તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Top US Institute Says The Corona Delta Variant Is The Most Dangerous, With More Than Half Of The Cases Reported In The US In The Last Two Weeks.

ડેલ્ટા વેરિઅન્ટની ગંભીરતા:અમેરિકાની ટોપની ઈન્સ્ટિટ્યૂટે કહ્યું કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ સૌથી ખતરનાક, USમાં છેલ્લા બે સપ્તાહમાં અડધાથી વધુ આ વેરિઅન્ટના કેસ નોંધાયા

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેલ્ટા વેરિન્ટ ખૂબ જ ઝડપથી અમેરિકામાં ફેલાયોઃ CDC
  • USમાં કોરોનાના કેસમાંથી 51.7% ડેલ્ટા વેરિઅન્ટના કેસ નોંધાયા

અમેરિકાની સર્વોચ્ચ મેડિકલ સંસ્થા સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ પ્રિવેન્શન(CDC)એ કહ્યું છે કે હવે કોરોનાવાઈરસનો મુખ્ય અને ખતરનાક વેરિઅન્ટ ડેલ્ટા છે. તે સતત અમેરિકા અને વિશ્વના લોકોને સંક્રમિત કરી રહ્યો છે. છેલ્લા બે સપ્તાહમાં અમેરિકામાં આવેલા કોરોનાના કેસમાં અડધાથી વધુ ડેલ્ટા વેરિઅન્ટના છે. અમેરિકાના કેટલાક વિસ્તારમાં લોકો હાલ પણ વેક્સિન લગાવી રહ્યાં નથી. જેના પગલ અમેરિકાની સરકાર ચિંતામાં છે. વેક્સિન ન લગાવનારાઓમાં બાળકો પણ સામેલ છે.

USમાં કોરોનાના કેસમાંથી 51.7% કેસ ડેલ્ટા વેરિઅન્ટના
ડેલ્ટા વેરિઅન્ટ સૌથી પહેલા ગત વર્ષે ભારતમાં નોંધાયો હતો. તે B.1.617.2ના નામથી પણ ઓળખાય છે. હાલ અમેરિકામાં જેટલા પણ કોરોનાના કેસ છે, તેમાંથી 51.7 ટકા ડેલ્ટા વેરિઅન્ટના છે. આ ડેટા 20 જૂનથી લઈને 3 જુલાઈની વચ્ચેનો છે. Alpha વેરિઅન્ટ કે B.1.1.7 જે પ્રથમ વખત યુકેમાં નોંધાયો હતો. તે પણ અમેરિકામાં 28.7 ટકા કોરોનાના કેસની સાથે બીજા ક્રમે છે.

ડેલ્ટા વેરિન્ટ ખૂબ જ ઝડપથી અમેરિકામાં ફેલાયોઃ CDC
CDCનું કહેવું છે કે ડેલ્ટા વેરિન્ટ ખૂબ જ ઝડપથી અમેરિકામાં ફેલાયો છે. હવે તે દેશ અને વિશ્વમાં મુખ્ય કોરોના વેરિઅન્ટ છે. મેમાં તેના કેસ માત્ર 10 ટકા હતા, જે 6 જૂનથી 19 જૂનની વચ્ચે ઝડપથી વધીને 30 ટકા થયા. CDCએ જણાવ્યું કે આયોવા, કન્સાસ, મિસૌરમાં ડેલ્ટા વેરિઅન્ટ 80.7 ટકા ફેલાયો છે. જ્યારે નેબ્રાસ્કા, કોલોરાડો, મોંટાના, નોર્થ ડકોટા, સાઉથ ડકોટા, સાઉથ ડકોટા, ઉટાહ, વ્યોમિંગમાં 74.3 ટકા સંક્રમણ ફેલાયુ છે.

CDCએ હાલ WHOની ગાઈડલાઈન માનવાથી ઈન્કાર કર્યો
અમેરિકા જેવો દેશ જ્યાં સૌથી વધુ વેક્સિનેશન કરવામાં આવ્યું છે, ત્યાં ડેલ્ટા વેરિઅન્ટે એવા લોકોને પોતાના શિકાર બનાવ્યા, જેમણે વેક્સિન લગાવી નથી અથવા તો લેવાનુ ચુકાઈ ગયું હોય. ખાસ કરીને યુવા અને બાળકોમાં સંક્રમણ થયું. CDCએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ની ગાઈડલાઈનને હાલ માનવાથી ઈન્કાર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વેક્સિન લગાવી ચુકેલા લોકો પણ માસ્ક પહેરીને રહેશે.

5 રાજ્યોના 40% લોકો એવા જેમણે વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી
વેેક્સિન ડેલ્ટા વેરિઅન્ટની વિરુદ્ધ પણ અસરકારક છે. લોકોને ગંભીર રીતે બીમાર પડતા અટકાવી રહી છે. સાથે જ લોકોને હોસ્ટિલમાં દાખલ થવાથી પણ બચાવી રહી છે. જોકે અમેરિકાના પાંચ રાજ્યો મિસિસિપ્પી, લુસિયાના, ઈડાહો, વ્યોમિંગ અને અલબામામાં પણ હાલ 40 ટકા લોકો એવા છે, જેમને કોરોનાવાઈરસની વેક્સિનનો એક પણ ડોઝ લગાવ્યો નથી. તેના પગલે પબ્લિક હેલ્થ એક્સપર્ટ ચિંતિંત છે.

ડેલ્ટા વેરિઅન્ટ આલ્ફા વેરિઅન્ટ કરતા 40થી 60 ટકા વધુ સંક્રમક
ડેલ્ટા વેરિઅન્ટના કારણે સમગ્ર વિશ્વ હેરાન છે. કારણ કે કોરોનાવાઈરસનો આ વેરિઅન્ટ વેક્સિન લગાવી ચૂકેલો લોકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. તેના કારણે ઓસ્ટ્રેલિયા, યુકે, ઈઝરાયલ અને ઘણા યુરોપીય દેશોમાં ફરીથી લોકડાઉન લગાવવું પડ્યું. આ કારણે અમેરિકામાં પણ તેને લઈને ડરનો માહોલ છે. તે આલ્ફા વેરિઅન્ટથી 40થી 60 ટકા વધુ સંક્રમક છે.

વેક્સિનેશનથી ડેલ્ટા વેરિઅન્ટની ગંભીરતા ઓછી કરી શકાય
ડેલ્ટા વેરિઅન્ટ વુહાનમાંથી નીકળેલા વેરિઅન્ટથી 50 ટકા વધુ સંક્રમક છે. આ કારણે મોટાભાગના લોકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે. યુકેમાં ડેલ્ટા વેરિન્ટની અસર ઓછી છે. જોકે અહીં થયેલા સ્ટડીમાં એક વાત પ્રકાશમાં આવી છે કે જો ઝડપથી વેક્સિનેશનનો કાર્યક્રમ ચલાવવામાં આવે અને લોકો પોતે જઈને વેક્સિન લે તો ડેલ્ટા વેરિઅન્ટની અસરથી બચી શકાય છે. આમ કરવાથી તેની ગંભીરતા પણ ઓછી કરી શકાય છે.

અમેરિકા 47 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા
માત્ર વેક્સિનેશનથી સંપૂર્ણ સુરક્ષા મળશે નહિ. લોકોએ વેક્સિનેશન પછી માસ્ક પણ પહેરવું પડશે, જેથી તે ડેલ્ટા વેરિઅન્ટ કે કોઈ અન્ય વેરિઅન્ટના સંક્રમણ અને ગંભીરતાથી બચી શકે. બાળકો આ વેરિઅન્ટથી ઈમ્યુન નથી. આ સિવાય યુવાનો પણ તેનાથી ઈમ્યુન નથી. આ કારણે તેમને બચાવવા ખૂબ જ જરૂરી છે. હાલ અમેરિકામાં માત્ર 47 ટકા લોકોએ જ વેક્સિનના બંને ડોઝ લીધા છે.