• Gujarati News
  • International
  • The Threat Of A Terrorist Attack On Kabul Airport Remains, With The US Urging Its Citizens To Leave Immediately; Third Alert In Three Days

અફઘાનિસ્તાનમાં અમેરિકાની એરસ્ટ્રાઇક:કાબુલ એરપોર્ટ નજીક ડ્રોન હુમલામાં આત્મઘાતી હુમલાખોરની કાર ઉડાવી દીધી, 6 બાળક સહિત 9નાં મોત

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલાના માસ્ટરમાઈન્ડને અમેરિકાએ ઉડાવ્યો
  • કાબુલમાં સુસાઇડ બોમ્બરથી ભરેલી કારને એરસ્ટ્રાઈકમાં નષ્ટ કરી દેવાઈ
  • એરપોર્ટ નજીક એક ઘર પર રોકેટ બોમ્બ પડ્યા પછી અફરાતફરી
  • ભારત અને અમેરિકાના વિદેશમંત્રીએ અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરી
  • કાબુલ એરપોર્ટમાં બ્લાસ્ટમાં માર્યા ગયેલા અમેરિકી સૈનિકોના મૃતદેહ અમેરિકા પહોંચ્યા, રાષ્ટ્રપતિ બાઈડન એરબેઝ પર હાજર

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં રવિવારે ફરી વિસ્ફોટ થયો હતો. જોકે આ વિસ્ફોટ આતંકીઓએ નહીં, પણ અમેરિકી સૈન્ય દ્વારા કરાયો હતો. કાબુલ એરપોર્ટ પાસે રોકેટ હુમલામાં 1 બાળક સહિત 2 લોકોનાં મોત થયાં છે, જ્યારે 3ને ઇજા થઈ છે. અમેરિકી અધિકારીએ કહ્યું હતું કે એરપોર્ટ પર આત્માઘાતી હુમલાખોરથી ભરેલી કારને નષ્ટ કરવા આ પગલું ભરાયું હતું. આતંકી સંગઠન આઈએસઆઈએસએ દ્વારા કાર બોમ્બથી એરપોર્ટ પર વિસ્ફોટ કરવાની તૈયારી હતી.

એક નજરે જોનારે કહ્યું હતું કે રોકેટ બોમ્બ એક ઘર પર પડ્યા પછી ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ભાગી રહ્યા હતા. અમેરિકી પ્રમુખ બાઈડને કહ્યું હતું કે કાબુલ એરપોર્ટ પર આઈએસઆઈએસએ દ્વારા આગામી 24થી 36 કલાકમાં આતંકી હુમલાની શક્યતા છે. અમેરિકી સૈન્ય દ્વારા આ કારણે જ હુમલો કરાયો હોવાનું જણાવાયું હતું.

બીજી બાજુ, કાબુલ એરપોર્ટમાં ગુરૂવારે થયેલા બ્લાસ્ટમાં માર્યા ગયેલા અમેરિકી સૈનિકોના મૃતદેહ રવિવારે અમેરિકા પહોંચ્યા છે. આ શબને C-17 ગ્લોબમાસ્ટરથી અમેરિકા લાવવામાં આવ્યા છે. મૃતદેહને રિસીવ કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ ડેલવેયરમાં સ્થિત ડોવર એરફોર્સ બેઝ પર હાજર છે. કાબુલમાં થયેલા 2 બ્લાસ્ટમાં અમેરિકાના 13 જવાન માર્યા ગયા હતા.

તાલિબાને કહ્યું- કાલ પછી અફઘાનિસ્તાનમાં હુમલો કરવાનો અમેરિકાને અધિકાર નહીં હોય
અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરનારા તાલિબાને કહ્યું હતું કે 31 ઓગસ્ટ પછી દેશમાં હુમલો કરવાનો અધિકાર અમેરિકાને નહીં હોય. તાલિબાનના રાજકીય જૂથના પ્રવક્તા સુહેલ શાહીને કહ્યું હતું કે નિશ્ચિત સમય પછી કોઈપણ હુમલો થશે તો તેને તાલિબાન દ્વારા કોઈપણ ભોગે અટકાવવામાં આવશે. અમેરિકાને જવાબ અપાશે.

તાલિબાનનું નવું ફરમાન, યુવક-યુવતીઓ સાથે ભણી ન શકે
થોડાં દિવસ પહેલાં મહિલાઓને અધિકાર આપવાની વાત કરતા તાલિબાન જૂના વિચારોને ફરી અપનાવી રહ્યા છે. તાલિબાને રવિવારે યુવક અને યુવતીઓને એકસાથે અભ્યાસ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં, નવા તાલિબાની ફરમાન મુજબ હવે અફઘાનિસ્તામાં કોઈપણ પુરુષ શિક્ષક યુવતીઓને નહીં ભણાવી શકે.

એક દિવસ પહેલાં જ શેખ અબ્દુલ બાકી હક્કાનીને તાબિલાનના ઉચ્ચ શિક્ષણ મંત્રી પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલાં અફઘાનિસ્તાનના પૂર્વી હેરાત શહેરમાં એવો આદેશ જાહેર કરાયો હતો કે યુવતીઓ અને યુવકને એક જ ક્લાસમાં ન ભણાવી શકાય.

બગલાન પ્રાંતમાં સિંગરની ગોળી મારીને હત્યા

એક તરફ તાલિબાન અફઘાનિસ્તાનના લોકોને સુરક્ષાની ખાતરી આપી રહ્યું છે અને બીજી તરફ તાલિબાન લડાકુઓ દ્વારા હિંસા પણ ચાલુ છે. સ્થાનિક મીડિયા અશ્વકા ન્યૂઝના અહેવાલ મુજબ તાલિબાન લડવૈયાઓએ કાબુલથી 100 કિમી દૂર બગલાન પ્રાંતના અંદ્રાબ વિસ્તારમાં ગાયક ફવાદ અંદ્રાબીની ગોળી મારીને હત્યા કરી હતી.

તાલિબાન તેમને ગોળી વાગતા પહેલા તેમને ઘરની બહાર ખેંચી ગયા હતા. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ગૃહપ્રધાન મસૂદ અંદ્રાબીએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી.

ફવાદના પરિવારના જણાવ્યાં અનુસાર તાલિબાન લડાકુઓ થોડા દિવસો પહેલા જ તેના ઘરે આવ્યા હતા અને શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ લડાકુઓએ ઘરે ચા પીધી હતી અને કોઈ પણ પરિવારને નુકસાન ન પહોંચાડવાનું વચન આપીને ચાલ્યા ગયા હતા. તાલિબાન ભૂતકાળમાં ત્યાંના કલાકારો પર હુમલો કરી રહ્યું છે.

કાબુલ એરપોર્ટ નજીક અમેરિકાની એરસ્ટ્રાઈક
કાબુલ એરપોર્ટ નજીક અમેરિકાએ રવિવારે સાંજ એરસ્ટ્રાઈક કરી, જેમાં બાળક સહિત 2 લોકોનાં મોત નિપજ્યા છે. હુમલા પછી અમેરિકાએ નિવેદન જાહેર કરી કહ્યું કે ISIS-Kની એક સુસાઈડ બોમ્બર કાર કાબુલ એરપોર્ટમાં હુમલો કરવાની હતી. આ પહેલાં ડ્રોનની મદદથી એરસ્ટ્રાઈક કરીને કારને ઉડાવી દેવામાં આવી.

અમેરિકાના નિવેદન મુજબ કાર પર અટેક કરવામાં આવ્યા બાદ તેમાં વધુ એક બ્લાસ્ટ થયો. મીડિયા રિપોર્ટ્સ મુજબ હુમલો રવિવારે સાંજે એરપોર્ટના પશ્ચિમ બાજુ રહેણાંક વિસ્તાર ખાઝ-એ-બુગરામાં થયો. જે પહેલાં ગુરુવારે કાબુલ એરપોર્ટની પાસે 2 ફિદાયીન હુમલો થયો હતો. જેમાં 170 લોકોના મોત નિપજ્યા હતા.

તાલિબાને પણ નિવેદન કરી ઘટનાની પુષ્ટી કરી છે. જો કે કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે આત્મઘાતી હુમલાખોર ગાડીમાં ન હતા.

કાબુલ એરપોર્ટ પર ફરી ISISના હુમલાની સંભાવના- તાલિબાન

અમેરિકા પછી તાલિબાને પણ કાબુલ એરપોર્ટ પર હુમલો થશે તેવી દહેશત વ્યક્ત કરી હતી. ન્યૂઝ ચેનલ અલ ઝઝીરાના રિપોર્ટ મુજબ તાલિબાને કહ્યું હતું કે કાબુલ એરપોર્ટમાં ISISના હુમલો કરશે તેવી શક્યતા વધુ છે. સાથે જ લોકોને એરપોર્ટ ન જવાની અપીલ કરી હતી. સાથે જ તાલિબાને એક વીડિયો જાહેર કરી એવો દાવો કર્યો હતો કે પંજશીર યૌદ્ધાઓ તાલિબાન પ્રત્યે વફાદારીની શપથ લઈ રહ્યાં છે અને ટૂંક સમયમાં જ પંજશીરને તાલિબાનના શાસન હેઠળ સમાવી લેશે.

બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચેતાવણી આપી હતી કે આગળના 24થી 36 કલાકમાં કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલો થઈ શકે છે. બાઈડેને કહ્યું હતું કે સ્થિતિ ખૂબ જ જોખમી છે અને એરપોર્ટ પર જોખમ ખૂબ જ વધી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિએ શનિવારે વોશિંગ્ટનમાં પોતાની રાષ્ટ્રિય સુરક્ષા ટીમના અધિકારીઓ સાથે ચર્ચા પછી આ નિવેદન જાહેર કર્યુ છે.

ત્યારબાદ અમેરિકન દૂતાવાસે સતત ત્રીજા દિવસે એરપોર્ટ ઉપર હુમલાની ચેતવણી જાહેર કરી હતી. નવી ચેતવણી આપતાં અમેરિકાએ તેના નાગરિકોને કાબુલ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાંથી તાત્કાલિક ખસી જવા જણાવ્યું છે. અમેરિકાએ ગુરુવારે કાબુલ એરપોર્ટ પર ધમકી ને લઈને પોતાનું પહેલું એલર્ટ જાહેર કર્યુ હતું અને તે જ સાંજે આતંકવાદી જૂથ ISIS-ખુરાસન (ISIS-K)એ એરપોર્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 170 લોકોના મોત નીપજ્યા હતા, જેમાં 13 અમેરિકન સૈનિકોનો પણ સમાવેશ થાય છે.

કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટમાં મહિલા TV એન્કર સહિત 2 પત્રકાર અને 2 એથ્લીટ પણ માર્યા ગયેલા
કાબુલ એરપોર્ટની બહાર ગુરુવારે થયેલા વિસ્ફોટમાં બે અફઘાન પત્રકારો અને 2 એથ્લીટ્સ પણ માર્યા ગયા હતા. અફઘાનિસ્તાન જર્નલિસ્ટ સેન્ટર (AFJC)એ દાવો કર્યો છે.

તે મુજબ આ હુમલામાં રાહા ન્યૂઝ એજન્સી માટે કામ કરતા અલી રેઝા અહમદી અને જહા એ સિહાત ટીવી ચેનલની એન્કર નજમા સિદ્ધિકી પણ માર્યા ગયા હતા. અફઘાનિસ્તાનના નેશનલ તાઈકવાન્ડો ખેલાડી મોહમ્મદ જન સુલતાની અને વુશુ ખેલાડી ઇદ્રીસ પણ આ હુમલાનો શિકાર બન્યા હતા. આ હુમલામાં 170 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 13 અમેરિકન સૈનિકોનો પણ સમાવેશ થાય છે.

અમરૂલ્લાહ સાલેહે કહ્યું- તાલિબાન લાંબા સમય સુધી ટકશે નહીં, પંજશીર સિવાય અન્ય વિસ્તારોમાં પણ તેનો વિરોધ વધી રહ્યો છે
અફઘાનિસ્તાનના પંજશીરમાં તાલિબાન સામે લડી રહેલા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે કહ્યું છે કે તાલિબાનનું શાસન લાંબા સમય સુધી ચાલશે નહીં. સાલેહ કહે છે કે તાલિબાનના કાયદા-કાનૂન અફઘાનિસ્તાનના લોકોને સ્વીકાર્ય નથી. અફઘાનીઓ તે પણ સ્વીકારશે નહીં કે કોઈ એક જૂથ દેશના નેતાની પસંદગી કરે, જેથી તાલિબાન લાંબો સમય ટકી શકશે નહીં. સાલેહનું કહેવું છે કે તાલિબાન ન તો અફઘાનિસ્તાનમાં કે ન તો બહાર કાયદેસર છે. તે ટૂંક સમયમાં ભારે લશ્કરી સંકટનો સામનો કરવો પડશે. પંજશીર સિવાય અન્ય વિસ્તારોમાં પણ તેનો વિરોધ વધી રહ્યો છે

કાબુલ એરપોર્ટ પર ફરી આતંકી હુમલાનું જોખમ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કાબુલ એરપોર્ટ પર હુમલો કરનાર ISIS-Khorasan (ISIS-K) સંગઠનને કડક ચેતવણી આપી છે. બાઈડેને કહ્યું છે કે હાલમાં જ અમે ISIS-K સામે જે ડ્રોન સ્ટ્રાઈક કરી છે, તેને છેલ્લો પ્રહાર ન સમજવો. બાઈડેને કહ્યું કે કાબુલ એરપોર્ટના હુમલાના ગુનેગારોને અમે છોડીશું નહીં. જ્યારે પણ કોઈ અમેરિકાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે અથવા અમારી સેના પર હુમલો કરશે, ત્યારે અમે યોગ્ય જવાબ આપીશું, તેમાં કોઈ શંકા ન હોવી જોઈએ.

કાબુલ એરપોર્ટ પર 24-36 કલાકમાં ફરી આતંકી હુમલાનું જોખમ
ISIS-Khorasan (ISIS-K) ફિદાયીન (આત્મઘાતી બોમ્બર) ફરી એરપોર્ટને નિશાન બનાવી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ચેતવણી આપી છે કે આગામી 24 થી 36 કલાકમાં કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલો થઈ શકે છે. બાઈડેને કહ્યું છે કે પરિસ્થિતિ અત્યંત જોખમી છે અને એરપોર્ટ પર ભય નોંધપાત્ર રીતે વધ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ શનિવારે વોશિંગ્ટનમાં તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું.

અમેરિકાએ સતત ત્રીજા દિવસે કાબુલ એરપોર્ટ પર હુમલાના જોખમનું એલર્ટ જાહેર કર્યું છે. યુએસએ તેના નાગરિકોને તાત્કાલિક કાબુલ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાંથી દૂર જવા માટે કહ્યું છે, કારણ કે ત્યાં જોખમ છે. કાબુલમાં અમેરિકી દૂતાવાસે આ સુરક્ષા એલર્ટ જારી કર્યું છે. અમે તમને જણાવી દઈએ કે અમેરિકાએ ગુરુવારે કાબુલ એરપોર્ટ પર જોખમને લઈને પ્રથમ એલર્ટ જાહેર કર્યું હતું અને તે જ દિવસે સાંજે આતંકવાદી સંગઠન ISIS-ખુરાસાન (ISIS-K)એ એરપોર્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 13 અમેરિકન સૈનિકો સહિત 170 લોકોના મોત થયા હતા.

ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીએ અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરી
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે અફઘાનિસ્તાનની સ્થિતિ પર વાત કરી છે. આ દરમિયાન, અફઘાનિસ્તાનમાં પરસ્પર સહયોગ ચાલુ રાખવા પર સહમતિ બની હતી. તમને જણાવી દઈએ કે કાબુલ એરપોર્ટ 31 ઓગસ્ટ સુધી યુએસ આર્મીના કબજામાં છે, 1 સપ્ટેમ્બરથી તે તાલિબાનના નિયંત્રણમાં જશે. કાબુલમાં અમેરિકા અને ભારત સહિત ઘણા દેશો પોતાના નાગરિકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે.

કાબુલ એરપોર્ટના 3 મુખ્ય દરવાજા પરથી અમેરિકી સૈનિકો હટયા, તાલિબાનોએ કબજો મેળવ્યો
અમેરિકી સૈનિકોએ શનિવારે કાબુલ એરપોર્ટના ત્રણ દરવાજા અને કેટલાક અન્ય ભાગ ખાલી કરી દીધા હતા. આ પછી, તાલિબાન લડવૈયાઓએ આ વિસ્તારોનો કબજો મેળવ્યો છે. ટોલો ન્યૂઝે આ અંગેની પુષ્ટિ કરી છે. બીજી બાજુ, એક વરિષ્ઠ અમેરિકી લશ્કરી અધિકારીએ કહ્યું કે શનિવારે યુએસ ડ્રોન હુમલામાં આતંકવાદી સંગઠન ISIS-K ના 2 મોટા આતંકવાદીઓ માર્યા ગયા છે, જ્યારે એક ઘાયલ થયો છે.

તાલિબાનોએ દાવો કર્યો છે કે તેઓ પંજશીરમાં પ્રવેશ્યા છે
તાલિબાને અફઘાનિસ્તાનના એકમાત્ર પંજશીર પ્રાંતમાં પ્રવેશ કર્યો હોવાનો દાવો કર્યો છે જે તેમના કબજામાંથી બચી ગયો છે. તાલિબાનના સાંસ્કૃતિક આયોગના સભ્ય અનામુલ્લા સમાંગાણીએ જણાવ્યું હતું કે, ઇસ્લામિક અમીરાતની સેના શનિવારે કોઇપણ પ્રકારના વિરોધ અને રક્તપાત વગર પંજીશરમાં દાખલ થઇ છે. આ દરમિયાન તેમણે વિરોધીઓ સાથે કોઈ લડાઈ નહોતી કરી. જો કે, સમાંગણીએ એમ પણ કહ્યું કે વાતચીત માટે દરવાજા હજુ પણ ખુલ્લા છે.

જ્યારે, પંજશીરના લડવૈયાઓએ તાલિબાનના દાવાઓને પોકળ ગણાવ્યા છે. નોર્દન એલાયન્સના વડા અહમદ મસૂદના સમર્થકોએ તાલિબાનના દાવાઓને ફગાવી દીધા છે. રજીસ્ટેંસ ફોર્સના પ્રતિનિધિમંડળના વડા મોહમ્મદ અલમાસ ઝાહિદે જણાવ્યું હતું કે, 'પંજશીરમાં કોઈ લડાઈ થઈ નથી. અહીં તાલિબાનના પ્રવેશના સમાચાર પાયાવિહોણા છે.'

પંજશીરના પર્વતો પર રજીસ્ટેંસ ફોર્સે કમાન્ડ સંભાળી છે. રજીસ્ટેંસ ફોર્સે કહ્યું છે કે તાલિબાનોએ ઓછા સપના જોવા જોઈએ, તેમના માટે પંજશીરમાં પ્રવેશવું અશક્ય છે.
પંજશીરના પર્વતો પર રજીસ્ટેંસ ફોર્સે કમાન્ડ સંભાળી છે. રજીસ્ટેંસ ફોર્સે કહ્યું છે કે તાલિબાનોએ ઓછા સપના જોવા જોઈએ, તેમના માટે પંજશીરમાં પ્રવેશવું અશક્ય છે.

સાલેહની સેનાએ કપિસા પ્રાંતમાં તાલિબાનને હાંકી કાઢ્યા
અફઘાનિસ્તાન પર કબજો જમાવનાર તાલિબાનને કપિસા પ્રાંતમાં મોટું નુકસાન થયું છે. અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહના નેતૃત્વમાં લડાઈ લડી રહેલા નેશનલ રજીસ્ટેંસ દળે તાલિબાનને જડબાતોડ જવાબ આપ્યો છે. બે પક્ષો વચ્ચે યુદ્ધ કપિસા પ્રાંતના સંજન અને બગલાનનાં ખોસ્ત વા ફેરેંગ જિલ્લામાં ચાલી રહ્યું છે. પંજશીરમાં યુદ્ધવિરામના ઉલ્લંઘનને કારણે, સાલેહના લડવૈયાઓએ તાલિબાન પર વળતો પ્રહાર કર્યો છે.

બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ અંગે કરાર થયા હતા
તાલિબાન અને અહેમદ મસૂદના પ્રતિનિધિમંડળ વચ્ચે પ્રથમ રાઉન્ડની વાતચીત 25 ઓગસ્ટના રોજ થઈ હતી. આ દરમિયાન બંને પક્ષો વાતચીતના બીજા રાઉન્ડ સુધી એકબીજા પર હુમલો ન કરવા સંમત થયા હતા. તે સમયે, રજિસ્ટેંસ ફોર્સના મોહમ્મદ અલમાસ ઝાહિદે કહ્યું હતું કે, બીજા રાઉન્ડની વાતચીત બે દિવસમાં યોજાશે. તેમણે તાલિબાનને ચેતવણી આપી હતી કે જો વાતચીત નિષ્ફળ જશે તો તેના ગંભીર પરિણામો આવશે.

પંજશીરના લડવૈયાઓ પાસે મોટી સંખ્યામાં હથિયારો ઉપલબ્ધ છે.
પંજશીરના લડવૈયાઓ પાસે મોટી સંખ્યામાં હથિયારો ઉપલબ્ધ છે.

અમેરિકાના સાંસદોએ પંજશીરને માન્યતા આપવાની માંગ કરી
આ દરમિયાન, બે અમેરિકી સેનેટરોએ કહ્યું હતું કે પંજશીરને સલામત ક્ષેત્ર તરીકે માન્યતા આપવી જોઈએ. અમેરિકાએ રજીસ્ટેંસ ફોર્સના કેટલાક નેતાઓને પણ માન્યતા આપવી જોઈએ. કેટલાક અહેવાલોએ સૂચવ્યું હતું કે ગુલબહાર-જબલ સરજ વિસ્તારમાં તાલિબાનો દ્વારા પંજશીર તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે તાલિબાને હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

અન્ય સમાચારો પણ છે...