તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Third Wave Of The Corona In Britain; 11,007 Cases Were Reported In The Last 24 Hours, The Highest In The Last 4 Months

કોરોના દુનિયામાં:બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેર; છેલ્લા 24 કલાકમાં 11,007 કેસ નોંધાયા, જે છેલ્લા 4 મહિનામાં સૌથી વધુ

લંડન/વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટનમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે કોરોનાના કેસ વધી રહ્યા
  • દુનિયામાં ગઇકાલે 3.85 લાખ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા

બ્રિટનમા કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. અહીં ગુરુવારે 11,007 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. આ છેલ્લા 4 મહીનામાં એક જ દિવસમાં નોંધાયેલા કેસનો આંક સૌથી વધુ છે. આ પહેલા 18 ફેબ્રુઆરીએ 11,994 કેસ મળી આવ્યા હતા. બ્રિટનમા કોરોનાના કેસ ત્યારે વધ્યા છે, જ્યારે દેશને અનલોક થયાને પૂરો એક મહિનો પસાર થઈ ચૂક્યો છે.

અહીં 17 મે થી અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. નિષ્ણાંતોનું કહેવું છે કે બ્રિટનમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. એક મહીનામાં જેટલા કેસ નોંધાયા છે, તેમાંથી 90% લોકોને ડેલ્ટા વેરિયન્ટની ઝપેટમાં આવતા સંક્રમણ લાગ્યું છે.

ઇંગ્લેન્ડમાં ડેલ્ટા વેરિયન્ટે વધારી ચિંતા
બીજી તરફ, ઈંગ્લેન્ડમાં ડેલ્ટા વેરિયન્ટ પર થયેલા અભ્યાસે ચિંતા વધારી દીધી છે. તે મુજબ, આ વેરિયન્ટને કારણે બ્રિટનમાં માત્ર 11 દિવસમાં જ સંક્રમિતોની સંખ્યા બમણી થઈ ગઈ છે. ગુરુવારે આવેલા આ રિપોર્ટને ઇમ્પીરિયલ કોલેજ લંડને તૈયાર કર્યો છે. જે હેઠળ 20 મે થી 7 જૂન સુધી એક લાખ ઘરોથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાં 15% લોકોમાં આ જીવલેણ વાયરસ મળી આવ્યો છે.

કોર્નવાલ : G-7 સંમેલન બાદ 10% કેસ વધ્યા
​​​​​​​ઈંગ્લેન્ડના કોર્નવાલમાં ગયા સપ્તાહે ત્રણ દિવસીય G-7 શિખર સંમેલન બાદ ત્યાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. કોર્નવાલમાં એક સપ્તાહમાં 10% સુધી નવા કેસ મળી આવ્યા છે. કોર્નવાલના મુખ્ય કાર્યકારી અધિકારી જણાવાયું હતું કે કોરોનાના વધતાં કેસને કારણે હોટલોને ફરીથી બધ કરવી પડી છે. જ્યારે, G-7 સમાપ્ત થયા બાદ કોર્નવાલમાં કેસમાં વધારો થવાના કારણે ચિંતા વધી છે, કારણ કે સંમેલન દરમિયાન નેતાઓ અનેક વખત માસ્ક પહેર્યા વિનાના પણ નજરે પડ્યા હતા. સાથે જ તેમની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ પણ ન હતું.

બ્રાઝિલમાં કોરોનાના 19 વેરિયન્ટ, P.1 સ્ટ્રેન 89 ટકા કેસ માટે જવાબદાર
બ્રાઝિલના વિજ્ઞાનીઓએ કહ્યું કે સાઓ પાઉલોમાં કોરોનાના 19 નવા વેરિયન્ટ્સની ઓળખ કરાઈ હતી. તેના લીધે બ્રાઝિલમાં મૃત્યુ વધવા લાગ્યાં છે. બ્રાઝિલના જૈવિક અનુસંધાન કેન્દ્ર, ઈન્સ્ટિટ્યૂટ બુટાંટન તરફથી આ માહિતી અપાઈ હતી. તેમાં જણાવાયું કે આ વેરિયન્ટ્સમાં P.1(અમેઝન) સ્ટ્રેન 89.9% કેસ માટે જવાબદાર છે. તેના બાદ યુકે વેરિયન્ટ આવે છે જે 4.2% કોરોનાના કેસ માટે જવાબદાર છે.

ઈન્ડોનેશિયા : ચીનની વેક્સિન લેનારા 300 ડૉક્ટર સંક્રમિત
​​​​​​​ઈન્ડોનેશિયામાં 300થી વધુ એવા ડૉક્ટર મહામારીની ઝપેટમાં આવી ગયા જેમણે કોરોના વેક્સિનના ડૉઝ લઈ લીધા હતા. તેમણે ચીનની વેક્સિન સિનોવેકનો ડૉઝ લીધો હતો. મોટા ભાગના ડૉક્ટરો લક્ષણ વગરના છે. અમુક ડૉક્ટર એવા પણ છે જેમનું ઓક્સિજન સ્તર ખૂબ જ ઓછું છે. ઈન્ડોનેશિયામાં ડેલ્ટા વેરિયન્ટને કારણે બુધવારે 4 મહિના પછી 10 હજારથી વધુ કેસ મળ્યા હતા. અહીં 90% હોસ્પિટલો ભરાઈ ગઈ છે.

દુનિયામાં ગઈ કાલે 3.85 લાખ કેસ નોંધાયા
દુનિયામાં છેલ્લા 24 કલાકમાં 3.85 લાખ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ દરમિયાન 8,648 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાહતની વાત તે છે કે આ દરમિયાન 3.92 લાખ લોકો કોરોનાથી સજા પણ થયા હતા. સૌથી વધુ કેસ બ્રાઝિલમાં સામે આવ્યા છે. અહીં ગુરુવારે 74,327 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને સૌથી વધુ 2,335 લોકોના મૃત્યુ પણ થયા હતા.

અત્યાર સુધીમાં 17.81 કરોડ કેસ
​​​​​​​દુનિયામાં અત્યાર સુધીમાં 17.81 કરોડથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 38.56 લાખ લોકોના મૃત્યુ થઈ ગયા છે, જ્યારે 16.26 કરોડ લોકોએ કોરોનાને હરાવ્યો છે. જો કે 1.16 કરોડ લોકોની સારવાર કરવામાં આવી રહી છે. તેમાં 1.15 કરોડ લોકોમાં કોરોનાના હળવા લક્ષણો છે અને 82,510 લોકોની સ્થિતિ ગંભીર બનેલી છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

34,377,592

616,440

28,641,439

ભારત

29,761,964

383,521

28,573,021

બ્રાઝિલ

17,704,041

496,172

16,077,483

ફ્રાન્સ

5,749,691

110,634

5,536,319

તુર્કી

5,354,153

49,012

5,219,797

રશિયા

5,264,047

127,992

4,839,705

બ્રિટન

4,600,623

127,945

4,296,246

ઈટાલી

4,249,755

127,190

4,023,957

અર્જેંટીના

4,222,400

87,789

3,818,346

સ્પેન

3,859,824

98,156

3,589,895

(આ આંકડા www.worldometers.info/coronavirus/ મુજબના છે.)

અન્ય સમાચારો પણ છે...