ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:સોશિયલ મીડિયાની ઝેરી અસર - મસલ્સ બનાવવાની લ્હાયમાં યુવાનો બીજી સમસ્યામાં ફસાય છે

ન્યૂયોર્ક5 મહિનો પહેલાલેખક: એલેક્સ હાગુડ
  • કૉપી લિંક
  • ફિટ અને મજબૂત શરીરના વીડિયો સતત જોવાથી હીનભાવના પેદા થાય છે

હાઈસ્કૂલના બીજા એથ્લીટ્સની જેમ 16 વર્ષના બોબીએ પ્રોટીન ડાયેટ અને કસરત દ્વારા પોતાના શરીરને મજબૂત અને ફિટ બનાવવા માટે સખત મહેનત કરી. તે સપ્તાહમાં છ દિવસ જિમ જાય છે. યુટ્યુબ પર 13 લાખ યુઝર ધરાવતા ગ્રેગ ડાઉસેટ જેવા બોડી બિલ્ડરો અંગે ઓનલાઈન વાંચે છે. તે કહે છે કે, આ લોકોએ મને તેમના જેવી બોડી બનાવવા અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે પ્રેરિત કર્યો છે. બોબીનું લક્ષ્ય સ્કૂલ, યુનિવર્સિટીની ટીમમાં સ્થાન બનાવવાનું નથી. તે તો ટિકટોક પર પોતાના વર્કઆઉટના વીડિયો પોસ્ટ કરે છે. તેના ચાર લાખ ફોલોઅર થઈ ગયા છે.

અનેક કિશોરો અને યુવાનો માટે સુગઠિત શરીર ડિજિટલ સંસ્કૃતિનો ભાગ બની ગયું છે. મર્દાનગી અને શક્તિનું પ્રદર્શન કરતી વીડિયો ગેમ અને ફિલ્મોમાં સુપરહીરો જોવા ઉદાહરણ તેમની સામે રહે છે. અનેક ડોક્ટર અને રિસર્ચર કહે છે કે, ઓનલાઈન કન્ટેન્ટમાં પુરુષોના મજબૂત બાંધાના શરીરની પ્રશંસા યુવાનોના સ્વાભિમાન અને આત્મવિશ્વાસ પર ઝેરી અસર કરે છે. સિક્સ પેકથી સજેલા પુરુષોના ચહેરા તેમને બેચેન કરે છે. તેમના અંદર હીનભાવના જાગે છે. મસલ્સ બનાવવા માટે યુવાનો ભરપૂર પ્રોટીન સપ્લીમેન્ટનો ઉપયોગ કરે છે. જે આરોગ્ય માટે ખતરનાક છે. પ્રોટીન પાઉડર વધુ ખાવાથી શરીરમાં ભોજન પચાવવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે.

કેટલાક તાજા રિપોર્ટ મુજબ ઓનલાઈન દબાણને કારણે ટીનેજર છોકરાઓ પોતાના શરીર અંગે ખરાબ અનુભવે છે. કેલિફોર્નિયા હેલ્ત જર્નલમાં 2019માં પ્રકાશિત એક સરવેમાં 11થી 18 વર્ષના વયના 65 ટકા છોકરાઓએ કહ્યું કે, તેઓ પોતાના શરીરથી આસંતુષ્ટ છે. તેઓ છાતી, હાથ અને એબ્સની માંસપેશીઓ વધારવા માગે છે. દર્શનીય શરીર બનાવવાની ઈચ્છાને મનોવિજ્ઞાની બિગોરેક્સિયા કહે છે. જેના અંતર્ગત લોકો વધુ વેઈટલિફ્ટિંગ કરે છે અને વજન ઘટાડવા, માંસપેશીઓ બનાવવાની વસ્તુઓ વધુ ખાય છે. તેમને લાગે છે કે, તેમનાં મસલ્સ નબળાં છે. આ મનોભાવનાથી પીડિત યુવાનો પોતાનાં શરીરના બહારના આકાર અંગે વધુ પડતા સજાગ રહે છે. વારંવાર અરીસો જુએ છે કે બિલકુલ જોતા જ નથી. વિશેષ ડાયેટને કારણે તેઓ સામાજિક રીતે પણ અલગ પડી જાય છે.

સુગઠિત શરીર ધરાવતા પુરુષોની ઈમેજને વધુ લાઈક્સ
2020માં પ્રકાશિત એક અભ્યાસમાં પુરુષોના શરીર સૌષ્ઠવનું પ્રદર્શન કરતી એક હજાર ઈન્સ્ટાગ્રામ પોસ્ટનું વિશ્લેષણ કરાયું હતું. સામાન્ય મસલ્સ અને વધુ ચરબી ધરાવતા પુરુષોની તુલનામાં શાનદાર મસલ્સ અને સેક્સી પુરુષોની ઈમેજને વધુ શેર અને લાઈક્સ મળ્યા હતા. ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડની ગ્રિફિત યુનિવર્સિટીમાં એપ્લાઈડ સાઈકોલોજીનાં લેક્ચરર ડો. વેયા સીકિસ દેશના 303 યુવાનો અને હાઈસ્કૂલના 198 વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયાની ટેવોનો ડેટા એક્ઠો કરી રહ્યાં છે. તેમણે જોયું કે, મર્દાનગી બતાવતી ઈમેજ વધુ જોવાથી યુવાનોમાં હીનભાવના પેદા થાય છે. તેમના અંદર મસલ્સ બનાવવાની ઈચ્છા જાગે છે.

મસલ્સના અભાવથી ચિંતા
એડોલસેન્ટ હેલ્થ જર્નલામં ગયા વર્ષે પ્રકાશિત એક સ્ટડીમાં યુવાન પુરુષો વચ્ચે ખાણી-પીણીને લીધે પેદા થયેલી સમસ્યાઓ પર ધ્યાન અપાયું છે. 16થી 25 વર્ષના વયના 4489 પુરુષોમાંથી 25 ટકા રિસર્ચરે જણાવ્યું કે, પુરતા મસલ્સ ન હોવાને કારણે તેઓ ચિંતિત છે. 11 ટકાએ કહ્યું કે, તેઓ માંસપેશીઓ બનાવતી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...