• Gujarati News
  • Sports
  • The Three match T20 Series Begins Today, With Both Teams Looking To Win In Mohali.

ભારત VS ઓસ્ટ્રેલિયા:ત્રણ મેચની T20 સિરીઝનો આજથી પ્રારંભ, મોહાલીમાં જીતના ઈરાદા સાથે બન્ને ટીમ મેદાનમાં ઊતરશે

12 દિવસ પહેલા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝનો આજે પ્રથમ મુકાબલો મોહાલીમાં છે. બન્ને ટીમ વચ્ચે ભારતમાં પ્રથમવાર T20 મુકાબલો 2007માં રમાયો હતો. સિરીઝમાં એક મેચ રમાઈ હતી અને એ ભારત જીત્યું હતું.

15 વર્ષમાં આ પ્રથમવાર બન્ને ટીમ વચ્ચે ત્રણ મેચની સિરીઝ રમાઈ રહી છે. છેલ્લે, 2019માં ભારતની ધરતી પર બન્ને ટીમ T20 મેચ રમવા ઊતરી હતી. આ સિરીઝમાં ભારતની ટીમની 0-2થી હાર થઈ હતી. ભારતની ટીમ પાસે હિસાબ બરાબર કરવાની તક છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટોપ 5 ભારતીય બેટરમાંથી હાલ માત્ર 2 હાજર છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો 4 પ્લેયર્સ જે વર્લ્ડ કપમાં હતા તેઓ ભારત નથી આવ્યા. ચાલો... આજની મેચ પિચ રિપોર્ટ સાથે હેડ ટુ હેડ, સંભવિત પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ...

સૌથી પહેલા જાણી લઈએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતના ટોપ પાંચ પર્ફોર્મર

બંને ટીમની સંભવિત પ્લેઇંગ ઈલેવન

ભારત- કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલ.
ઓસ્ટ્રેલિયા- એરોન ફિન્ચ (કેપ્ટન), જોશ ઇંગ્લિસ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ, સીન એબોટ, એશ્ટન અગર, એડમ ઝમ્પા, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ.

ભારતમાં ઓસ્ટ્રેલિયાને હરાવવું મુશ્કેલ છે
ભારતનો ઓવરઓલ રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે સારો રહ્યો છે, પરંતુ જ્યારે ભારતની ધરતી પર ટક્કરની વાત આવે છે ત્યારે મામલો થોડો પડકારજનક બની જાય છે. ભારતમાં બંને ટીમ 8 વખત આમને-સામને આવી છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 4 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 3 મેચ જીતી છે. એક મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.

પિચ કેવી હશે?
મોહાલીમાં ઝાકળ સૌથી મોટું ફેક્ટર સાબિત થઈ શકે છે. તેવામાં ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય સાબિત થઈ શકે છે. ઝાકળને કારણે બોલ સરકી જશે અને બોલરોને ઓછી મદદ મળશે. આનો સીધો ફાયદો બેટરને થશે.

ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલા બેટિંગ કરી 9માંથી 5 મેચ જીતી છે. જ્યારે ટાર્ગેટનો પીછો કરતાં 13માંથી 8 મેચ જીતી છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયન ટીમ પહેલા બેટિંગ કરતાં 4 અને ટાર્ગેટનો પીછો કરતાં 5 મેચ જીતવામાં સફળ રહી છે.

મેચ શેમાં નિહાળી શકશો?
પહેલી T20 મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર નિહાળી શકાશે. જો તમારે મોબાઈલમાં મેચ જોવાનું પસંદ કરતા હોવ તો ડિઝની પ્લસ હોટસ્ટારએપને ડાઉનલોડ કરવાનું રહેશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે શરૂ થશે.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવનને જાણતાં પહેલાં ભારતમાં અત્યારસુધી રમાયેલી સિરીઝનો હિસાબ પણ જાણી લો...
ભારતીય ટીમ આજની મેચમાં બે મોટા બદલાવ કરી શકે છે. એશિયા કપમાં ઈજાને કારણે બહાર થનારા જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલનું ટીમમાં પુનઃઆગમન લગભગ નક્કી છે. દિનેશ કાર્તિક અને રિષભ પંત બંને આજની મેચમાં રમતા જોવા મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...