરિડામાં તેમના રિસોર્ટ માર-એ-લોગોમાં આ જાહેરાત કરી, ત્યારે ત્યાં રિપબ્લિકન પાર્ટીના 49માંથી દસ સેનેટર અને 28માંથી પાંચ ગવર્નર હાજર હતા.
ટ્રમ્પે બે કારણથી ચૂંટણી લડવાની જાહેરાત બે વર્ષ વહેલી કરી. પહેલું- રિપબ્લિકન્સમાં અનેક મજબૂત દાવેદારોનો પડકાર અને અન્ય દાવેદારોની ટ્રમ્પથી વધુ મજબૂત પકડ. રિપબ્લિકન મતદારો પણ અન્ય દાવેદારો તરફ ઢળી રહ્યા છે. બીજું- ટ્રમ્પ વિરુદ્ધ દેશદ્રોહ સહિત બે મોટા કેસ ચાલી રહ્યા છે. એટલે તેમની યોજના છે કે, પ્રમુખપદની દાવેદારી કરીને તેનાથી બચી જવાય.
ટ્રમ્પની દોડમાં ‘ક્લબ ઓફ ગ્રોથ’ મોટી બાધા હશે!
વર્ષ 2016ની ચૂંટણીમાં ટ્રમ્પની જીતમાં અમેરિકાના 506 કન્ઝર્વેટિવ સંગઠનોના ‘ક્લબ ઓફ ગ્રોથ’ જૂથની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી. આ વખતે મિડ ટર્મ ચૂંટણી પછી ‘ક્લબ ઓફ ગ્રોથ’ના સરવેમાં ટ્રમ્પનું રેટિંગ ગવર્નર ડિસેન્ટિસની તુલનામાં પાંચ પોઈન્ટ ઘટીને 39% થઈ ગયું છે.
ટ્રમ્પને પેન્સ-ડિસેન્ટિસ પણ ટક્કર આપી રહ્યા છે
ટ્રમ્પને તેમની પાર્ટીના પૂર્વ ઉપ પ્રમુખ માઇક પેન્સ અને ફ્લોરિડાના ગવર્નર ડિસેન્ટિસ મજબૂત રીતે ટક્કર આપી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, ટ્રમ્પના શાસનમાં પેન્સ ઉપ પ્રમુખ હતા.
ટ્રમ્પે દાવેદારી નોંધાવી છે, પાર્ટીએ નહીં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.